January 15, 2025

+91 99390 80808

January 15, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફયુચર 23008 પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

નિફટી ફયુચર 23008 પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૧.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૪૯૯ સામે ૭૬૯૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૪૭૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૭૨૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૨૭૧ સામે ૨૩૩૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૨૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૨૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી હતી. સ્થાનિકમાં એચએમપી વાઇરસ સામેના ગભરાટને હળવો કરવા સરકાર દ્વારા જાહેરાત કરાતા અને હજી સુધી ગંભીર કેસોની ગેરહાજરીને પગલે શેરબજારમાં સાવચેતી વચ્ચે રાહત જોવાઈ હતી, જો કે વૈશ્વિક સ્તરે નવા વાઇરસનો ગભરાટ નહીં જોવાતા અને ટ્રમ્પ સત્તા પર આવતા પહેલા કેટલાક દેશોમાં રાજકિય નવા સમીકરણો રચાતા આગામી દિવસોમાં નવી ઘટનાઓનો અનુભવ થવાની શક્યતા વધુ હોવાથી તેને કારણે દરેક ઉછાળે નવી ખરીદીમાં સાવચેતી જોવા મળી હતી.

વૈશ્વિક સ્તરે પડકારો હળવા થતાં તેમજ ડોલર ઈન્ડેક્સની મજબૂતીના કારણે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં ખરીદી જોવા મળી છે. ડિસેમ્બર માસમાં ઓવરઓલ ઓટો સેલ્સ ચાર વર્ષના તળિયે પહોંચ્યા છે. જો કે, આગામી સમયમાં ઈન્ડસ્ટ્રીને વેગ આપવા સુધારા થવાના આશાવાદ સાથે વેલ્યૂબાઈંગ જોવા મળ્યુ હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં આકર્ષક તેજીના કારણે રૂપિયો સતત નવુ તળિયું નોંધાવી રહ્યો છે ત્યારે આજે રૂપિયો ફરી ડોલર સામે તૂટી નવી ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો, જયારે અમેરિકાએ ઈરાન તથા રશિયા પર નવા અંકુશો જાહેર કરતા ક્રૂડના ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, ઓટો, ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૦૬ અને વધનારની સંખ્યા ૨૧૫૦ રહી હતી, ૧૦૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૪.૩૬%, એનટીપીસી લી. ૩.૩૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૦૩%, કોટક બેન્ક ૨.૨૯%, મારુતિ સુઝુકી ૧.૬૯%, ટેક મહિન્દ્ર ૧.૬૨%, લાર્સેન લી. ૧.૨૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૧૧, અદાણી પોર્ટ ૦.૯૪%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૭૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૭% અને એચસીએલ ટેકનોલોજી ૦.૬૬% વધ્યા હતા, જયારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૯૧%, બજાજ ફિનસર્વ ૨.૨૭%, બજાજ ફાઈનાન્સ ૨.૧૬%, એકસિસ બેન્ક ૨.૧૪%, ટાટા મોટર્સ ૦.૯૩%, નેસલે ઈન્ડિયા ૦.૮૦%, સન ફાર્મા ૦.૬૧%, એશિયન પેઈન્ટ ૦.૫૦%, ટાટા સ્ટીલ ૦.૩૫%, ટાઈટન કંપની લિ. ૦.૧૪%, એચડીએફસી બેન્ક ૦.૦૯% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૦૬% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, રશિયન ઉત્પાદકો અને જહાજો પર અમેરિકી પ્રતિબંધોને કારણે ચીન અને ભારતની રિફાઈનરીઓએ પશ્ચિમ એશિયા, આફ્રિકા અને અમેરિકામાંથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદવું પડશે. ભારત અને ચીનને સપ્લાયમાં ઘટાડો, રશિયન ઓઇલના મોટા ખરીદદારો અને અન્ય દેશો પરની અવલંબન વધવાથી ભાવમાં વધારો થશે અને પરિવહન ખર્ચમાં વધારો થશે. ગત સપ્તાહે, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે રશિયન તેલ ઉત્પાદકો ગેઝપ્રોમ નેફ્ટ અને સર્ગુટનેફ્ટેગાસ તેમજ રશિયન તેલ વહન કરતા ૧૮૩ જહાજો પર પ્રતિબંધો લાદ્યા હતા.

અમેરિકાના આ પ્રતિબંધોનો હેતુ રશિયાની આવક ઘટાડવાનો છે, જેનો ઉપયોગ તે યુક્રેન સાથેના યુદ્ધમાં કરી રહ્યું છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને ૨૦૨૨ માં ૭ દેશોના જૂથ દ્વારા નિર્ધારિત કિંમત મર્યાદાને કારણે, ઘણા ટેન્કરોએ ભારત અને ચીનને તેલ પહોંચાડવાનું શરૂ કર્યું અને રશિયન તેલ યુરોપને બદલે એશિયા પહોંચવાનું શરૂ કર્યું હતું. ઈરાનથી તેલ પહોંચાડતા કેટલાક ટેન્કરો પણ પ્રતિબંધોના દાયરામાં છે. ગયા વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ભારતમાં રશિયન ક્રૂડ ઓઈલની આયાત વાર્ષિક ધોરણે ૪.૫% વધીને ૧૭.૬૪ લાખ બેરલ પ્રતિ દિવસ અથવા ભારતની કુલ તેલની આયાતના ૩૬% થઈ ગઈ છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.નિફટી ફયુચર 23008 પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

Most Popular

error: Content is protected !!