રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની
શરૂઆતે બીએસઇ
સેન્સેક્સ આગલા બંધ ૭૭૪૧૪ સામે ૭૭૮૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૯૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા
મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૫૭૪ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૯૦ પોઈન્ટના
ઘટાડા સાથે ૭૬૦૨૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૩૭ સામે ૨૩૫૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૨૯૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.
નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ
જોવા મળ્યો…સરેરાશ ૩૭૮ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૩૨૧ પોઈન્ટ
બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક
પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવી રહેલાં રેસિપ્રોકલ ટેરિફના કારણે
આંજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો
નોંધાયો હતો, તેમજ શોર્ટ પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં આજે બીએસઈ સેન્સેક્સમાં ૧૧૦૦થી
વધુ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૩૦૦ પોઈન્ટથી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો
હતો.
અમેરિકી
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ મામલે આક્રમક નીતિને લઈ યુરોપ, ચાઈના સહિતના
દેશો વળતાં પગલાં લઈ રહ્યા છે, ત્યારે ૨ એપ્રિલના રેસિપ્રોકલ ટેરિફ લાગુ થતાં
પૂર્વે ભારતે ટેરિફમાં આગોતરા ઘટાડા કર્યા બાદ હવે કૃષી ચીજોની આયાત પરના અંકુશો
અને ટેરિફ હળવા કરવા નિર્ણયની તૈયારી વચ્ચે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય
શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
કરન્સી
માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે રશિયાથી ક્રૂડતેલની આયાત
કરનારા દેશો સામે ટ્રમ્પ વધુ ટેરીફ નાંખશે એવી શક્યતાએ ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો
જોવા મળ્યો.
બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭%
ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ
પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી
જોવા મળી હતી,
જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૪ અને વધનારની સંખ્યા ૨૭૦૮ રહી હતી,
૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન
હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ
સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક ૫.૧૧% અને ઝોમેટો લિ. ૦.૨૭% વધ્યા હતા, જયારે એચસીએલ
ટેકનોલોજી ૩.૮૭%, બજાજ ફિનસર્વ ૩.૪૬%, એચડીએફસી બેન્ક ૩.૩૫%, બજાજ ફાઈનાન્સ ૨.૮૧%,
ઇન્ફોસિસ લિ. ૨.૭૩%, ટાઈટન કંપની લિ. ૨.૫૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૨૮, સન ફાર્મા ૨.૨૨%
અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૭૭% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ઈઝરાયેલ – હમાસ યુદ્વ કે યુક્રેન – રશીયા
વોરના કારણે સર્જાયેલી જીઓપોલિટીકલ ટેન્શનના પડકારો છતાં ગત સપ્તાહે ભારતીય
શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ અમેરિકા ફર્સ્ટના ચૂટણી વચનની સાથે ટેરિફ
વોરમાં વિશ્વને ધકેલનારા ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નીતિઓની આક્રમકતા સાથે
અનિશ્ચિતતાએ વિશ્વના અનેક બજારોમાં ઉથલપાથલ મચાવ્યા સાથે ભારતીય શેરબજારમાં પણ ભારે
ઘટાડો જોવા મળ્યો છે. આમ નાણા વર્ષ ૨૦૨૪–૨૫ના અંતિમ છમાસિકમાં ઘણા ફંડો, હાઈ નેટવર્થ
ઈન્વેસ્ટરોથી લઈ રિટેલ ઈન્વેસ્ટરોના પોર્ટફોલિયોમાં મોટું ધોવાણ થયું છે.
બજાર છેલ્લા એક મહિનામાં ખાસ માર્ચના અંતિમ દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં ઘણા શેરોમાં ખરીદદાર બનતાં ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી. પરંતુ હજુ ટેરિફ મુદ્દે વિશ્વને અનિશ્ચિતતાના દોરમાં રાખ્યું છે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં ટૂંકાગાળા માટે બે–તરફી અફડાતફડી સાથે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે, ઉપરાંત બીજી એપ્રિલના અમેરિકા ક્યા દેશો પર કેટલી રેસિપ્રોકલ ટેરિફ લાદે છે એના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in