રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની
શરૂઆતે બીએસઇ
સેન્સેક્સ આગલા બંધ ૭૫૯૯૬ સામે ૭૬૦૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૫૩૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા
મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૦ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯ પોઈન્ટના
ઘટાડા સાથે ૭૫૯૬૭ પોઈન્ટ
બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૦૨૬
સામે ૨૩૦૨૯ પોઈન્ટના મથાળેથી
ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૮૩૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ
જોવા મળ્યો…સરેરાશ ૧૯૧ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૯૭૨ પોઈન્ટ
બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ આતંકથી ત્રસ્ત
વિશ્વના ઘણા દેશો અમેરિકાના વેપાર યુદ્વમાં હંફાવવા તૈયારી કરી રહ્યાના અહેવાલ અને
બીજી બાજુ ટ્રમ્પ ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધો મૂકવાની વાત કરતાં અને ટેરિફની
આડમાં ભારત સહિતને ક્રુડ ઓઈલની મોટી ખરીદી કરવા મજબૂર કરતી ડિલ કરાવી રહ્યા હોઈ
અને ૧, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાનો ડર બેસાડી ડિલ ટેબલ પર આવવા મજબૂર
કરાવી રહ્યા હોઈ વૈશ્વિક બજારમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો
હતો.
બીજી તરફ સ્થાનિક સ્તરે ફુગાવો ઘટતાં આરબીઆઇ તેની એપ્રિલ મોનેટરી પોલિસી
બેઠકમાં વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ પરિબળોને ધ્યાનમાં રાખતાં એપ્રિલના અંત સુધી માર્કેટમાં
ફરી પાછી તેજી જોવા મળવાનો આશાવાદ મળી રહ્યો છે. કરન્સી
માર્કેટની વાત કરીએ તો, ડોલર સામે રૂપિયાના ભાવમાં બેતરફી અફડાતફડી જોવા મળી હતી. ડોલરના
ભાવ આરંભમાં ઝછડપી નીચા ઉતર્યા પછી ફરી ઉછાળો જોવા મળ્યો હતો અને ડોલર સામે રૂપિયા
નબળો પડ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવ
મજબૂત રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯%
અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટીલીટી, ફોકસ્ડ આઈટી, ઓઈલ એન્ડ ગેસ,
પાવર, આઈટી, એનર્જી, ટેક અને મેટલ શેરોમાં લેવાલી
જોવા મળી હતી,
જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની
સંખ્યા ૨૯૧૮ અને વધનારની સંખ્યા
૧૦૩૨ રહી હતી,
૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન
હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ
સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી લી. ૨.૯૪%, ટેક
મહિન્દ્રા ૨.૩૮%, ઝોમેટો લિ. ૨.૧૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૩૭%, કોટક બેન્ક ૦.૯૮%,
એચસીએલ ટેકનોલોજી ૦.૮૫%, ઇન્ફોસિસ લી. ૦.૪૮, બજાજ ફાઈનાન્સ ૦.૪૨ અને એચડીએફસી બેન્ક
૦.૩૧% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૩૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૦%,
મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૪૮%, હિન્દુસ્તાન યૂનિલિવર ૧.૪૨%, ટીસીએસ લી. ૦.૮૭%, સન
ફાર્મા ૦.૮૪%, આઈટીસી ૦.૮૧%, ટાટા મોટર્સ ૦.૭૧% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૬૮% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્ષ ૨૦૨૪ના ઓકટોબર માસથી ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચાલુ
થયેલી વેચવાલી ૨૦૨૫માં પણ ચાલુ રહી છે એટલું જ નહીં ભારતમાંથી રોકાણ પાછા ખેંચીને
વિદેશી રોકાણકારો ચીનની બજારમાં નાણાં ઠાલવી રહ્યાનું જોવા મળી રહ્યું છે. ગયા
વર્ષના ઓકટોબરથી અત્યારસુધીમાં ભારતીય ઈક્વિટી કેસમાં વિદેશી રોકાણકારોની રૂ.૨,૯૩,૯૫૫ કરોડની નેટ
વેચવાલી આવી છે. ભારતીય બજારોમાં એફઆઈઆઈની જંગી વેચવાલી જોવા મળી રહી છે ત્યારે
બીજી બાજુ પોતાના અર્થતંત્રને બેઠું કરવા ચીન સરકાર સતત સ્ટીમ્યુલ્સ જાહેર કરી રહી
છે.
ચીનના શેરબજારોમાં સ્ટોકસ હાલમાં મધ્યમથી લાંબા ગાળાનો
રોકાણની દ્રષ્ટિએ આકર્ષક મૂલ્યાંકને પ્રાપ્ત થઈ રહ્યા છે. કેટલાક હેજ ફન્ડો અને
ઊંચા જોખમ લેવાના વ્યૂહ ધરાવતા ફન્ડોના નાણાં ચીન તરફ વળી રહ્યા હોવાનો રિપોર્ટમાં
દાવો કરાયો છે. વર્ષ ૨૦૨૫ના કેલેન્ડર વર્ષમાં
અત્યારસુધી એમએસસીઆઈ ઈન્ડિયા તથા એમએસસીઆઈ ચીન ઈન્ડેકસ અન્ય મોટા વૈશ્વિક શેરબજારો
જેમ કે, યુકે, જાપાન, દક્ષિણ કોરિઆ, ફ્રાન્સની સરખામણીએ નબળા જોવા મળી રહ્યા છે. થાઈલેન્ડને
બાદ કરતા દરેક મુખ્ય ઊભરતી બજારોમાં એફઆઈઆઈનો નાણાં પ્રવાહ વર્તમાન મહિનામાં
નેગેટિવ રહ્યો છે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in