April 4, 2025

Subscription
+91 99390 80808

April 4, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૪.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૬૧૪ સામે ૭૫૮૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૮૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૬૮૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૨૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૪૩૮ સામે ૨૩૨૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૨૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૧૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૩૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત તેમજ સમગ્ર દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરતાં એશિયન બજારોમાં ઘટાડા સાથે આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં પણ શરૂઆતી તબક્કામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જોકે નીચા મથાળે ફંડોની લેવાલીએ રિકવરી જોવા મળી હતી. ટ્રમ્પની આ જાહેરાતથી વૈશ્વિક બજારોમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી હતી, ત્યારે ટ્રમ્પે ભારત સામે ૨૬% ટેરિફ લાદતા નકારાત્મક વૈશ્વિક સંકેતોની અસરે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ટ્રમ્પે ઓટો સેક્ટરથી લઈને ટેક્સટાઈલ સેક્ટર અને અન્ય સેક્ટર પર ટેરિફ લગાવ્યો છે, જો કે ફાર્મા સેક્ટરને રેસિપ્રોકલ ટેરિફમાં ઘણા અંશે રાહત મળી છે જેથી આજે હેલ્થકેર સેક્ટરમાં અંદાજીત ૨.૦૦% આસપાસનો ઉછાળો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરીફ જાહેર કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર વધવાની ભીતિ વચ્ચે ડોલર ઇન્ડેક્સમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ સામાન્ય ઉછાળા બાદ ઘટાડા તરફી રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક, ઓટો, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૯ અને વધનારની સંખ્યા ૨૮૧૩ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ૪.૩૪%, સન ફાર્મા ૩.૨૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૯૨%, એનટીપીસી લિ. ૧.૯૭%, એશિયન પેઈન્ટ ૧.૮૨%, નેસ્લે ઇન્ડિયા ૧.૫૪%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૦૦%, ટાઈટન કંપની લિ. ૦.૮૮% અને એકસિસ બેન્ક ૦.૪૫% વધ્યા હતા, જયારે ટીસીએસ લિ. ૩.૯૮%, ટેક મહિન્દ્ર ૩.૭૯%, એચસીએલ ટેકનોલોજી ૩.૭૧%, ઇન્ફોસિસ લિ. ૩.૪૧%, ટાટા મોટર્સ ૨.૬૪%, કોટક બેન્ક ૦.૯૭%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૯૫%, બજાજ ફાઈનાન્સ ૦.૮૧% અને ટાટા સ્ટીલ ૦.૬૫% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, માર્ચ મહિનામાં દેશનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૮ મહિનાની ટોચે પહોંચ્યા સાથે દેશના અર્થતંત્રમાં મજબૂતીના સંકેત આપે છે. સ્થાનિક સ્તરે ઓર્ડર બુકમાં વધારાને કારણે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં સુધારો જોવા મળી રહ્યો છે ત્યારે સમાપ્ત થયેલા માર્ચ માસમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી ૫૮.૧૦ પીએમઆઈ સાથે આઠ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળી હતી જે ફેબ્રુઆરી માસમાં ૫૬.૩૦ પીએમઆઈ સાથે ૧૪ મહિનાની નીચી સપાટીએ હતી. મજબૂત ઓર્ડરને કારણે કંપનીઓમાં ઉત્પાદનમાં વધારાની ઐતિહાસિક સરેરાશ કરતા ઊંચી રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

જાન્યુઆરી માર્ચ, ૨૦૨૫ના ત્રિમાસિકગાળામાં પાવર સેક્ટરમાં મોટા પાયે રોકાણની જાહેરાતો થઈ છે. ઊર્જા સેક્ટરના જોરે આ આંકડો ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો. માર્ચ ક્વાર્ટરમાં નવા પ્રોજેક્ટોમાં આ ઐતિહાસિક ઉછાળો સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારો દેશમાં ઔદ્યોગિક અને માળખાગત વિકાસ માટે અત્યંત ઉત્સાહિત છે. આનાથી ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થશે જ અને સાથેસાથે રોજગાર તથા વ્યવસાયની તકોમાં પણ નોંધપાત્ર વધારો થશે. આ સમગ્ર સાયકલ દેશના અર્થતંત્ર માટે લાંબાગાળાનો મજબૂત બનાવશે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

SUN PHARMA

HAVELLS INDIA

MGL

ICICI BANK

error: Content is protected !!