રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૩.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની
શરૂઆતે બીએસઇ
સેન્સેક્સ આગલા બંધ ૭૪૩૪૦ સામે ૭૪૩૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૦૩૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા
મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૪૮ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭ પોઈન્ટના
ઘટાડા સાથે ૭૪૩૩૨ પોઈન્ટ
બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૨૦ સામે
૨૨૫૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૫૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી
દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…
સરેરાશ ૧૬૫ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૬૪૭
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક
પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આક્રમક ટેરિફ નીતિ સામે વિરોધ શરૂ થતાં મેક્સિકો
અને કેનેડાની ઓટો આયાત પર ટેરિફને એક મહિના મુલત્તવી રાખવાનો નિર્ણય લેતાં અને
બીજી તરફ ચાઈના તેના અર્થતંત્રને ટેરિફ વોર સામે સુસજ્જ કરવા તૈયારી કરી રહ્યાની
પોઝિટીવ અસરે આજે ફંડો, મહારથીઓ, ઓપરેટરોએ શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી કરી હતી.
ટ્રમ્પ ભારત સામે હજુ આક્રમક વલણ કાયમ રાખીને કૃષિ સિવાયની તમામ ચીજો પર ભારત
શૂન્ય આયાત ડયુટી લાગુ કરે એવો આગ્રહ રાખતાં હજુ અનિશ્ચિતતા છતાં વૈશ્વિક મોરચે
અમેરિકા ટેરિફને લઈ એકલું પડવા લાગ્યાના સંકેતે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં
ઉછાળો જોવા મળ્યો હતો, જો કે દરેક ઉછાળે સાવચેતી નોંધાતા ભારતીય શેરબજાર સામાન્ય
ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી
માર્કેટની વાત કરીએ તો, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં વધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના
ભાવમાં બે તરફી વધઘટ જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૦% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ
પર ઇન્ડસ્ટ્રીયલ, કોમોડિટીઝ, એનર્જી, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓટો, ટેલિકોમ્યુનિકેશન
અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૮ અને વધનારની સંખ્યા ૨૫૧૨ રહી હતી,
૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન
હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ
સામે ૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૧૮%, નેસ્લે ઇન્ડિયા ૧.૬૨%, ટાટા સ્ટીલ
૧.૩૬%, અદાણી પોર્ટ ૦.૮૧%, ટાટા સ્ટીલ ૦.૮૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૭%, કોટક
બેન્ક ૦.૬૭%, એકસિસ બેન્ક ૦.૪૯% અને ટીસીએસ લી. ૦.૩૨% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ.
૩.૮૨%, ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૫૩%, એનટીપીસી લી. ૨.૪૯%, ઇન્ફોસિસ લી. ૧.૬૦%, એચસીએલ
ટેકનોલોજી ૧.૫૫%, ટાઈટન કંપની ૧.૨૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૨૪%, હિન્દુસ્તાન
યુનીલીવર ૦.૭૧% અને ટેક મહિન્દ્ર ૦.૬૪% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચીનના
શેરબજારો ફરી સક્રિય બનવા લાગતા અને ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની જંગી
વેચવાલીથી માર્કેટ કેપમાં એક ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું છે. વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨૦૧૮થી સરેરાશ ૨.૯૯% રહ્યો છે.
ગયા વર્ષના સપ્ટેમ્બરથી એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેકસ ૧૮% જેટલો ઘટી ગયો છે જ્યારે એમએસસીઆઈ વર્લ્ડ ઈન્ડેકસ મોટેભાગે
યથાવત છે.
ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જ્યારે
ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીને પગલે બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગના તફાવત ઘટી ગયો છે. ડિસેમ્બર ત્રિમાસિકના અંતે
એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનું અંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું.
એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૧૭.૨૩% સાથે ૧૨ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી ૧૬.૯૦% પહોંચી ગયું હતું. આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર ૦.૩૩% તફાવત રહ્યો હતો જે ૨૦૧૫ના માર્ચ ત્રિમાસિકમાં ૧૦.૩૦% જેટલુ ઊંચુ હતું. વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે ભારતીય ઈક્વિટીસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેની અસર એકંદર માર્કેટ કેપ પર જોવા મળી રહી છે. ત્યારે અગામી દિવસોમાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.