February 7, 2025

+91 99390 80808

February 7, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૬.૦૨.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૨૭૧ સામે ૭૮૫૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૮૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૦૫૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૭૨ સામે ૨૩૮૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૬૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૮૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્વમાં ગીવ એન્ડ ટેકનો વ્યુહ અખત્યાર કરીને મેક્સિકો, કેનેડા પર ટેરિફ એક મહિના મોકૂફ રાખ્યા સામે ચાઈના પરની ભીંસ ચાલુ રાખતાં ચાઈનાએ પણ અમેરિકા પર ટેરિફ લાગુ કરીને યુ.એસ. વિરૂધ્ધ ચાઈના વૈશ્વિક યુદ્વના મંડાણ થવાના સ્પષ્ટ સંકેત વચ્ચે એડવાન્ટેજ ભારત બની રહેવાના પોઝિટીવ પરિબળે સપ્તાહના આરંભમાં મજબૂતી બાદ આજે સતત બીજા દિવસે તેજીને વિરામ આપવામાં આવ્યો હતો. ચાઈનાને ચેકમેટ કરવા  અમેરિકા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન મોટી બિઝનેસ ડિલ કરે એવી જોવાતી શકયતા સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષાને લઈ ૭, ફેબ્રુઆરીના ૦.૨૫% વ્યાજ દર ઘટાડો અપેક્ષિત હોઈ ત્યારે દરેક ઉછાળે સાવચેતી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ટ્રમ્પના આગમન પછી ટ્રેડવોર સહિતની વિવિધ અનિશ્ચિતતાઓ સર્જાતાં ડૉલર સામે રૂપિયો વધુ તૂટી ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, હેલ્થકેર, સર્વિસ અને બેંકેકસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૦ અને વધનારની સંખ્યા ૧૯૦૮ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ ૧.૭૨%, ઇન્ફોસિસ લી. ૦.૯૪%, એકસિસ બેન્ક ૦.૭૧%, એચસીએલ ટેકનોલોજી ૦.૬૦%, ટેક મહિન્દ્ર ૦.૫૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૪૫%, એચડીએફસી બેન્ક ૦.૪૧%, આઈસીઆઈસીબેન્ક ૦.૩૭%, કોટક બેન્ક ૦.૩૦% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૭% વધ્યા હતા, જયારે ભારતી એરટેલ ૨.૪૭%, ટાઈટન કંપની ૨.૨૮%, એનટીપીસી લી. ૨.૧૩%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૭૯%, આઈટીસી લી. ૧.૫૩%, ટાટા સ્ટીલ ૧.૩૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૩૭%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૨૦%, ટાટા મોટર્સ ૧.૦૭% અને ઝોમેટો લિ. ૦.૯૫% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, બજેટમાં રાજકોષીય શિસ્ત જાળવીને વપરાશ વધારવાના પગલાંની જાહેરાત કર્યા બાદ હવે અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવાનો કેન્દ્રીય બેંકનો વારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ૬ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી ૭ ફેબ્રુઆરીએ લગભગ ૫ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. મોનેટરી પોલિસી કમિટીએ મે ૨૦૨૨ અને ફેબ્રુઆરી ૨૦૨૩ વચ્ચે રેપો રેટમાં ૨૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યા પછી, સતત ૧૧ મીટિંગમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન મે ૨૦૨૦માં રેપો રેટમાં છેલ્લે ઘટાડો કરવામાં આવ્યો હતો. બજેટમાં વિકાસ દરમાં નરમાઈ, ફુગાવામાં ઘટાડાની અપેક્ષા અને રાજકોષીય કાર્યક્ષમતાને કારણે દરમાં ઘટાડો થવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર ઘટીને ૫.૪% થયો હતો, જે સાત ક્વાર્ટરમાં સૌથી નીચો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં છૂટક ફુગાવો સરેરાશ ૪% રહી શકે છે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ૪.૫%થી નીચે રહી શકે છે. સામાન્ય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોની તિજોરી પર વધુ અસર નહીં થાય, જે હકારાત્મક છે. ડિસેમ્બર માસમાં, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ અગાઉના ૭.૨%થી ઘટાડીને ૬.૬% કર્યો હતો, જ્યારે ફુગાવાનો અંદાજ ૪.૫%થી વધારીને ૪.૮% કર્યો હતો.

Most Popular

error: Content is protected !!