February 14, 2025

+91 99390 80808

February 14, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે...!!

નિફટી ફ્યુચર ૨૩૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે…!!

  • રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૨.૨૦૨૫ ના રોજ

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૧૭૧ સામે ૭૬૨૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૦૧૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૭૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૧૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૧૨૩ સામે ૨૩૧૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૦૬૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૨૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૧૦૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

    ગુરુવારે ભારતીય શેરબજારમાં શરૂઆત સાધારણ બે-તરફી વધઘટ સાથે ઘટાડો જોવાયો બાદ નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સ્થાનિક સ્તરે ફુગાવાના ડેટાના કારણે વ્યાજના દરો વધુ ઘટવાની શક્યતા સાથે રોકાણકારો હવે ધીમા ધોરણે ખરીદી વધારી રહ્યા છે. અમેરિકામાં ફુગાવાની ચિંતા, ત્રીજા ક્વાર્ટરના નિરાશાજનક પરિણામો, યુએસ ટેરિફ તણાવમાં વધારો અને સતત FII આઉટફ્લો વચ્ચે બેન્ચમાર્ક સતત છ સેશનથી ઘટાડા તરફી રહ્યા હતા.  શેરબજારમાં મોટાપાયે વોલેટિલિટી જોવા મળી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પસંદગીના શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થયા છતાં  સાવચેતીમાં ઘણા શેરોમાં રિટેલ ઈન્વેસ્ટરો વેચવાલ રહેતાં માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહી હતી.

     

    વૈશ્વિક પરિબળો સાથે ઘર આંગણે કંપનીઓના નબળા પરિણામો વચ્ચે સ્મોલ, મિડ કેપ શેરોના વેલ્યુએશન મામલે પણ નિષ્ણાંતો સવાલ ઉઠાવવા લાગતાં આજે સતત બીજા દિવસે પણ શેરોમાં ધબડકો બોલાઈ જતાં બે દિવસમાં રોકાણકારોની સંપતિનું રૂ.૧૫.૪૧ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું.  પાંચ દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે સંપત્તિમાં રૂ. ૧૬.૯૭ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું છે. વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે શરૂઆત સાધારણ બેતરફી વધઘટ સાથે થયા બાદ ખાસ ઘટાડો જોવાયો નહોતો. પરંતુ રિઝર્વ બેંકના ફોરેક્સ માર્કેટમાં રૂપિયાનું પતન અટકાવવા મેગા ઓપરેશનના અહેવાલ વચ્ચે છેલ્લા કલાકોમાં એકાએક સેન્સેક્સ, નિફટી બેઝડ પેનીક સેલિંગ થયું હતું. રિઝર્વ બેંકના જંગી ડોલર વેચાણ સામે તેજીમાં રહેલા ખેલાડીઓની પણ ડોલરમાં પેનીક વેચવાલી નીકળી હોવાનું અને આ વર્ગ નુકશાની કવર કરવા શેરોમાં મોટાપાયે વેચવાલ બન્યો હોવાની ચર્ચા હતી. બીજી તરફ કાચામાલની મોટી આયાત પર નિર્ભર કંપનીઓએ ડોલરોની મોટી ખરીદી કર્યાની અને સામે ફંડોએ કંપનીઓની આયાત મોંઘી બનતાં કામગીરી કથળવાની ધારણા વચ્ચે શેરોમાં મોટું સેલિંગ કર્યું હતું.

     

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૯૧ અને વધનારની સંખ્યા ૧૮૫૫ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મુથૂટ ફાઈનાન્સ ૬.૪૩%,એસબીઆઈ કાર્ડ્સ ૫.૫૮%,ગોદરેજ પ્રોપ ૪.૯૦%,ઇપ્કા લેબ ૪.૬૦%,ઓરબિંદો ફાર્મા ૩.૩૧%,સન ફાર્મા ૨.૮૨,સિપ્લા ૧.૮૩ % વધ્યા હતા, જયારે અદાણી એન્ટર. ૪.૪૧%,વોલ્ટાસ ૩.૪૦%,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૧.૯૧%,અદાણી પોર્ટસ ૧.૮૧%,બાટા ઇન્ડિયા ૧.૬૦%,ટાટા કેમિકલ્સ ૧.૩૬% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ટ્રમ્પના વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલવાના ખોફ અને બીજી તરફ અમેરિકી ડોલર સામે રૂપિયાના પતનને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ફોરેકસ માર્કેટમાં દરમિયાનગીરી કરી જંગી ડોલર વેચવાના ઓપરેશને બે દિવસ શેરોમાં મોટો કડાકો બોલાઈ ગયા બાદ રિઝર્વ બેંકે સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા રૂ..૫ લાખ કરોડ ઠાલવવાનું જાહેર કરતાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની શરૂ થયેલી મુલાકાતમાં પોઝિટીવ અપેક્ષાએ શેરોમાં ઉડાઉડ અટકી હતી. ફંડોએ ઈન્ડેક્સ બેઝડ ઘટાડે મોટું શોર્ટ કવરિંગ કરતાં ઝડપી રિકવરી જોવાઈ હતી. અલબત હજુ ઈન્વેસ્ટરો, ફંડોમાં વૈશ્વિક ટ્રેડ વોર કેવો વળાંક લેશે એ બાબતે અનિશ્ચિતતાને લઈ નવી મોટી ખરીદીથી દૂર રહી સાવચેત રહેતાં બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું.

    મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જાન્યુઆરી ૨૦૨૫ મહિનામાં શેર બજારોમાં વોલેટીલિટી વચ્ચે ઈક્વિટી ફંડોમાં રોકાણ ૩.૬% ઘટીને રૂ.૩૯,૬૮૮ કરોડ નોંધાયું હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના જાન્યુઆરીના આજે જાહેર થયેલા આંકડામાં દર્શાવાયું છે. જેમાં ઓપનએન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ ડિસેમ્બરની તુલનાએ ૧૪.૫% વધીને રૂ.૪૧,૧૫૫.૯૧ કરોડ નોંધાયો છે. જાન્યુઆરીમાં ઓપનએન્ડેડ ઈક્વિટી ફંડોમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ સતત ૪૭માં મહિને પોઝિટીવ રહ્યો છે. બીએસઈ સેન્સેક્સમાં ૧.૨૮ ટકાના ઘટાડા અને નિફટી ૫૦ ઈન્ડેક્સમાં ૦.૯૯%ના ઘટાડાના કારણે શેર બજારોમાં ઘટાડાના કારણે ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહમાં નજીવો ઘટાડો નોંધાયો છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ ડિસેમ્બરના રૂ.૬૬.૯૩ લાખ કરોડની તુલનાએ જાન્યુઆરી ૨૦૨૫માં વધીને રૂ.૬૭.૨૫ લાખ કરોડ થઈ છે.

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

Most Popular

M & M

MUTHOOT FIN.

ACC LTD

SUN PHARMA

error: Content is protected !!