February 21, 2025

+91 99390 80808

February 21, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૨૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૨૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૨.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૯૩૯ સામે ૭૫૬૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૪૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૩૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫૭૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૬૪ સામે ૨૨૮૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૮૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૧૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૯૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

અમેરિકાભારત વચ્ચે બિઝનેસ ડિલના પરિણામે ભારત પર ટેરિફનો બોજ ઓછો રહેવાની શકયતાએ અને મોર્ગન સ્ટેનલી, સિટી રિસર્ચ સહિતે ભારત માટે પોઝિટીવ આઉટલૂક આપતાં ભારતીય શેરબજારમાં આજે આરંભમાં ફંડો સેન્સેક્સ, નિફટી બેઝડ બેંકિંગ શેરોની આગેવાનીએ તેજીમાં આવ્યા હતા. પરંતુ વધ્યામથાળેથી ફરી સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ સુધારો અંતે ધોવાયો હતો. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું વ્યાપક વેલ્યુબાઈંગ રહેતાં સેન્ટીમેન્ટ સુધરવાની આશા બંધાઈ હતી. ઉપરાંત, અમેરિકામાં ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સડ્રગ, ચીપની આયાત પર ૨૫% સુધી ટેરિફ લાદવાના અને આ માટે નિર્ણય બીજી એપ્રિલના લેવાઈ શકે છે એવા ટ્રમ્પના સંકેતે આજે ફરી વૈશ્વિક બજારોમાં તેજીને બ્રેક લાગી સાવચેતી જોવાઈ હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં વધારો થતા ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો. જયારે વૈશ્વિક સ્તરે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેકસ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ફોકસ્ડ આઈટી અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૭૩ અને વધનારની સંખ્યા ૨૬૬૯ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી લી. ૩.૩૨%, મહિન્દ્રા & મહિન્દ્રા ૩.૦૧%, અદાણી પોર્ટ ૨.૮૫%, ટાટા સ્ટીલ ૧.૫૮%, ટાટા મોટર્સ ૧.૩૩%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૧૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૦૧%, ઈન્ફોસીસ લી. ૦.૭૦% અને એશિયન પેઈન્ટ ૦.૫૫% વધ્યા હતા, જયારે એચડીએફસી બેન્ક ૨.૩૫%, મારુતિ સુઝુકી ૧.૮૧%, ટેક મહિન્દ્ર ૧.૬૯%, એચસીએલ ટેકનોલોજી ૧.૬૯%, આઈટીસી લી. ૧.૦૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૯%, કોટક બેન્ક ૦.૭૩%, બજાજ ફાઈનાન્સ ૦.૭૧% અને સન ફાર્મા ૦.૪૧% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્માસ્યૂટિકલ્સ તથા સેમીકન્ડકટર આયાત પર પ્રારંભમાં ૨૫% ડયૂટી લાગુ કરી પછી તેને તબક્કાવાર વધારવાનો ઈરાદો વ્યકત કર્યો છે. ટ્રમ્પ આ ટેરિફ લાગુ કરશે તો, ભારતમાં સૌથી વધુ માઠી અસર ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ-ઉદ્યોગ પર પડવાની દહેશત છે. ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ દ્વારા તેની કુલ નિકાસના ૩૮%થી વધુ દવાઓની નિકાસ અમેરિકામાં થાય છે. ભારતની એવી કેટલીક મોટી ફાર્મા કંપનીઓ છે, જે તેમની મોટી નિકાસ અમેરિકામાં કરીને આવક મેળવે છે. ટ્રમ્પ તેનો આક્રમક મિજાજ બતાવતા રહી હવે ટેરિફનો હાઉ બતાવતા રહી સતત વિશ્વના ઘણા દેશોને ડિલ ટેબલ પર આવવા મજબૂર કરી રહ્યા છે. અમેરિકામાં ફાર્મા આયાત પર જો ૨૫% રેસિપ્રોકલ ડયૂટી લાગુ કરાશે તો તેનાથી ભારતના ફાર્મા ઉદ્યોગને ફટકો પડી શકે છે.

ભારતના મોટાભાગના જેનેરિક દવા ઉત્પાદકો અમેરિકાને પોતાની સૌથી મોટી બજાર ગણાવી રહ્યા છે. નાણાં વર્ષ ૨૦૨૪માં અમેરિકામાં ભારતની ફાર્મા નિકાસનો આંક ૮.૭૦ અબજ ડોલર અથવા તો ફાર્માની કુલ નિકાસના ૩૧% જેટલી રહી હતી. અમેરિકાની બજારમાં ભારતના જેનેરિક દવાના નિકાસકારો ખર્ચાળ દવાનો સસ્તો વિકલ્પ પૂરો પાડે છે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૨માં અમેરિકામાં લખાયેલા જેનેરિક પ્રીસ્ક્રિપ્સનમાંથી ૫૦% જેટલા પ્રીસ્ક્રિપ્સન ભારત દ્વારા પૂરા પડાયા હતા અને આને કારણે અમેરિકાની આરોગ્યસંભાળ પદ્ધતિમાં ૪૦૮ અબજ ડોલરની બચત થવા પામી હતી.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

OIL INDIA LTD

COAL INDIA

JUPITER WAGONS

MOIL LTD

GRASIM IND.

error: Content is protected !!