શું ભારતીય શેરબજારનાં સ્ટોક ફન્ડામેન્ટલ આધારિત વેલ્યુ ધરાવે છે…!!?
રોકાણકાર મિત્રો,
વિદેશી સંસ્થાકીય રોકાણકારો જ્યારે ભારતીય શેરબજારમાં રોકાણ અર્થે અંદાજીત વર્ષ 2003 થી આવ્યાં હતાં ત્યારથી તેઓએ એકતરફી Investment દરેક સેક્ટર અને તેના A & B ગ્રુપમાં આવેલા ફન્ડામેન્ટલ કહી શકાય તેવાં એક, બે, ત્રણ – ચાર એવી રીતે ફન્ડામેન્ટલ સાથે reasonable ભાવથી જે સ્ટોક હતા તેમાં તબક્કાવાર રોકાણ કર્યું…
કંપનીઓને પણ વિશ્ર્વાસ ના આવ્યો કે ફન્ડામેન્ટલ થી પણ વધારે સ્ટોકનાં બજારભાવો કેવી રીતે વધી રહ્યા છે…!?
એક તબક્કે બજારમાં જાણે ઐતિહાસિક વાતાવરણ ઊભું થઈ ગયું… જ્યાં જઈએ ત્યાં એક જ વાત… શું લાગે છે બજારમાં…!? સર્કિટ લાગી હતી અને કાલે બીજી લાગશે..ઈન્ડિયા ગ્રોથ સ્ટોરી, જેને એક લાખ ગણતા નહોતાં આવડતા તે ટ્રીલીયન વિશે વાતો કરવા લાગ્યા હતાં… ગમે તે સ્ટોકમાં આંધળી દોટ મૂકી બૂમાબૂમ કરી તેજી તેજીનાં રાગો આલાપી નફો ક્યાં બુક કરવો એ ભૂલી ગયાં…!!!
મિત્રો, હવે શરૂ થઈ ACTUAL Game of the Profit story
વિદેશી સંસ્થાઓએ જ્યારે રૂ 10 ફેસ વેલ્યુથી સ્ટોક સ્પેસિફિક ખરીદી કરી ત્યારબાદ ડિવિડન્ડ અને બોનસ લઈ લીધું અને ત્યારબાદ ખાસ કરીને વેલ્યુ સાથે અસર કરતું પરિબળ… Split …
રૂ 10 ની ફેસ વેલ્યુ થી કરેલું રોકાણ રૂ 1 ની ફેસ વેલ્યુ થઈ ત્યારે Qty 10 ગણી થઈ ગઈ અને ત્યારબાદ પણ તેજી ઐતિહાસિક સિદ્ધિ રૂપે બજારમાં ફરતી રહી…બસ જોવાનો હતો સમય કે ક્યારે Exit લઈ લઈએ એ પણ 1%, 2%, 3% જેથી બાકીની Qty પણ ફ્રી થઈ જાય અને આપણે વર્ષોના વર્ષો નફો લણ્યા કરીએ…
Face value split કરી… Means… ઉદાહરણ તરીકે રૂ 10 ફેસ વેલ્યુ ધરાવતો સ્ટોક રૂ 2500 સુધી લઈ જઈ ત્યાંથી રૂ 1 ફેસ વેલ્યુ કરી Qty 10 ગણી કરી સ્ટોક ઘરે લઈ લીધો….અને
એ સ્ટોકમાં ભાવ થઈ ગયો અંદાજીત રૂ 250 /-.. ત્યારબાદ ધીરે ધીરે ફરીથી નવી લેવાલી શરૂ કરી ભાવ કરી નાખ્યો રૂ 1200 + 1300 + 2000 + 3500 + 5000 ++ કોઈને ગંધ સુદ્ધાં ના આવી કે આ split થયેલી કેટલીક કંપનીઓ ખરેખર આ બજારભાવ થી ફન્ડામેન્ટલ મજબૂત છે કે નહીં….!!?
હવે શરૂ થઈ બીજી ગેમ… Qty 10 ગણી થઈ ગઈ છે તો માર્કેટમાં 1 % 2% 3% વેચી નફો બુક કરી લઈએ… અને બાકી વધારાનો સ્ટોક છે તેમાં નવી તેજીની રાહ જોઈએ..
બજારને અસરકારક પરિબળો જેમ કે સરકાર વિકાસ માટે યોગ્ય યોજનાઓ દ્વારા પગલાંઓ લેશે, પ્રિ બજેટ અને પોસ્ટ બજેટ રેલીઓ, રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદર પોલિસી, ફુગાવો, ચોમાસું, રોજગારીની તકો વગેરે વગેરે સ્થાનિક પરિબળોને સમાચારો નાં માધ્યમથી ફેલાવી અને સાથે સાથે સ્થાનિક મ્યુચ્યુઅલ ફન્ડ તો રોકાણકારોની મૂડી SIP દ્વારા, અલગ અલગ સ્કીમો દ્વારા રોકાણ કરવા માટે આવવાનાં જ છે ત્યારે આપીશું વધારાનો સ્ટોક…દરેક ઊંચાઈએ…
હજુ પણ કેટલીક split થયેલી કંપનીઓની કેટલી Qty વિદેશી અને સ્થાનિક રોકાણકારો પાસે ક્યાં ભાવથી રોકાણ થયેલી છે તેનો અંદાજ કે રિપોર્ટ નથી બહાર આવ્યો… અને કોઈ ને આ વિચાર પણ સુદ્ધાં નથી આવ્યો…
આને કહેવાય ખરેખર ઓવરવેલ્યુ… ફન્ડામેન્ટલથી પણ વધારે ભાવો અને એ પણ split કરેલી કેટલીક કંપનીઓના..!!!
C ગ્રેડ નાં કલાકારને સુપરહિટ પિકચર મળી જાય તો પણ એની ઓળખ C ગ્રેડમાં જ થાય.. અને એની value પણ એને C ગ્રેડની જ આપવી જોઈએ એવું પ્રોડ્યુસર અને Financer માનતા હોય છે એને ઓવર વેલ્યુ આપે તો….મૂવી ફ્લોપ સાથે સાથે…બોલીવુડમાં કેટેગરી માં પણ ભૂકંપ આવી જાય…
આપણે ત્યાં સ્થાનિક એકલ દોકલ રોકાણકારો પોતાને સ્માર્ટ સમજી આડેધડ ગમે તે સ્ટોકમાં ફસાઈ જાય છે.. નફો તો નહીં નુકશાની પણ બુક નથી કરી શકતા… એનો ખૂબ અફસોસ છે..
જે રોકાણકાર અથવા ટ્રેડર્સ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે ફંડ લાવે છે તેઓએ હમેશાં દર મહિને / ત્રણ મહિને એક્સપર્ટ એનાલિસ્ટ દ્વારા એકાદ સેમિનાર Attend કરી ફન્ડામેન્ટલ કહી શકાય તેવી વાતો અને મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ…
બજારમાં calls અને સલાહ તો દરેક આપે છે પણ behind the screen શું છે તે જાણવું જોઈએ…
Game changer બનો..રોકાણકારોને જાગૃત કરી સચોટ માર્ગદર્શન આપીએ તો આપોઆપ પ્રોફિટ શરૂ થઈ જશે…સતર્કતા દાખવી યોગ્ય સમયે બજારને અસરકારક તમામ પાસાંઓ ને ધ્યાનમાં રાખીને રોકાણ અભિગમ અપનાવો…
નિખિલ ભટ્ટ
Research Analyst
Investment Point
Contact :- 99793 80808
www.nikhilbhatt.in