રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૧૮૨ સામે ૭૯૦૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૦૨૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૨૧૮ પોઈન્ટ બંધ થયેલ...!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૨૫૭ સામે ૨૪૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૯૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૧૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૦૧૮ પોઈન્ટ બંધ થયેલ...!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગુરુવારે શેરબજાર સળંગ ચોથા સેશનમાં ઘટાડા તરફી બંધ થયું હતું.અમેરિકાની ફેડરલ બેન્કે ગત રાતે વ્યાજદરોમાં ૦.૨૫% બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની સાથે હજુ બે વખત વ્યાજદરોમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા હતા. જેના લીધે બજારનો મૂડ બગડ્યો અને અમેરિકન માર્કેટમાં મોટો કડાકો બોલાઈ ગયો. જેની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક કડાકાની અસર હવે ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે. ભારતીય શેરબજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સમાં ૧૧૧૦૦ થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ૩૩૦થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેના લીધે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. જ્યારે બેન્ક નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ ૮૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો.
સેન્સેક્સ ૯૬૪ પોઈન્ટના ઘટાળા સાથે ૭૯૨૧૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૩૮ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૦૧૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૫૪ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૭૪૯ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ,નિફટીમાં સતત ધોવાણ સાથે ઓપરેટરો, ફંડો શેરોમાં સતત ઓફલોડિંગ થતાં અને પ્રોફિટ બુકિંગ વધતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. હેલ્થકેર એન્ડ ફાર્મા સેક્ટર આગામી ગાળામાં મજબૂત ગ્રોથ કરવાની સંભાવનાઓ દર્શાવવામાં આવતાં આજે હેલ્થકેર શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે.
ક્રિસમસ પૂર્વે અને યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગમાં વ્યાજદરોમાં ૦.૨૫% બેસિસ પોઈન્ટનો ઘટાડો ફોરેન ફંડોની શેરોમાં એક્ઝિટ મૂડમાં આવીને વેચવાલી વધતાં નિફટી, સેન્સેક્સે આજે મહત્વના સપોર્ટ લેવલો ગુમાવ્યા હતા. આ સાથે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારૂઢ થતાં પૂર્વે ભારતને અમેરિકી ચીજો પર આકરી આયાત ડયુટી સામે અમેરિકા પણ ભારતની ચીજોની અમેરિકામાં આયાત પર આકરી ડયુટી લાદવાની આપેલી ચીમકીએ પણ ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોને સાવચેત કરી દઈ ઓવરબોટ પોઝિશન હળવા કરવા લાગ્યા હતા. ક્રિસમસ વેકેશન શરૂ થતાં પૂર્વે શેરોમાં વેચવાલીને મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ પણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) પર અંકુશો મૂકવાના નિર્ણયે વધુ વેગ આપ્યો હતો.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,સિપ્લા,સન ફાર્મા,ગ્લેનમાર્ક ફાર્મા,મહાનગર ગેસ,ઓરબિંદો ફાર્મા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ઓબેરોઈ રીયાલીટી,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,એચડીએફસી બેન્ક,વોલ્ટાસ,ટેક મહિન્દ્રા,કોટક મહિન્દ્રા બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૧૫ અને વધનારની સંખ્યા ૧૬૮૦ રહી હતી, ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો,અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે જ ચાઈના મામલે આકરાં વલણના સંકેત સાથે ભારત માટે પણ વેપાર સહિતમાં કેટલાક નેગેટીવ નિર્ણયો લેવાય એવી શકયતા સમીક્ષકો મૂકવા લાગતાં ફંડોએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. આ સાથે વૈશ્વિક મોરચે ચાઈનાના નબળા આર્થિક આંકડા અને રશીયાના જનરલના મોસ્કોમાં વિસ્ફોટમાં મોતની જવાબદારી યુક્રેને લેતાં રશીયા-યુક્રેન વચ્ચે યુદ્વ વકરવાના એંધાણે પણ સાવચેતી જોવાઈ હતી.
જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. સીરિયા મામલે ટેન્શન સાથે અમેરિકામાં બાઈડન સત્તા છોડતા પહેલા યુક્રેનને મિસાઈલ અને અન્ય જોખમી શસ્ત્રોનો રશીયા સામે ઉપયોગ કરવા પરવાનગી આપી જઈ યુક્રેન-રશીયા યુદ્વને લાંબો સમય ચાલુ રહેવાનો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ પર છોડી જઈ વિશ્વની યુદ્વની સ્થિતિ કાયમ રહે એવા પ્રયાસોની નેગેટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઈ છે.હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. ક્રિસમસ હોલીડેની તૈયારી વચ્ચે વૈશ્વિક પરિબળો નેગેટીવ રહેતાં ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે.બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં વી આઈએક્ષમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.