January 13, 2025

+91 99390 80808

January 13, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૧.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૬૨૦ સામે ૭૭૬૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૦૯૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૩૭૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૪૮ સામે ૨૩૬૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૪૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૫૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના છેલ્લા શુક્રવારે દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા માળ્યો હતો. શેરબજાર સળંગ ત્રીજા દિવસે વેચવાલી જોવા મળી હતી. પીએસયુ અને પાવર સેગમેન્ટના શેર્સમાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે. પરિણામે રોકાણકારોએ છેલ્લા ત્રણ દિવસમાં રૂ.૧૨ લાખ કરોડ ગુમાવ્યા છે. દેશની ટોચની આઈટી કંપનીએ ત્રીજા ત્રિમાસિકમાં આકર્ષક પ્રદર્શન નોંધાવતાં આઈટી સેક્ટરનો ગ્રોથ પોઝિટિવ રહેવાની શક્યતાઓ વધી છે. પરિણામે ઈન્ડેક્સ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટીસીએસ 5 ટકા સુધી ઉછાળા સાથે ટોપ ગેનર રહ્યો છે. ટીસીએસએ ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ.૧૨૩૮૦  કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. 

ભારતીય શેરબજાર માટે વર્ષ ૨૦૨૫ અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાએ શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.કરન્સી માર્કેટની વાત કરીએ તો, રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉછળતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજાર સળંગ ચોથા દિવસે ઘટાળો થયો છે.પીએસયુ અને પાવર સેગમેન્ટના શેર્સમાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે.

ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં આ વાઈરસનું ભારતીય શેરબજારમાં પણ ઓવર રિએક્શન જોવાયું હતું અને સાર્વત્રિક કડાકો નોંધાયો હતો, જેથી રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવતાં જોવા મળી રહ્યા છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો,રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો. કોરોના જેવા નવા વાઈરસનો ફેલાવો વધવાની ભીતી વચ્ચે શેરબજાર કડાકાની કરન્સી બજારમાં રૂપિયા પર પણ દબાણ વધ્યાનું હતું.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૬૭ અને વધનારની સંખ્યા ૮૨૭ રહી હતી, ૮૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટીસીએસ,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,ટેક મહિન્દ્રા,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,મહાનગર ગેસ,જેએસડબ્લ્યુ સ્ટીલ વધ્યા હતા,જયારે એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લાર્સેન,કોલ્પાલ,ગ્રાસીમ,લ્યુપીન,એસીસી,સન ફાર્મા,વોલ્ટાસ,એચડીએફસી બેન્ક,ઓરબિંદો ફાર્મા,એક્સીસ બેન્ક,હવેલ્લ્સ,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,રિલાયન્સ,અદાણી પોર્ટસ ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આરબીઆઈની પોલિસી બેઠક પણ યોજાવાની છે. તેના અંદાજ પર પણ બધાની નજર રહેશે.ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ માં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી વૃદ્ધિ દર ૬.૪% રહેવાનો અંદાજ છે. ગત નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા ૮.૨%ના દરે વૃદ્ધિ પામી હતી.૦૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાષ્ટ્રીય આવકનો અંદાજ જાહેર કરતાં કહ્યું કે, વાસ્તવિક જીડીપી આ નાણાકીય વર્ષમાં ૬.૪%ના દરે વધવાનો અંદાજ છે

છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે, જો કે હવે નવા વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે.વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં નબળા દેખાવ બાદ ભારતીય કંપનીઓની ત્રીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પણ નબળી જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

MUTHOOT FIN.

ACC

GODREJ CP

error: Content is protected !!