રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૭૨૪ સામે ૭૭૩૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૮૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૦૪૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૨૬૫ સામે ૨૩૪૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૩૪૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૩૭૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. બજારે મજબૂતી બતાવી હતી. રોકાણકારોની સંપતિનું મોટું ધોવાણ કરનાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) હજુ સતત શેરોમાં મોટાપાયે વેચવાલ રહેતાં અને લોકલ ફંડો–સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી બજારમાં મોટી તેજીનો સંચાર કરવામાં સમર્થ રહેશે કે એની વિશ્વાસની કટોકટીએ શેરોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી. યુ.કે.માં ફુગાવાનો આંક ઘટયા સામે ફરી વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવ સાધારણ વધી આવ્યા હતા. આઈટી, કેપિટલ ગુડઝ–પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની ખરીદી જોવા મળી. વૈશ્વિક મોરચે અમેરિકી શેરબજારમાં ડાઉ જોન્સની રિકવરી સાથે સાથે નાસ્દાકમાં ઉછાળો અને યુરોપમાં યુ.કે.નો ફુગાવો ઘટતાં યુરોપના બજારોમાં સતત મજબૂતી રહી હતી.
ડિસેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને ૫.૨૨% થયો છે જે છેલ્લા ચાર મહિનાની નીચલી સપાટી છે. રીટેલ ફુગાવામાં ઘટાડો થવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) પોતાની નાણાકીય નીતિની સમીક્ષામાં પ્રમુખ વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. છેલ્લા બે વર્ષથી રેપો રેટ ૬.૫૦% પર સ્થિર છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) પર આધારિત ડિસેમ્બર, ૨૦૨૪ના રીટેલ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતાં. રીટેલ ફુગાવામાં સતત બીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. આ અગાઉ નવેમ્બર, ૨૦૨૪માં રીટેલ ફુગાવો ૫.૪૮% હતો.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૮૮ અને વધનારની સંખ્યા ૨૭૭૮ રહી હતી, ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચડીએફસી લાઈફ ૮.૧૯%, એસબીઆઈ કાર્ડ્સ ૨.૭૩%, એસબીઆઈ લાઈફ ૨.૪૮%, ગોદરેજ પ્રોપટી ૨.૧૮%, હેવેલ્સ ઇન્ડિયા ૨.૧૪%, અદાણી એન્ટરપ્રાઈઝ ૨.૦૩%, ટાટા કોમ્યુનિકેશન ૧.૭૭%, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૧.૬૪%, ભારતી એરટેલ ૧.૪૨%, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૧%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨૮%, એસીસી લિ. ૧.૨૩% વધ્યા હતા, જયારે ઓબેરોઈ રીયાલીટી ૨.૨૭%, એચસીએલ ટેકનોલોજી ૧.૬૦%, ઈન્ફોસીસ લિ. ૧.૪૮%, લ્યુપીન લિ. ૧.૪૫%, ટીસીએસ ૧.૦૮%, ગ્લેનમાર્ક ફાર્મા ૦.૮૬% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…
મિત્રો, વિક્રમી તેજી ભારતીય શેરબજારમાં જાણે કે હવે ઈતિહાસ બની ગઈ છે. પાછલા કેટલાક વર્ષોમાં શેરોમાં સાર્વત્રિક તેજીનું અવિરત તોફાન જોવાઈ બેફામ વધી ગયેલા શેરોના ભાવો તેના વાસ્તવિક લેવલ તરફ ધસતાં જોવાઈ રહ્યા છે. રોજ બરોજ નવા વિક્રમી ઊંચા શિખરો સર્જનારા સેન્સેક્સ, નિફટી હવે તળીયાની શોધમાં નીકળ્યા હોય એમ મહત્વના સપોર્ટ લેવલ ગુમાવી રહ્યા છે. નફો બુક કરવાનું ચૂકી ગયેલા અનેક રોકાણકારોના પોર્ટફોલિયોમાં શેરોમાં નેગેટીવ વળતર દેખાવા લાગતાં ફફડાટ સાથે નિરાશા છવાઈ છે. હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળવાની તૈયારીમાં છે, ત્યારે તેમની નીતિ વિશ્વને ક્યા નવા સંકટમાં મૂકશે એ બાબતે પણ બજારનો વર્ગ ચિંતિત હોઈ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યો છે.
સ્થાનિક સ્થળે હવે ફેબ્રુઆરીમાં કેન્દ્રિય બજેટ રજૂ થનાર હોઈ નવા લેણમાં ઈન્વેસ્ટરો સાવચેત રહેવાની શકયતા છે. આરબીઆઈ અને વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડી ૬.૪% કરવામાં આવતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો ગ્રોથ મંદ પડવાની સંભાવના વધી છે. ડોલર સામે રૂપિયો ઓલટાઈમ લો થતાં મોંઘવારી વધવાની ભીતિ પણ વધી છે. અમેરિકામાં રોજગારીના મજબૂત આંકડાઓના કારણે ફેડ રેટ કટની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. વધુમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્ટોક સ્પેસિફિક તેજીના કારણે પ્રોફિટ બુકિંગ વધ્યું છે. એફઆઈઆઈ નેટ વેચવાલ રહ્યા છે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in