રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૩.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની
શરૂઆતે બીએસઇ
સેન્સેક્સ આગલા બંધ ૭૪૧૧૫ સામે ૭૩૭૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૬૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા
મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૨ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨ પોઈન્ટના
ઘટાડા સાથે ૭૪૧૦૨ પોઈન્ટ
બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૧૫ સામે
૨૨૪૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૩૬૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી
દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…
સરેરાશ ૨૩૧ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૫૬૪
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક
પરિબળોની વાત કરીએ તો…
અમેરિકન
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટેરિફ પોલિસીના કારણે અમેરિકામાં આ વર્ષે મંદી શરૂ
થવાના સંકેત, બેરોજગારીના દરમાં વધારો તેમજ ટ્રમ્પના ટેરિફ વોરથી વિશ્વમાં
ટ્રેડવોરની ભીતિના પગલે વૈશ્વિક બજારોમાં નોંધાયેલા કડાકાની અસર ભારતીય શેરબજારમાં
પણ જોવા મળી હતી. ટેરિફ વોરમાં ભારત પર ભીંસ વધવા લાગી હોઈ સરકારે અમેરિકા સાથે
સિક્રેટ ટ્રેડ ડિલ કરીને ટેરિફમાં અપેક્ષાથી વધુ ઘટાડો કરવા સંમતિ આપી દીધાની
ચર્ચા વચ્ચે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે
ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
ટ્રમ્પના
ટેરિફ વોરના પરિણામે નિકાસો પર નિર્ભર દેશોની હાલત કફોડી થવાના એંધાણમાં ચાઈનામાં
ફુગાવો શૂન્યની અંદર આવી જવા સાથે ડિફલેશનની વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહ્યાના અને
ભારત પર ટેરિફ લાદવાનું સતત દબાણ સામે ભારતે ટેરિફમાં ઘટાડો કરવા તૈયારી બતાવ્યાના
નિર્દેશોએ આજે ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની
વાત કરીએ તો, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં વધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના
ભાવમાં બે તરફી વધઘટ જોવા મળી હતી.
બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૨% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦%
ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ
પર આઈટી, ફોકસ્ડ આઈટી, બેન્કેકસ, એફએમસીજી, યુટિલિટીઝ, ઓટો, ટેક અને ઇન્ડસ્ટ્રીયલ્સ
શેરોમાં વેચવાલી જોવા મળી હતી,
જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૦૬ અને વધનારની સંખ્યા ૧૪૬૬ રહી હતી,
૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન
હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ
સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં સન ફાર્મા ૨.૬૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૪૯%, ભારતી એરટેલ ૧.૯૩%,
એચસીએલ ટેક ૧.૨૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૪%, કોટક બેન્ક ૦.૬૮%, ટાઈટન લિ. ૦.૫૯%,
નેસ્લે ઇન્ડિયા ૦.૨૩% અને ટેક મહિન્દ્રા ૦.૦૧% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૨૭.૧૭%,
ઈન્ફોસીસ લિ. ૨.૪૮%, બજાજ ફિનસર્વ ૧.૮૧%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૭૭%, પાવર
ગ્રીડ કોર્પ. ૧.૪૯%, એક્સીસ બેન્ક ૦.૯૮%, અદાણી પોર્ટસ ૦.૫૬%, એચડીએફસી બેન્ક ૦.૧૨%
ટાટા સ્ટીલ ૦.૦૭%, બજાજ ફાઈનાન્સ ૦.૦૨% અને ટાટા મોટર્સ ૦.૦૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ટ્રમ્પે વિશ્વભરના દેશો સામે આક્રમક ટેરિફ યુદ્ધ છેડ્યું છે. અમેરિકાના વહીવટી ખર્ચમાં કાપ મૂકવા માટે કર્મચારીઓની આડેધડ છટણી કરાઈ રહી છે. આ બધાં કારણોને લીધે અમેરિકામાં આર્થિક અનિશ્ચિતતાઓનો માહોલ સર્જાયો છે. પરિણામે રોકાણકારો યુએસ ટ્રેઝરી બોન્ડ્સ જેવી સુરક્ષિત અસ્કયામતો તરફ વળી ગયા છે. અમેરિકન બજારમાં કડાકો બોલતાં એની પ્રતિકૂળ અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી હતી છે અને ટ્રમ્પની નીતિઓના કારણે ટૂંકા ગાળાની મંદી આવી શકે છે. નિષ્ણાત અર્થશાસ્ત્રીઓના મતે, ટ્રમ્પની નીતિઓને લીધે અમેરિકાનો આર્થિક વિકાસ રૂંધાશે. વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં અમેરિકાનો આર્થિક વિકાસ અંદાજિત ૨.૨% રહેવાની અપેક્ષા હતી તે હવે ઘટીને ૧.૭% થઈ ગઈ છે. ગગડતાં માર્કેટોને સ્થિર કરવા માટે ટ્રમ્પ પોતાની નીતિઓમાં કંઈક હકારાત્મક બદલાવ લાવશે એવી સૌને અપેક્ષા છે ત્યારે આગામી દિવસોમાં અમેરિકન પ્રમુખના નિર્ણયો અને નીતિઓ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in