February 20, 2025

+91 99390 80808

February 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૨.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૧૩૮ સામે ૭૬૩૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૪૩૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૧૦૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫૯૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૧૦૭ સામે ૨૩૧૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૮૪૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૩૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૯૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય શેરબજાર સતત આઠમા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેતો ના જણાતા તેમજ રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વધતા આજે સપ્તાહના અંતિમ દિવસે સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટાપાયે અફડાતફડી જોવા મળી હતી અને સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સમાં ૩%થી વધુનો ઘટાડો નોંધાયો હતો.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજીત ૭.૨૬ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત, સ્થાનિક સ્તરે પણ નબળા ત્રિમાસિક પરિણામોની અસર શેરબજારમાં જોવા મળી છે.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફુગાવો વધીને આવતા વ્યાજ દરમાં કપાત લંબાઈ જવાની ધારણાં તથા ટ્રમ્પ દ્વારા છેડાયેલી ટ્રેડ વોર વચ્ચે વૈશ્વિક સ્તરે હાલમાં ઊભી થયેલી આર્થિક અનિશ્ચિતતાને પગલે ડોલર સામે રૂપિયામાં નરમાઈ જોવાઈ હતી, જયારે ક્રુડ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૫૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૨૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૩૨૦ અને વધનારની સંખ્યા ૬૮૧ રહી હતી, ૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ નેસલે ઈન્ડિયા ૦.૯૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૦%, ઇન્ફોસિસ ૦.૭૧%, ટીસીએસ ૦.૬૦%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૯%, ભારતી એરટેલ ૦.૨૦%, આઈટીસી લી. ૦.૧૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૦૬% અને મારુતિ સુઝુકી ૦.૦૧% વધ્યા હતા, જયારે અદાણી પોર્ટ ૪.૨૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૪૭%, સન ફાર્મા ૨.૪૦%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૨૧%, એનટીપીસી લી. ૨.૧૮%, ટાટા સ્ટીલ ૧.૩૨%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૨૬%, એકસિસ બેન્ક ૧.૧૪%, ટેક મહિન્દ્ર ૧.૦૧% અને કોટક બેન્ક ૦.૯૯ ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ડિસેમ્બર ૨૦૨૪ના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અપેક્ષિત મુજબ નહીં રહેતાં શેરોમાં વેચવાલી વધતી જોવાઈ છે. નિફટી ૫૦ના ૩૫ શેરો લાંબાગાળાની મુવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. નિફટી મિડ કેપ ૧૫૦ ઈન્ડેક્સના ૧૫૦ પૈકી ૧૧૮ શેરો અને નિફટી સ્મોલ કેપ ૨૫૦ ઈન્ડેક્સના ૨૫૦ શેરો પૈકી ૨૦૪ શેરો ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ નીચે ટ્રેડ થઈ રહ્યા છે. ત્યારે હવે વૈશ્વિક પરિબળો વધુ નેગેટીવ બનવાના સંજોગોમાં વેલ્યુએશન મામલે હજુ સ્મોલ, મિડ કેપ શેરોમાં શેરોમાં હજુ ઘટાડાની શકયતા મૂકાઈ રહી છે.

નિફટી ૫૦૦ શેરો પૈકી દરેક પાંચ શેરમાંથી એક શેરનો ભાવ ૨૭, સપ્ટેમ્બર ૨૦૨૪ના લેવલથી ૩૦%થી વધુ ઘટી આવ્યો છે. એ સમયે નિફટી ૫૦ ઈન્ડેક્સ ૨૬૨૭૭ની સપાટીએ હતો. ત્યારથી અત્યાર સુધીમાં નિફટીમાં ૧૨%નો ઘટાડો નોંધાયો છે. જ્યારે નિફટી મિડકેપ ૧૫૦માં ૧૫.૮%, નિફટી સ્મોલ કેપ ૨૫૦ ઈન્ડેક્સમાં ૧૭.૬% અને નિફટી ૫૦૦ ઈન્ડેક્સમાં ૧૪.૫% ઘટાડો નોંધાયો છે. ટેરિફ યુદ્વ સાથે અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ સહિતના અન્ય વૈશ્વિક પરિબળો જો હજુ પડકારરૂપ બનશે, તો શેરોમાં વધુ ઘટાડો જોવાઈ શકે છે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!