March 19, 2025

Subscription
+91 99390 80808

March 19, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૩.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૧૬૯ સામે ૭૪૬૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૪૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫૩૦૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૮૪ સામે ૨૨૭૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૬૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૮૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકાના રિટેલ સેલ્સના સકારાત્મક આંકડાઓ અને ફેડ રિઝર્વ પોતાની માર્ચ બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખે તેવી શક્યતાઓ વચ્ચે ચીનમાં પણ રિટેલ વેચાણ વધતા પરિણામે વૈશ્વિક સ્તરે ઈકોનોમી પોઝિટિવ રહેવાના સંકેતે વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે આજે સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ સકારાત્મક પરિબળો અને ટેક્નિકલી મોટા કરેક્શન બાદ એફઆઈઆઈની વેચવાલી સામે ડીઆઈઆઈ સતત ખરીદીએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી અને સેન્સેકસ અંદાજીત ૧૩ દિવસ બાદ ફરી ૭૫૦૦૦ પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચર ૨૨૮૦૦ પોઈન્ટનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, કેનેડા અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરના પગલે કેનેડા હવે બ્રિટન તથા ફ્રાંસની નજીક આવી રહ્યાના સંકેતોએ આજે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અમેરિકા દ્વારા હાઉથી પર હુમલો કર્યાના અહેવાલે રેડસી વિસ્તારમાં તંગદીલી વધતાં ક્રૂડઓઈલના ભાવોમાં પણ નીચા મથાળેથી ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૭૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઇન્ડસ્ટ્રીયલ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૨૧ અને વધનારની સંખ્યા ૨૮૧૫ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો ૭.૧૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૨૫%, મહિન્દ્રા & મહિન્દ્રા ૩.૦૭%, ટાટા મોટર્સ ૨.૮૬%, લાર્સેન લિ. ૨.૭૭%, સન ફાર્મા ૨.૪૯%, એશિયન પેઈન્ટ ૨.૪૨%, ટાઈટન કંપની ૨.૨૩% અને કોટક બેન્ક ૨.૧૦% વધ્યા હતા, જયારે બજાજ ફિનસર્વ ૧.૪૩%, ભારતી એરટેલ ૦.૬૯%, ટેક મહિન્દ્ર ૦.૫૯% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૩% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં મોટું કરેકશન જોવા મળ્યું છે. અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ટેરિફ વોર ઉપરાંત વેપાર ખોરવાઈ જવાની ધારણાં અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડવાના સંકેતે વર્તમાન નાણાં વર્ષના ઓકટોબર મહિનાથી ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી ચાલુ રહેતા ભારતીય ઈક્વિટી બજારમાંથી એફઆઈઆઈના આઉટફલોની દ્રષ્ટિએ વર્તમાન નાણાં વર્ષ એકદમ જ ખરાબ પૂરવાર થયું છે.

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ અગિયાર મહિનામાં ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની કેશમાં અત્યારસુધીમાં રૂ.૪.૨૩ લાખ કરોડથી વધુની નેટ વેચવાલી રહી છે. બેન્ચમાર્ક સેન્સેકસમાં અંદાજીત ૭.૩૦% અને નિફટીમાં અંદાજીત ૮.૩૦%નો ઘટાડો થયો હતો. ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડ ઊંચા રહેવાના કારણે પણ એફઆઈઆઈની વેચવાલી જળવાઈ રહી છે, ત્યારે ટેરિફ વોરના કરને હજુ અનિશ્ચિત કાયમ છે ત્યારે આગામી દિવસોમાં એફઆઈઆઈ કેવો રોકાણ વ્યુહ અપનાવે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

M & M

GRASIM IND.

HDFC BANK

TATA COMM.

error: Content is protected !!