February 22, 2025

+91 99390 80808

February 22, 2025

| +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૧.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૦૭૩ સામે ૭૭૨૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૬૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૧૬૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫૮૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૪૦૦ સામે ૨૩૪૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૦૫૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૪૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૧૦૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે પીએસયુ અને રિયાલ્ટી શેર્સમાં મોટાપાયે વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં મોટી અફડાતફડી સાથે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપ્રમુખ પદે કામગીરી સંભાળવાની સાથે રોકાણકારોમાં સકારાત્મક પગલાંઓનો આશાવાદ વધ્યો છે. જો કે, ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે જ કેનેડા અને મેક્સિકો પર ૨૫% ટેરિફ લાદી દેતાં વૈશ્વિક બજારોમાં ફરી એકવાર ટેરિફ વોર શરૂ થવાની ભીતિએ એશિયન બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં અંદાજીત ૧૨૦૦ પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો વધુ તુટ્યો હતો, જયારે અમેરિકામાં ક્રૂડતેલના ઉત્પાદનમાં ડ્રીલીંગ એકટીવીટી તાજેતરમાં ઘટી ત્રણ વર્ષના તળીયે પહોંચ્યા પછી હવે ત્યાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ક્રૂડતેલ તથા ગેસનું ઉત્પાદન વધારવા સક્રિયતા બતાવશે એવી શક્યતાએ વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૦૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, સર્વિસીસ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૮૮ અને વધનારની સંખ્યા ૧૧૮૭ રહી હતી, ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ લિ. ૦.૭૬% અને એચસીએલ ટેકનોલોજી ૦.૪૯% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. ૧૦.૯૨%, અદાણી પોર્ટ ૩.૭૪%, એનટીપીસી ૩.૭૪%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૯૮%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૨.૫૭%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૪૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૧૭%, બજાજ ફાઈનાન્સ ૨.૦૩%, ટેક મહિન્દ્ર ૨.૦૦%, એકસિસ બેન્ક ૧.૮૭%, ટાટા મોટર્સ ૧.૮૪% અને ટાટા સ્ટીલ ૧.૫૨% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આ સાથે વૈશ્વિક ઈક્વિટી માર્કેટ પણ ટ્રમ્પ ૨.૦ માટે તૈયાર થઈ રહ્યું છે. રોકાણકારો નવી વહીવટી નીતિઓ હેઠળ ટેરિફના વધારાના ઉપયોગની સંભાવના વિશે સાવચેત છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ઊંચા ટેરિફના પક્ષમાં છે. જેના કારણે ચીન સાથે વેપાર યુદ્ધનો ભય ફરી વધી ગયો છે. તેની સાથે એચ૧-બી વિઝા અને બિટકોઈન પણ તેમના એજન્ડામાં છે. ત્યારે સ્થાનિક સ્તરે જોઈએ તો માગમાં મજબૂતાઈ આવતા ભારતના આર્થિક વિકાસ દરમાં ફરી વધારો જોવા મળવાની રિઝર્વ બેન્કના બુલેટિનમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. ડિસેમ્બરમાં સતત બીજા મહિને રિટેલ ફુગાવો ઘટયો છે. ઘરેલુ માગમાં મજબૂતાઈ પકડાઈ રહી છે તેને જોતા આર્થિક વિકાસ દર ઊંચે જવાની શકયતા વધી ગઈ છે. ગ્રામ્ય માગમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ઉપભોગમાં સ્થિતિસ્થાપકતાના સંકેત આપે છે.

કૃષિ ક્ષેત્રની સારી સ્થિતિ ગ્રામ્ય માંગને ટેકો આપી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્લ્ડ બેન્ક તથા ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને જાળવી રાખ્યા છે. નાણાં વર્ષ ૨૦૨૬માં ભારતના આર્થિક વિકાસ દરના ૬.૭૦%ના ટાર્ગેટને વર્લ્ડ બેન્કે જાળવી રાખ્યો છે અને આગામી બે વર્ષમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેવાના અંદાજને પણ જાળવી રખાયો છે. આજ રીતે ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના ૭%ના પોતાના અંદાજને ઘટાડી ૬.૫૦% કર્યો છે પરંતુ નાણાં વર્ષ ૨૦૨૬ તથા ૨૦૨૭ માટેના ૬.૫૦%ના અંદાજને જાળવી રાખ્યા છે. 

he securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

OIL INDIA LTD

COAL INDIA

JUPITER WAGONS

MOIL LTD

GRASIM IND.

error: Content is protected !!