March 29, 2025

Subscription
+91 99390 80808

March 29, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૩.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૩૪૮ સામે ૭૬૧૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૦૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૯૦૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૨૦૦ સામે ૨૩૧૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૧૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૩૭૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યા છતાં ટેરિફ મામલે ચિંતા હળવી કરતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની તરફેણ કરવામાં આવ્યા સામે ૨, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ મામલે મક્કમ હોવાના સંકેતે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈથી વિપરીત આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. આ સાથે ઘણા એ ગ્રુપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડોની તેજીએ સેન્સેક્સે ૭૭૦૦૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચર એ ૨૩૪૦૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી.

ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ મહિનામાં આવી ગયેલા મોટા કરેકશન બાદ ઘણા શેરો આકર્ષક વેલ્યુએશને મળવા લાગતાં માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, મહારથીઓ સક્રિય લેવાલ બની જતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ફરી ફ્રન્ટલાઈન-સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપતા આજે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે તેજી જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેકસ વધતાં તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ ઘટતા અટકી સુધારા તરફી રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૧૩ અને વધનારની સંખ્યા ૨૮૨૩ રહી હતી, ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી લી. ૨.૭૮%, બજાજ ફાઈનાન્સ ૨.૭૫%, કોટક બેન્ક ૨.૪૧%, એકસિસ બેન્ક ૨.૧૩%, નેસ્લે ઇન્ડિયા ૨.૦૩%, લાર્સેન લિ. ૨.૦૩%, સન ફાર્મા ૧.૯૩%, ટાટા મોટર્સ ૧.૮૪% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૨% વધ્યા હતા, જયારે ઇન્ફોસિસ લિ. ૧.૩૪%, ટાટા સ્ટીલ ૧.૧૦%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૦૮%, ટાઈટન કંપની લિ. ૦.૯૧% અને બજાજ ફિનસર્વ ૦.૬૩% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ અને ટેરિફ વોરને ધ્યાનમાં રાખી ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિએ બે દિવસની બેઠકના અંતે મુખ્ય વ્યાજ દર યથાવત રાખી અમેરિકાના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો હતો અને સાથોસાથ ફુગાવો વધવાના સંકેત પણ આપ્યા હતા. ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક દર ૪.૨૫% થી ૪.૫૦%ની રેન્જમાં યથાવત રાખ્યા છે. વર્તમાન વર્ષમાં અમેરિકાનો આર્થિક વિકાસ દર ૧.૭૦% રહેવા અને ફુગાવો વધી ૨.૭૦% પહોંચવા ફેડરલ રિઝર્વે ધારણાં મૂકી છે. આર્થિક વિકાસ દરની ધારણાં પહેલા ૨.૧૦% મુકાઈ હતી. અમેરિકામાં ફુગાવાને ૨%ના સ્તર પર લાવવા ફેડરલ રિઝર્વ લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યું છે.

વ્યાજ દર યથાવત રાખવાના ફેડરલના નિર્ણય બાદ ફેડરલ પર દબાણ લાવવા ટ્રમ્પે એક સંદેશમાં ફેડરલને રેપો રેટ ઘટાડવા જણાવ્યું હતું જેથી નવા ટેરિફની પોતાની યોજનાને ભરપાઈ કરી શકાય. જો કે વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં બે વખત કપાતની પોતાની ધારણાંને ફેડરલે જાળવી રાખી હતી. અમેરિકાના વેપાર ભાગીદાર દેશોના માલસામાન પર જોરદાર ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પની યોજનાને પરિણામે ફુગાવા તથા આર્થિક વિકાસ દર અંગેના ફેડરલ રિઝર્વના આઉટલુકને અસર થઈ છે. આવા પ્રકારના પગલાંથી ફુગાવો ઊંચે જશે અને વિકાસને ફટકો પડશે. આ અસર માત્ર સંબંધિત દેશો પર જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર પડે શક્યતા છે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

MOIL LTD

MAHINDRA LOGISTICS

NLC INDIA

INOX WIND

VOLTAS LTD

error: Content is protected !!