March 27, 2025

Subscription
+91 99390 80808

March 27, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૩.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૩૦૧ સામે ૭૫૪૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૫૨૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫૪૪૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૮૯૫ સામે ૨૨૯૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૮૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૯૭૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો અને વૈશ્વિક શેરબજારો ઉછળા તરફી નોંધાતા છેલ્લા પાંચ મહિનામાં શેરોમાં સતત મોટા ધોવાણ બાદ હવે ઓવરસોલ્ડ પોઝિશન સાથે વેલ્યુએશન ખર્ચાળમાંથી પોઝિટીવ બનવા લાગ્યું હોવા સાથે નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના અંત પૂર્વે ફંડો દ્વારા શેરોમાં મોટાપાયે ખરીદી કરતાં અને ફોરેન ફંડો – વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઘણા દિવસો બાદ શેરોમાં નેટ ખરીદદાર બન્યા સાથે લોકલ ફંડોની શેરોમાં સતત ખરીદી થતાં આજે ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

એક તરફ ટ્રમ્પની આકરી ટેરિફ નીતિ સામે વિશ્વ એક બનતાં ટ્રમ્પ નરમ પડયાના સંકેત અને બીજી તરફ ફરી ઈઝરાયેલના હમાસ પર હુમલા અને રશીયા પણ યુક્રેન સાથે યુદ્વ અંત માટે આકરી શરતો વચ્ચે ટ્રમ્પ-પુતિન વચ્ચે વટાઘાટ પર નજર સાથે ચાઈનાના સ્ટીમ્યુલસ પેકેજના સંકેત તેમજ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ઈઝરાયલ દ્વારા ગાઝામાં હુમલા વચ્ચે રેડસી વિસ્તારોમાં તણાવ વધતાં ઉપરાંત બોન્ડ યીલ્ડમાં પીછેહટના પગલે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી, એફએમસીજી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૩૩ અને વધનારની સંખ્યા ૩૦૧૮ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૨.૫૨%, ઝોમેટો ૨.૩૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૨૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૦૧%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૫૬%, લાર્સેન લી. ૧.૪૬%, અદાણી પોર્ટ ૧.૨૩%, એનટીપીસી લી. ૧.૧૩% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૦૯% વધ્યા હતા, જયારે ટેક મહિન્દ્ર ૨.૪૩%, ટીસીએસ લી. ૧.૫૬%, આઈટીસી લી. ૧.૫૫%, ઇન્ફોસિસ લી. ૧.૩૮%, મારુતિ સુઝુકી ૦.૯૮%, એચસીએલ ટેકનોલોજી ૦.૯૬%, સન ફાર્મા ૦.૮૭%, નેસ્લે ઇન્ડિયા ૦.૮૦% અને કોટક બેન્ક ૦.૬૫% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, સેકન્ડરી બજારની મંદીને પરિણામે રિટેલ રોકાણકારોનો પ્રાઈમરી માકેટમાંથી પણ રસ ઉડી રહ્યાનું જોવા મળી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં દેશની આઈપીઓ બજારે જોરદાર રેકોર્ડસ દર્શાવ્યા બાદ વર્તમાન વર્ષના પ્રથમ બે મહિનામાં પ્રાઈમરી માર્કેટમાં પ્રવૃત્તિ એકદમ ધીમી પડી ગયાનું જોવા મળ્યું છે. વર્ષ ૨૦૨૪માં ૧૫૭ જેટલી કંપનીઓના જાહેર ભરણાં જોવા મળ્યા હતા અને સેકન્ડરી બજારમાં રેલીને કારણે અસંખ્ય કંપનીઓને લિસ્ટિંગમાં સારા લાભ જોવા મળ્યા હતા, જો કે હવે જાહેર ભરણાંની સંખ્યામાં ઘટાડો થવા ઉપરાંત નવા ડ્રાફટ પેપર્સ ફાઈલિંગની સંખ્યા પણ ઘટી ગયાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.

જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં ડ્રાફ્ટ ફાઈલિંગ્સના મૂલ્યમાં ૫૦%થી વધુનો ઘટાડો થયો છે. વર્તમાન વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં મેઈનબોર્ડ આઈપીઓની સંખ્યા નવ જ જોવા મળી હતી જે ગયા વર્ષના આ ગાળામાં ૧૬ રહી હતી. જોકે એસએમઈ સેગમેન્ટમાં પ્રવૃત્તિ મજબૂત જળવાઈ રહી છે. એક અંદાજ પ્રમાણે ચાલું કેલેન્ડર વર્ષમાં રૂ.૧.૧૦ ટ્રિલિયન સાથેના ૬૯ જેટલી કંપનીઓએ ભરણાં માટે પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ હવે સેકન્ડરી બજારની સ્થિતિ બદલાઈ ગઈ છે, ત્યારે આ સૂચિત કંપનીઓમાંથી કેટલી કંપનીઓ ભરણાંમાં આગળ વધે છે તે જોવાનું રહેશે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

SBI LIFE

VOLTAS LTD

ADANI PORTS

DR. REDDY’S LAB.

error: Content is protected !!