January 18, 2025

+91 99390 80808

January 18, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૧.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૦૪૨ સામે ૭૭૦૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૨૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૮૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૬૧૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૩૭૭ સામે ૨૩૩૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૧૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૨૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૨૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વિશ્વમાં ફરી યુદ્વના અંત તરફી ડેવલપમેન્ટમાં ઈઝરાયેલની યુદ્વ અંત માટેની ડિલને હમાસે સ્વિકાર્યા બાદ ફરી ઈઝરાયેલે હમાસ આ વિરામને જોખમમાં મૂકી રહ્યાના આક્ષેપ છતાં ટ્રમ્પ હવે ચાઈનાને દુશ્મનને બદલે દોસ્ત બનવા તરફી મળી રહેલા સંકેતે વિશ્વનું અર્થતંત્ર ફરી રિકવરીના પંથે આગળ વધવાની અપેક્ષામાં તેમજ યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાના સંકેત અને સારા કોર્પોરેટ પરિણામોએ સપ્તાહની શરૂઆતમાં આવેલી તેજી બાદ સપ્તાહના અંતિમ દિવસે મોટાપાયે વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત મોટાપાયે વેચવાલ રહેતાં અને લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વિશ્વાસની કટોકટી સાથે એશીયાના બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ વોલેટીલિટીના અંતે શેરોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષાથી ઓછા આવતાં ત્યાં હવે પછી વ્યાજ દર ઘટવાની આશા વધતાં તેના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ થતા રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા મથાળેથી ઝડપી ઘટાડા તરફ રહ્યા હતા, જયારે હમાસ, ગાઝાના સંદર્ભમાં યુદ્ધ વિરામના પ્રશ્ને ઈઝરાઈલના વડાપ્રધાને શંકા બતાવતાં ત્યાંની કેબીનેટ યુદ્ધ વિરામના નિર્ણય પાછો ઠેલ્યાના અહેવાલે વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક, બેન્કેકસ, ફાઈનાન્સીયલ સર્વીસીસ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૮૬ અને વધનારની સંખ્યા ૨૦૫૬ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૨.૭૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૫૭%, નેસ્લે ઇન્ડિયા ૨.૨૬%, ટાટા સ્ટીલ ૧.૯૬%, એશિયન પેઈન્ટ ૧.૯૫%, આઈટીસી ૧.૭૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૬૫%, લાર્સેન લી. ૧.૬૦% અને સન ફાર્મા ૧.૨૮% વધ્યા હતા, જયારે ઇન્ફોસિસ લી. ૫.૭૭%, એકસિસ બેન્ક ૪.૭૧%, કોટક બેન્ક ૨.૫૮%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૧૧%, ટીસીએસ લી. ૧.૯૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૯૧%, ટેક મહિન્દ્ર ૧.૮૧%, બજાજ ફાઈનાન્સ ૧.૧૧% અને એચડીએફસી બેન્ક ૦.૯૭% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે, જો કે હવે નવા વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

સ્થાનિક સ્તરે ફુગાવાની સ્થિતિ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ક્યારે શરૂઆત થશે અને કેન્દ્રિય બજેટમાં આવકવેરા સહિતમાં રાહત આપવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્ષમાં ફરી વૃદ્વિ કરવામાં આવશે એ પરિબળો પણ મહત્વના બની રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં નબળા દેખાવ બાદ ભારતીય કંપનીઓની ત્રીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પણ નબળી જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!