રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૯૦૧ સામે ૭૬૧૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૫૯૭૫
પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં
તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૨૩ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૧ પોઈન્ટના
ઉછાળા સાથે ૭૬૫૩૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૭૭ સામે ૨૩૦૩૪
પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૯૬૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૧૪૮
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાઈનાના સ્ટાર્ટઅપ દ્વારા અત્યંત સસ્તું ડીપસીક એઆઈ એન્જિન લોન્ચ કરી
વૈશ્વિક બજારોમાં ખાસ અમેરિકી શેરબજારમાં નાસ્દાકમાં ઐતિહાસિક કડાકો બોલાવી દીધા
બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આકરાં ટેરિફની ધમકી ઉચ્ચારતાં ચાઈના
સહિતના એશીયાના બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેરબજારોમાં આજે સતત બીજા દિવસે
ઉછાળો નોંધાયો હતો. બજારમાં મોટું કરેકશન જાણે કે પૂરું થયું હોય એમ આજે સ્મોલ, મિડ
કેપ શેરોમાં ઘટાડે મોટું વેલ્યુબાઈંગ જોવા મળ્યું હતું, જો કે સેન્સેક્સ, નિફટી
બેઝડ મોટા આરંભિક ઉછાળા બાદ ઉછાળે સામાન્ય પ્રોફિટ બુકિંગ જોવાયું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ, વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ
યીલ્ડ વધતાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો,
જો કે ઘટાડો મર્યાદિત રહ્યો હતો. જયારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ક્રૂડ
ઉત્પાદક દેશોએ ભાવ ઘટાડવા જોઈએ એવું નિવેદન કરતાં વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં
ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૫૪% અને
સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ
તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ
સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૧૧ અને વધનારની સંખ્યા ૨૯૭૮
રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૬.૭૯%, ટાટા મોટર્સ ૩.૨૯%, ઇન્ફોસિસ લી. ૨.૮૩%, અલ્ટ્રાટેક
સિમેન્ટ ૨.૩૮%, ટેક મહિન્દ્ર ૨.૩૧%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૦૩%, બજાજ
ફાઈનાન્સ ૨.૦૨%, અદાણી પોર્ટ ૧.૮૮%, સન ફાર્મા ૧.૮૧%, કોટક બેન્ક ૧.૭૯%, ટાટા
સ્ટીલ ૧.૬૩% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૫૫% વધ્યા હતા, જયારે
આઈટીસી
હોટેલ્સ ૫.૦૦%, ભારતી એરટેલ ૧.૧૯%, મારુતિ સુઝુકી ૧.૧૮%, એશિયન પેઈન્ટ ૦.૮૭%, આઈટીસી
લિ. ૦.૫૫%, એકસિસ બેન્ક ૦.૦૮% અને હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૦૬% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો,
વર્તમાન વર્ષના જાન્યુઆરી માસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીસમાં
અત્યારસુધી અંદાજીત ૭.૮૦ અબજ ડોલરની નેટ વેચવાલી આવી છે જે અત્યારસુધીના જાન્યુઆરી
માસની સૌથી મોટી વેચવાલી છે. એટલું જ નહીં આ અગાઉ ૨૦૨૪ના ઓકટોબરમાં વિદેશી
રોકાણકારો ૧૧.૨૦ અબજ ડોલરના નેટ વેચવાલ રહ્યા હતા. આ ઉપરાંત માર્ચ ૨૦૨૦માં એફઆઈઆઈએ
૮.૪૦ અબજ ડોલરની નેટ વેચવાલી કરી હતી. વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોનું નાણાંકીય
સેવા ક્ષેત્રના સ્ટોકસમાં અંદાજીત ૧.૪૦ અબજ ડોલર, કન્ઝયૂમર સર્વિસીસમાં ૪૦.૫૦ કરોડ
ડોલર, વીજ ક્ષેત્રમાં ૩૬ કરોડ ડોલર જ્યારે કેપિટલ ગુડસ ક્ષેત્રના ૩૦.૩૦ કરોડના
મૂલ્યના શેરોની વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી છે. આઈટી, ઓટો તથા બાંધકામ ક્ષેત્રમાં
૨૦ કરોડ ડોલરથી વધુની ઈક્વિટીસ ઓફ્ફલોડ કરાઈ હોવાનું ડેટા જણાવે છે.
બેન્ચમાર્ક
ઈન્ડાઈસિસની વાત કરીએ તો સેન્સેકસ તથા નિફટીમાં અત્યારસુધી ૩.૫૦% જેટલો ઘટાડો જોવા
મળ્યો છે જે ૨૦૧૭ બાદ સૌથી મોટો માસિક ઘટાડો હોવાનું ડેટા પરથી જણાય છે. ભૌગોલિકરાજકીય
અશાંતિ, વૈશ્વિક આર્થિક મંદી, ઊંચા વ્યાજ દરો, કોર્પોરેટના નબળા પરિણામોને કારણે
વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે. જયારે હવે વૈશ્વિક
મોરચે ટ્રમ્પની સખત નીતિની પણ ભારતીય શેરબજાર પર અસર જોવા મળી શકે છે તેથી અગામી
દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in