રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૧૩૭ સામે ૭૪૦૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૪૨૪
પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં
તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૩૫ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૮૯ પોઈન્ટના
ઉછાળા સાથે ૭૪૨૨૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૨૬૩ સામે ૨૨૫૧૧
પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૩૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૬૩૦
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સોમવારે ભારે કડાકા બાદ આજે ભારતીય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં
ખુલતાં જ ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએ શેરબજારમાં ઐતિહાસિક કડાકો બાદ આજે ફંડો
દ્વારા નીચા મથાળે લેવાલી નોંધાતા વૈશ્વિક શેરબજારની સાથે સ્થાનિક શેરબજારમાં પણ રીકવરી
જોવા મળી હતી. ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ તેમજ મંદીના એંધાણ
વચ્ચે પણ ભારતીય સ્ટોક માર્કેટ આજે સપ્તાહના બીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું
હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો
નોંધાતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો
જોવા મળ્યો. બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, કન્ઝ્યુમર
ડ્યુરેબલ્સ, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ્સ, એનર્જી, એફએમસીજી
અને સર્વિસીઝ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ
પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૭૧ અને વધનારની સંખ્યા ૩૦૯૩
રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨ શેરોમાં ઓનલી
સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી
હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં ટાઈટન કંપની લિ. ૩.૨૯%, બજાજ ફાઈનાન્સ ૩.૨૧%, સ્ટેટ બેન્ક ૩.૦૦%,
લાર્સેન લિ. ૨.૯૪%, બજાજ ફિનસર્વ ૨.૭૫%, એક્સીસ બેન્ક ૨.૭૨%, ઝોમેટો લિ. ૨.૬૨%, એશિયન
પેઈન્ટ ૨.૩૬%, ઈન્ફોસીસ લિ. ૨.૨૫%, એચસીએલ ટેક. ૨.૦૩%, ટેક મહિન્દ્ર ૨.૦૨%, ભારતી
એરટેલ ૧.૯૦%, હિન્દુસ્તાન યુનિ. ૧.૭૪%, અદાણી પોર્ટ ૧.૭૨%, આઈટીસી લિ. ૧.૬૦%, ટાટા
મોટર્સ ૧.૫૬%, નેસ્લે ઇન્ડિયા ૧.૪૨% વધ્યા હતા, જયારે માત્ર પાવર ગ્રીડ કોર્પોરેશન
૦.૧૪% ઘટ્યો હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો,
અમેરિકામાં ભારતીય માલસામાનની આયાત પર ૨૬% ટેરિફ લાગુ
કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની દેશની નિકાસ પર મર્યાદિત અસર જોવા મળવાની ઉદ્યોગો
દ્વારા મત વ્યકત કરવામાં આવી રહ્યો છે. ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક હોવાથી નવા
ટેરિફની તેના પર સામાન્ય અસર જોવા મળશે. વિશ્વભરના દેશો પર ટેરિફના વિવિધ સ્લેબ
લાગુ થવાને કારણે વૈશ્વિક વેપારના સમીકરણોમાં તથા ઉત્પાદન ક્ષેત્રની મૂલ્ય
સાંકળમાં બદલાવ આવવાની દેશના ઉદ્યોગો ધારણાં મૂકી રહ્યા છે.
ભારતની મજબૂત ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા અમેરિકાની ટેરિફની અસરને સમતુલિત કરશે અને દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) પર ટૂંકા ગાળે માત્ર ૦.૧૦% અસર જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. ભારતના માલસામાન પર ૨૬% ટેરિફને જોતા આપણે ટેરિફ દરોમાં મધ્યમ સ્થાને છીએ. એકંદરે અમેરિકામાં ભારતની નિકાસ સ્પર્ધા પર મોટી અસર જોવા નહીં મળે, આમ છતાં દેશના ઉદ્યોગોએ ટેરિફની અસરને હળવી કરવા નિકાસ ક્ષમતા તથા વેલ્યુ એડિશન કરવા માટે સતત પ્રયાસો કરવાના રહેશે, ઉપરાંત જો ભારત અને અમેરિકા વચ્ચે દ્વીપક્ષી વેપાર કરાર થશે તો તેવી સ્થિતિમાં રેસિપ્રોકલ ટેરિફ કદાચ પાછા ખેંચાઈ જવાની શકયતા રહેલી છે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in