January 10, 2025

+91 99390 80808

January 10, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૧.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૧૪૮ સામે ૭૮૨૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૫૪૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૬૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૮૧ સામે ૨૩૭૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૬૧૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા માળ્યો હતો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦, જાન્યુઆરીના સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે તેમના કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાના અને હમાસને ૨૦, જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરવા અલ્ટિમેટમ વચ્ચે ફરી વૈશ્વિક જીયો પોલિટિકલ ટેન્શન વધવાના ફફડાટ અને બીજી તરફ ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં એચએમપીવી વાઈરસ એટલો ઘાતક નહીં હોવાના અને તકેદારીથી એનું સંક્રમણ નીવારી શકાય એમ હોવાના તબીબી નિષ્ણાંતોના અભિપ્રાય છતાં આજે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

ભારતીય શેરબજાર માટે વર્ષ ૨૦૨૫ અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાએ શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉછળતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૫૦ અને વધનારની સંખ્યા ૧૨૧૧ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં નેસલે ઈન્ડિયા ૧.૮૭%, હિન્દુસ્તાન યૂનિલિવર ૧.૫૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૩૮%, કોટક બેન્ક ૧.૨૬%, એશિયન પેઈન્ટ ૦.૬૯%, ભારતી એરટેલ ૦.૫૦%, આઈટીસી લી. ૦.૧૪%, ટાઈટન કંપની ૦.૦૯%, એચસીએલ ટેકનોલોજી ૦.૦૯% અને ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૦૧% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ ૨.૦૭%, ઝોમેટો લિ. ૧.૯૨%, લાર્સેન ૧.૮૮%, ટાટા મોટર્સ ૧.૮૬%, અદાણી પોર્ટ ૧.૭૮%, ટીસીએસ લી. ૧.૭૨%, એચડીએફસી બેન્ક ૧.૫૬%, એનટીપીસી લી. ૧.૫૫%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૪૧% અને એકસિસ બેન્ક ૧.૨૫% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ઓકટોબર મહિનાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જંગી વેચવાલી વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં ઘટાડાને પરિણામે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનું માનસ ખરડાયું છે જેની અસર નવા ડીમેટ ખાતાના ઉમેરા પર જોવા મળી રહી છે. વર્ષ ૨૦૨૪ના ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ ૯૭.૭૦ લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા છે જે સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ ૨૬.૩૦% ઓછા છે. અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન ટેરિફ વોર ઉપરાંત વેપાર ખોરવાઈ જવાના ભયે ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં મોટું કરેકશન જોવા મળ્યું હતું.

બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ ૭.૩૦% અને નિફટી ૮.૩૦% ઘટાડો થયો હતો, જે ૨૦૨૨ના જૂન ત્રિમાસિક બાદ સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો રહ્યો હતો. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડવાના સંકેતે પણ વિદેશી રોકાણકારોનું માનસ ખરડાવ્યું છે. સ્થાનિક સ્તરે કંપનીઓના નબળા પરિણામ તથા નબળી માગે પણ રોકાણકારોમાં નિરાશા ફેલાવી છે. અગામી દિવોસમાં ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો, કેન્દ્રીય બજેટ અને આરબીઆઇની પોલિસી પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

GODREJ PROP.

ACC

VOLTAS

ICICI BANK

error: Content is protected !!