રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની
શરૂઆતે બીએસઇ
સેન્સેક્સ આગલા બંધ ૭૬૫૨૦ સામે ૭૬૪૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૦૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા
મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૯૪ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૯ પોઈન્ટના
ઘટાડા સાથે ૭૬૧૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૨૬૩
સામે ૨૩૨૭૫ પોઈન્ટના મથાળેથી
ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૦૭૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ
જોવા મળ્યો…સરેરાશ ૩૦૩ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૧૧૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે અમેરિકામાં ટ્રમ્પના ટેરિફ યુદ્વનો વંટોળ
શાંત થવા લાગતાં અને કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર અંતના ત્રિમાસિક પરિણામો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી
કંપનીઓમાં કોફોર્જ સહિતના એકંદર સારા આવતાં અને અમેરિકામાં ટ્રમ્પ શાસનમાં
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુપર પાવર બનાવવાના લક્ષ્યને જોતાં ભારતીય આઈટી ઉદ્યોગને
ફાયદો થવાની અપેક્ષાએ આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં તેજી રહી હતી. આઈટી
શેરો સાથે એફએમસીજી ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણે સેન્સેક્સ, નિફટી બેઝડ સુધારો આગળ વધ્યો હતો.
આ સાથે ભારતીય શેરબજારમાં એક તરફ ફોરેન પોર્ટફોલિયો
ઈન્વેસ્ટરો શેરોમાં સતત મોટાપાયે વેચવાલ બન્યા છે, ત્યારે બીજી તરફ લોકલ ફંડો–સ્થાનિક
સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ઘટાડે સતત ખરીદી થઈ રહી છે, છતાં શેરોના ભાવો સતત તૂટતા જોવાઈ રહ્યા
છે. આ
સામે લાર્જ કેપ શેરોમાં પણ પસંદગીની ખરીદી થવા છતાં ભાવો ઘટી રહ્યા છે. છેલ્લા
કેટલાક વર્ષોમાં સ્મોલ, મિડ
કેપ શેરોમાં મોટી ઐતિહાસિક તેજી જોવાયા બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી મોટો ઘટાડો થતો
જોવાઈ રહ્યો છે. બીએસઇ પર
મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૩%
ઘટીને બંધ રહ્યા હતા.
વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ
આઇટી, એફએમસીજી અને ટેક શેરોમાં ભારે લેવાલી
જોવા મળી હતી,
જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૦૨ અને વધનારની સંખ્યા ૧૦૩૮ રહી હતી,
૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન
હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં હિન્દુસ્તાન યૂનિલિવર ૧.૯૮%,
ટેક મહિન્દ્ર ૦.૭૫%, નેસલે ઈન્ડિયા ૦.૭૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૫૮%, ઇન્ફોસિસ લી. ૦.૫૬%,
પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૪૯%, ભારતી એરટેલ ૦.૪૭%, આઈટીસી લી. ૦.૩૦%, ટીસીએસ લી. ૦.૧૪
અને એનટીપીસી લી. ૦.૦૨% વધ્યા હતા, જયારે મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૯૨%, ઝોમેટો
લિ. ૨.૭૫%, ટાટા મોટર્સ ૨.૪૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૧૧%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૪૨%,
લાર્સેન લી. ૧.૩૧%, અલ્ટ્રાટેક સિમેન્ટ લિ. ૧.૧૮%, બજાજ ફિનસર્વ ૦.૯૮%, એચડીએફસી
બેન્ક ૦.૯૨%, અદાણી પોર્ટ ૦.૯૦%, સન ફાર્મા ૦.૬૬% અને એશિયન પેઈન્ટ ૦.૬૪% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, નવા
કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં દેશના ખાનગી સેક્ટરની શરુઆત મંદ રહી છે. ખાનગી સેક્ટર
માટેનો ફ્લેસ
કમ્પોઝિટ પીએમઆઈ જાન્યુઆરી માસમાં ૫૭.૯ સાથે ૧૪
માસના તળિયે પહોંચ્યો છે. જે ડિસેમ્બરમાં ચાર માસની ટોચે ૫૯.૨ હતો. એચએસબીસી
ઇન્ડિયા કોમ્પોઝિટ પીએમઆઇ ફ્લેશ રીડિંગ અનુસાર, જાન્યુઆરી માસ દરમિયાન એકંદરે
ખાનગી સેક્ટરની ગતિવિધિઓ નબળી રહી છે. જો કે,
મેન્યુફેક્ચરિંગ ગ્રોથ જાન્યુઆરીમાં છ માસની
ટોચે ૫૮ પહોંચ્યો છે. જે ગતમહિને ૫૬.૪ હતો. મેન્યુફેક્ચરીંગ સેક્ટરે નવા વર્ષ ૨૦૨૫ની
મજબૂત શરુઆત કરી છે. નવા નિકાસ ઓર્ડરના કારણે ઉત્પાદનો વધ્યા છે.
વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓના તેમજ સ્થાનિક સ્તરે નવા ઑર્ડરમાં સુસ્તી નોંધાતા સર્વિસ સેક્ટરનો ગ્રોથ નબળો પડ્યો છે. બીજી તરફ આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૪%ના દરે વધવાનો અંદાજ આપ્યો છે. આ દરે જીડીપી ગ્રોથ જાળવી રાખવા માટે બીજા છ માસમાં ૬.૮%ના દરે ગ્રોથ નોંધાવો જરૂરી છે. પ્રથમ છ માસમાં જીડીપી ગ્રોથ ૬%ના દરે વધ્યો હતો. પરંતુ ખાનગી સેક્ટરની કંપનીઓની મંદ શરુઆત જીડીપી ગ્રોથને નબળો પાડે તેવી ભીતિ સર્જાઈ છે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in