January 7, 2025

+91 99390 80808

January 7, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૧.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૯૪૩ સામે ૮૦૦૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૧૦૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૯૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૨૨૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૨૮૨ સામે ૨૪૨૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૦૭૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૧૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૦૯૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કેલેન્ડર વર્ષ ૨૦૨૫ની ભારતીય શેરબજારમાં સતત બે દિવસ તેજી સાથે શુભ શરૂઆત થયા બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે આતંકવાદી હુમલાઓના ટેન્શને જીઓપોલિટીકલ ટેન્શન વધવાની આશંકા અને બીજી તરફ ચાઈનીઝ શેરબજાર વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે ખુલતાની સાથે કડાકો નોંધાતા વર્ષ ૨૦૧૬ બાદની સૌથી ખરાબ શરૂઆત સાથે વર્ષ ૨૦૨૫ અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાએ શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ભૂ-રાજકીય પ્રતિકૂળ પરિબળો તેમજ સ્થાનિકમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ડેટા નબળા જાહેર થતા ડોલર સામે રૂપિયામાં આજે પણ ઐતિહાસિક પીછેહઠ થવા પામી હતી. આજે કામકાજના પ્રારંભે જ રૂપિયો નીચા મથાળે ખુલ્યા બાદ ડોલરમાં એકધારી નવી લેવાલી પાછળ રૂપિયો ઈન્ટ્રા ડે તુટીને ૮૫.૭૫ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ટેલિકોમ્યુનિકેશન, એફએમસીજી અને યુટીલીટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૯ અને વધનારની સંખ્યા ૨૧૧૭ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૪.૨૭%, એચડીએફસી બેન્ક ૨.૪૬%, ટેક મહિન્દ્ર ૨.૨૩%, અદાણી પોર્ટ ૨.૧૫%, ટીસીએસ લી. ૨.૦૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૯૭%, સન ફાર્મા ૧.૫૭%, આઈટીસી લી. ૧.૪૮%, લાર્સન લી. ૧.૪૨%, એચસીએલ ટેકનોલોજી ૧.૨૩% અને ભારતી એરટેલ ૦.૯૮ ઘટ્યા હતા, જયારે ટાટા મોટર્સ ૩.૩૩%, ટાઈટન કંપની લિ. ૧.૭૦%, હિન્દુસ્તાન યૂનિલિવર ૧.૪૯%, નેસલે ઈન્ડિયા ૧.૪૭%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૮%, મારુતિ સુઝુકી ૦.૬૨%, એનટીપીસી લી. ૦.૫૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૫૩%, બજાજ ફાઈનાન્સ ૦.૩૨% અને પાવરગ્રીડ કોર્પોરેશન ૦.૨૪% વધ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સીધું ૯૯% ઘટી ગયું છે. એનએસડીએલના ડેટા પ્રમાણે, વર્ષ ૨૦૨૩માં ચોખ્ખો એફપીઆઈ ઇનફ્લો રૂ..૭૧ લાખ કરોડ હતો તે ઘટીને વર્ષ ૨૦૨૪માં માત્ર રૂ. ૨૦૨૬ કરોડ થઈ ગયો છે. એક તરફ ભારતીય અર્થતંત્ર નબળું પડયું છે ત્યારે બીજી તરફ યુએસ અર્થતંત્ર મજબૂત બન્યું છે. આમ વૈશ્વિક બજારોમાં યુએસ અર્થતંત્રની મજબૂત સ્થિતિ અને સતત ઊંચા વ્યાજ દરોના કારણે રોકાણકારો યુએસ તરફ વળી રહ્યા છે. સાથે સાથે અર્થતંત્રને ઉપર લાવવા માટે ચીનની સરકારે જાહેર કરેલા સ્ટીમ્યુલસ પેકેજના કારણે પણ ભારતને ફટકો પડયો છે. યુએસનાં બજારોની મજબૂતાઈએ ભારત સહિતના ઊભરતાં બજારોને અસર કરી છે.

આ ઉપરાંત ઘટતો જીડીપી વૃદ્ધિ દર, ઘટતા ઔદ્યોગિક ઉત્પાદન અને ઘટતી કોર્પોરેટ અર્નિંગ વૃદ્ધિને કારણે પણ ભારતીય બજારો ઓછા આકર્ષક બની ગયાં છે. દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિનું ચિત્ર દર્શાવતા એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ નવેમ્બર માસમાં ૫૬.૫૦ હતો તે ઘટી ડિસેમ્બર માસમાં ૫૬.૪૦ સાથે ૧૨ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર ૫.૪૦% સાથે સાત ત્રિમાસિકની નીચી સપાટીએ રહ્યો હતો. ઓકટોબરની સરખામણીએ નવેમ્બરનો ફુગાવો ઘટીને આવ્યો છે, છતાં વધી રહેલી સ્પર્ધા અને ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈમાં ડિસેમ્બર માસમાં સતત બીજા મહિને ઘટાડો ચિંતાની બાબત છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!