January 23, 2025

+91 99390 80808

January 23, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૩૭૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૩૭૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૧.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૪૦૪ સામે ૭૬૪૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૨૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૫૨૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૧૯૮ સામે ૨૩૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૧૨૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૨૬૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

આજે સપ્તાહના ચોથા દિવસે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાએ ડોલર સામે રૂપિયો ઝડપથી સુધરતા શેરબજાર પર પોઝિટીવ અસર થઈ હતી અને બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચર સાત મહિનાની નીચલી સપાટીથી સુધર્યા હતા. ટ્રમ્પે મોંઘવારીને કાબુમાં લેવા પર પ્રાધાન્ય આપવાની સાથે બિઝનેસ વાતાવરણ સુધારવા પર ભાર મૂકતા તેમજ એચવનબી વિઝા અંગે સકારાત્મક નિવેદનો કરતાં આઇટી કંપનીઓના શેરોમાં ઝડપી સુધારો જોવા માળ્યો હતો. જોકે, મિડ અને સ્મોલ કેપ આંકમાં નરમાઈ આગળ વધી હતી અને જાન્યુઆરીમાં જ આ આંકમાં ૬% થી વધુ ઘટાડો નોંધાયો છે. સાથે સાથે પીએસયુ શેરોમાં છેલ્લા એક મહિનામાં અંદાજીત ૪૦ થી ૪૫%નું ધોવાણ થયું છે.

ટ્રમ્પે સ્ટારગેટ એઆઇના અમલીકરણ અંગે પોઝિટીવ રસ દાખવતા આઇટી શેરો મોંઘવારી નીચે આવશે તો વ્યાજદરમાં ઘટાડાને વેગ મળશે એવી આશા વચ્ચે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ફેરફાર અંગેના અગાઉના નિવેદનમાં સુધારો કરે તેવી સંભાવના વધી હતી. જોકે, જાન્યુઆરીમાં મળનારી ફેડ મીટિંગમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા નથી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ પદે ટ્રમ્પે હોદ્દો ધારણ કર્યા બાદ ટ્રેડવોરની ભિતી વચ્ચે અમેરિકાની બોન્ડયીલ્ડમાં ઘટાડો થતા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઘટાડા સાથે ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ વચ્ચે ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ, બેન્કેક્સ અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૨ અને વધનારની સંખ્યા ૨૧૧૯ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ૬.૮૧%, ઝોમેટો લિ. ૨.૫૨%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૦૩%, સન ફાર્મા ૨.૦૧%, ટેક મહિન્દ્ર ૧.૮૬%, ટાટા મોટર્સ ૧.૨૯%, ટાઈટન કંપની ૧.૨૩%, ટાટા સ્ટીલ ૧.૨૦%, આઈટીસી લી. ૦.૭૨% અને બજાજ ફાઈનાન્સ ૦.૬૪% વધ્યા હતા, જયારે પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૧૯%, કોટક બેન્ક ૧.૧૮%, એચસીએલ ટેકનોલોજી ૧.૦૬%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૦૫, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૯૭%. હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૮૬%, એકસિસ બેન્ક ૦.૮૫%, નેસલે ઈન્ડિયા ૦.૪૭%, લાર્સેન લી. ૦.૩૭%, ટીસીએસ લી. ૦.૨૬%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૧૬% અને એચડીએફસી બેન્ક ૦.૦૨% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના નવા નિયુકત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત તરફ કૂણું વલણ દર્શાવે તે માટે ભારત સરકાર તેની સાથે વેપાર કરાર, વધુ માલસામાનની આયાત તથા ટેરિફમાં ઘટાડો કરવા જેવા પગલાં લેવા વિચારી રહી છે. આગામી બજેટમાં કસ્ટમ ડયૂટીના દરની સંખ્યા ઘટાડવા ઉપરાંત તેમાં વ્યવહારિકતા લાવવા પણ વિચારાઈ રહ્યું. ગયા નાણાં વર્ષમાં અમેરિકા સાથે ભારતને ૩૫.૩૦ અબજ ડોલરની વેપાર પુરાંત રહી હતી. ટ્રમ્પ સાથે કોઈપણ સંઘર્ષને ટાળવાના ભાગરૂપ આ વિચારણા થઈ રહી છે. આ ઉપરાંત અમેરિકા-ચીનના વચ્ચે કોઈપણ શકય ટ્રેડ વોરનો ભારત લાભ લેવા માગે છે.

કેનેડા તથા મેક્સિકો પર ૨૫ ટકા જ્યારે ચીન પર ૧૦ ટકા ટેરિફ લાગુ કરવા અમેરિકાએ જાહેર કર્યું છે. બ્રિકસ દેશો જો પોતાના ખાસ ચલણને બહાર પાડશે તો આ દેશો સામે પણ સખત વલણની ટ્રમ્પે ચીમકી ઉચ્ચારી છે. દરમિયાન ૧લી ફેબુ્રઆરીના રજૂ થનારા આગામી નાણાં વર્ષ માટેના બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન  કસ્ટમ ડયૂટીના સ્તરમાં ઘટાડો કરી તેને વ્યવહારીક બનાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. હાલમાં વિવિધ આયાતી ચીજવસ્તુઓ પર કસ્ટમ્સ ડયૂટીના ૪૦થી વધુ સ્તર છે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

HINDUSTAN UNI.

INFOSYS LTD

OBEROI REALTY

IPCA LAB.

error: Content is protected !!