January 18, 2025

+91 99390 80808

January 18, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૨.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૮૪ સામે ૮૦૬૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૦૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૮૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૧૮૨ પોઈન્ટ બંધ થયેલ...!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૧૭ સામે ૨૪૩૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૧૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૨૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૨૫૭ પોઈન્ટ બંધ થયેલ...!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજાર સળંગ ત્રીજા સેશનમાં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના પગલે વિદેશી રોકાણકારોની વેચવાલી છે. રોકાણકારો અમેરિકાની ફેડ રિઝર્વનું આગામી પગલું તેમજ ઈકોનોમિક આઉટલૂક પર નજર રાખી રહ્યા છે. આ ઘટાડો હેવીવેઇટ શેરોમાં દબાણને કારણે વધારે છે, જે રોકાણકારો માટે સૌથી મોટો ડર બન્યો છે. આજે સેન્સેક્સમાં ૬૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૧૮૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટીમાં ૮૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ ૫૦૨ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૧૮૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૬૦ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૨૫૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૧૧ પોઈન્ટના ઘટાળા સાથે ૫૨૩૦૪ પોઈન્ટના સ્તરે બંધ થયો.આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, એફએમસીજી,રિયાલ્ટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ સાથે ઈન્ડેક્સ બેઝડ બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય હેલ્થકેર સેક્ટર આગામી ગાળામાં મજબૂત ગ્રોથ કરવાની સંભાવનાઓ દર્શાવવામાં આવતાં આજે હેલ્થકેર શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. 

 મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) પર ઓફશોર ડેરિવેટીવ્ઝ ઈન્સ્ટ્રુમેન્ટ(ઓડીઆઈઝ) ઈસ્યુ કરવા સંબંધિત અંકુશો મૂકતાં અને યુ.એસ. ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગના આવતીકાલે વ્યાજ દર મામલે આવનારા નિષ્કર્ષ પૂર્વે ફંડો, મહારથીઓ નવી તેજીની પોઝિશન લેવાથી દૂર રહી ફોરેન પોર્ટપોલિયો ઈન્વેસ્ટરોએ શેરોમાં કેશમાં રૂ.૬૪૧૦ કરોડની જંગી વેચવાલી કરતાં ફ્રન્ટલાઈન શેરો ટીસીએસ, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક પાછળ કડાકો બોલાવી દીધો હતો. ફ્રન્ટલાઈન શેરોમાં ગાબડા સાથે અન્ય સંખ્યાબંધ શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી નીકળતાં સેન્ટીમેન્ટ ડહોળાયું  હતું. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે જ ચાઈના મામલે આકરાં  વલણના  સંકેત સાથે ભારત માટે પણ વેપાર સહિતમાં કેટલાક નેગેટીવ નિર્ણયો લેવાય એવી શકયતા સમીક્ષકો મૂકવા લાગતાં ફંડોએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. આ સાથે વૈશ્વિક મોરચે ચાઈનાના નબળા આર્થિક આંકડા અને રશીયાના જનરલના મોસ્કોમાં વિસ્ફોટમાં મોતની જવાબદારી યુક્રેને લેતાં રશીયા-યુક્રેન વચ્ચે યુદ્વ વકરવાના એંધાણે પણ સાવચેતી જોવાઈ હતી.

 આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,મુથૂટ ફાઈનાન્સ,લ્યુપીન,સન ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,ટેક મહિન્દ્રા,ગ્લેનમાર્ક ફાર્મા,રિલાયન્સ,ઓરબિંદો ફાર્મા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,એચડીએફસી એએમસી,લાર્સેન,ગ્રાસીમ,એસીસી,ઈન્ફોસીસ,એચડીએફસી બેન્ક,કોટક મહિન્દ્રા બેન્ક,વોલ્ટાસ,હવેલ્લ્સ,બાટા ઇન્ડિયા,અદાણી પોર્ટસ,ટાટા કેમિકલ્સ,ડીએલએફ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૬૨ અને વધનારની સંખ્યા ૧૪૪૪ રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ક્રિસમસ હોલીડેની તૈયારી વચ્ચે વૈશ્વિક પરિબળો નેગેટીવ રહેતાં ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે. ચાઈનાના કન્ઝયુમર આંકડા નબળી વૃદ્વિની આવતાં અને આ સપ્તાહના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ બેન્ક તરફથી વ્યાજ દર અને ફુગાવા અંગે નિર્ણય લેવામાં આવશે. જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી. બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં વી આઈએક્ષમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. સીરિયા મામલે ટેન્શન સાથે અમેરિકામાં બાઈડન સત્તા છોડતા પહેલા યુક્રેનને મિસાઈલ અને અન્ય જોખમી શસ્ત્રોનો રશીયા સામે ઉપયોગ કરવા પરવાનગી આપી જઈ યુક્રેન-રશીયા યુદ્વને લાંબો સમય ચાલુ રહેવાનો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ પર છોડી જઈ વિશ્વની યુદ્વની સ્થિતિ કાયમ રહે એવા પ્રયાસોની નેગેટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઈ છે.હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!