January 8, 2025

+91 99390 80808

January 8, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૮૮૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૮૮૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં આ વાઈરસનું ભારતીય શેરબજારમાં પણ ઓવર રિએક્શન જોવાયું હતું અને સાર્વત્રિક કડાકો નોંધાયો હતો, જો કે આજે સપ્તાહના બીજા દિવસે નીચા મથાળે નવી લેવાલી નોધાતા ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી અટકીને ફરી ઈન્ડિયા એન્ટ્રી થતા આજે એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, ઇન્ડસ્ટ્રીયલ, કોમોડિટીઝ અને કેપિટલ ગુડ્સ ફ્રન્ટલાઈન શેરોમાં મોટી ખરીદી થતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો. કોરોના જેવા નવા વાઈરસનો ફેલાવો વધવાની ભીતી વચ્ચે શેરબજાર કડાકાની કરન્સી બજારમાં રૂપિયા પર પણ દબાણ વધ્યાનું હતું. ૨૦મી જાન્યુઆરીએ અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પ સત્તાનું અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ ત્યાં સુધીમાં રૂપિયો વધુ તૂટી નીચામાં રૂ.૮૬ સુધી ઉતરી જવાની શક્યતા જોવાઈ રહી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઇટી, ટેક અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૫ અને વધનારની સંખ્યા ૨૬૨૪ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૨.૨૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૮૬%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૪૪%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૨૮%, એશિયન પેઈન્ટ્સ ૧.૧૦%, લાર્સેન લી. ૧.૦૮%, નેસલે ઈન્ડિયા ૧.૦૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૦%, અદાણી પોર્ટ ૦.૮૮%, ટાટા સ્ટીલ ૦.૮૭%, ટાઈટન કંપની ૦.૭૨% અને હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૬૧% વધ્યા હતા, ઝોમેટો લિ. ૪.૫૯%, એચસીએલ ટેકનોલોજી ૧.૭૩%, ટીસીએસ લી. ૧.૬૨%, ટેક મહિન્દ્ર ૦.૯૪%, મારુતિ સુઝુકી ૦.૩૭%, કોટક બેન્ક ૦.૩૩%, આઈટીસી લી.૦.૩૨%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૨૮%, ઈન્ફોસીસ લી. ૦.૨૭ અને બજાજ ફાઈનાન્સ ૦.૦૫% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે, જો કે હવે નવા વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

સ્થાનિક સ્તરે ફુગાવાની સ્થિતિ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ક્યારે શરૂઆત થશે અને કેન્દ્રિય બજેટમાં આવકવેરા સહિતમાં રાહત આપવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્ષમાં ફરી વૃદ્વિ કરવામાં આવશે એ પરિબળો પણ મહત્વના બની રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..!!!

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

ACC

VOLTAS

error: Content is protected !!