January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે...!!

નિફટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૧.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૬૧૯ સામે ૭૬૯૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૫૮૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૭૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૦૭૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૨૬૭ સામે ૨૩૩૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૨૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૨૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…    

     શેરબજારમાં સાર્વત્રિક લેવાલીના માહોલ જોવા મળીયો હતો. અમેરિકામાં આજે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળવા જઈ રહ્યા છે. જેના પગલે શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. કોર્પોરેટ સારા પરિણામોએ અમેરિકી શેર બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સમાં અને નાસ્દાકમાં ઉછાળાની સાથે આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેર બજારોમાં સુધારો આગળ વધ્યો હતો. બેન્કિંગ શેર્સમાં તેજીના સથવારે સેન્સેક્સ ૬૪૬ પોઈન્ટ ઊછળ્યો છે. જ્યારે નિફ્ટી ૧૫૦ પોઈન્ટથી વધુના ઊછાળા સાથે ૨૩૪૪૯ પર પહોંચ્યો હતો. સેન્સેક્સ પેકમાં સામેલ કોટક બેન્ક આજે ૯% થી વધુ ઉછળ્યો છે. રોકાણકારોની મૂડી ૩ લાખ કરોડ વધી છે. જ્યારે બીજી તરફ આઈટી શેર્સમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું.

      માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ત્રીજા ત્રિમાસિક માટે મોટાભાગે સકારાત્મક પરિણામો જાહેર થઈ રહ્યા છે. અમેરિકામાં પણ ફુગાવો ઘટ્યો છે અને રોજગારીના ડેટા મજબૂત બન્યા છે. બીજી તરફ આગામી મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં મધ્યમવર્ગ, આવકવેરા સંબંધિત મોટા સુધારાઓ થવાની અપેક્ષા વધી છે. આગામી સમયમાં આ પરિબળોની અસર શેરબજાર પર જોવા મળી શકે છે.

      વર્લ્ડ બેન્ક તથા ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને જાળવી રાખ્યા છે. નાણાં વર્ષ ૨૦૨૬માં ભારતના આર્થિક વિકાસ દરના ૬.૭૦%ના ટાર્ગેટને વર્લ્ડ બેન્કે જાળવી રાખ્યો છે અને આગામી બે વર્ષમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેવાના અંદાજને પણ જાળવી રખાયો છેઆજ રીતે ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના ૭%ના પોતાના અંદાજને ઘટાડી ૬.૫૦% કર્યો છે પરંતુ નાણાં વર્ષ ૨૦૨૬ તથા ૨૦૨૭ માટેના ૬.૫૦%ના અંદાજને જાળવી રાખ્યા છે.

      એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ગ્લેનમાર્ક ફાર્મા ૨.૪૦%, ઓરબિંદો ફાર્મા ૨.૦૭%, હેવેલ્સ ૧.૮૧%, ટાટા કમ્યુનિકેશન ૧.૭૧%, ડીએલએફ ૧.૩૧%, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૧૬%, ગ્રાસીમ ૧.૧૩%, એચડીએફસી બેન્ક ૧.૦% વધ્યા હતા, જયારે વોલ્ટાસ ૩%, એસબીઆઈ લાઈફ ૨.૭૧%, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૧.૮૫%, અદાણી પોર્ટસ ૧.૧૪%, ટીસીએસ ૧.૦%, સન ફાર્મા ૦.૪૭, બાટા ઇન્ડિયા ૦.૪૭ % ઘટ્યા હતા.

     બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૬ અને વધનારની સંખ્યા ૨૫૦૪ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…

     મિત્રો, ઈઝરાયેલહમાસ યુદ્વ અંતની સંમતિના કારણે વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાના પોઝિટીવ પરિબળ અને અમેરિકામાં ડોનાલ્ડ ટમ્પ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે રોજગારીમાં વૃદ્વિ સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા આગમી દિવસોમાં ફરી વ્યાજ દરમાં ઘટાડાના સંકેત અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકતાં પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં ઉડાઉડ અટકી હતી. ભારતીય શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં કેશમાં સતત નેટ વેચવાલીના આવી રહેલાં આંકડા અને અમેરિકામાં નાસ્દાકમાં ધોવાણ સાથે ઘર આંગણે કોર્પોરેટ પરિણામોમાં સપ્તાહના અંતે ઈન્ફોસીસના રિઝલ્ટ પાછળ આઈટી શેરોમાં ધબડકો થયો છે. બજારમાં પાછલા દિવસોમાં મોટા ધોવાણ બાદ રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે. નવી ખરીદીમાં સાવચેતી જોવાઈ રહી છે. હવે આગામી સપ્તાહમાં અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની થનારી તાજપોશી પર વિશ્વની નજર મંડાયેલી હોઈ ઓવરનાઈટ તેજીનો વેપાર જાળવવાથી ખેલંદાઓ દૂર રહ્યા છે. 

     જ્યારે ઘર આંગણે હવે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રિય બજેટ રજૂ કરવાની કવાયત શરૂ થઈ ગઈ હોઈ નવી કેવી જોગવાઈ આવશે એની અનિશ્ચિતતાએ પણ તેજીનો વેપાર હળવો થતો જોવાઈ રહ્યો છે. કોર્પોરેટ પરિણામો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ૨૦, જાન્યુઆરી સુકાન સંભાળનાર હોઈ એના પર નજર સાથે ક્રુડ ઓઈલના ભાવ અને અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ પર નજર વચ્ચે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.

Most Popular

HCL TECH.

HDFC BANK

BHARTI AIRTEL

GODREJ CP

error: Content is protected !!