January 7, 2025

+91 99390 80808

January 7, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૧૨.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૪૮ સામે ૮૧૫૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૬૮૪ પોઈન્ટ બંધ થયેલ...!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૩૮ સામે ૨૪૬૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૮૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૩૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૧૭ પોઈન્ટ બંધ થયેલ...!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

મંગળવારે શેરબજારમાં વેચવાલીના માહોલ વચ્ચે સપ્તાહના બીજા દિવસે પણ નેગેટિવ રહી છે. ક્રિસમસ હોલીડેની તૈયારી વચ્ચે વૈશ્વિક પરિબળો નેગેટીવ રહેતાં ફંડોએ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સના મોટા ભાગના શેરમાં વધારો થઈ રહ્યો છે. આ ઘટાડો હેવીવેઇટ શેરોમાં દબાણને કારણે વધારે છે, જે રોકાણકારો માટે સૌથી મોટો ડર બન્યો છે. આજે સેન્સેક્સમાં ૧૨૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૪૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટીમાં ૮૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ ૧૦૬૪ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૬૮૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૨૦ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૪૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૮૧ પોઈન્ટના ઘટાળા સાથે ૫૩૦૧૫ પોઈન્ટના સ્તરે બંધ થયો.આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, એફએમસીજી,રિયાલ્ટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ સાથે ઈન્ડેક્સ બેઝડ બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. 

ચાઈનાના કન્ઝયુમર આંકડા નબળી વૃદ્વિની આવતાં અને આ સપ્તાહના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ બેન્ક તરફથી વ્યાજ દર અને ફુગાવા અંગે નિર્ણય લેવામાં આવશે. જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી. બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં વી આઈએક્ષમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,ગોદરેજ પ્રોપટી,ઓબેરોઈ રિયલ્ટી,સિપ્લા,વિપ્રો જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,ઈન્ડીગો,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,એસીસી,એચડીએફસી બેન્ક,સન ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,વોલ્ટાસ,ટેક મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,મહાનગર ગેસ,ટાટા કેમિકલ્સ,જીન્દાલ સ્ટીલ,ડીએલએફ,ટાટા મોટર્સ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૪૨ અને વધનારની સંખ્યા ૧૫૭૬ રહી હતી, ૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ચીનનો વપરાશ નવેમ્બરમાં અપેક્ષા કરતાં વધુ ધીમો પડ્યો છે. ગયા મહિને છૂટક વેચાણ માત્ર ૩% વધ્યું હતું, ઔદ્યોગિક ઉત્પાદન અપેક્ષા મુજબ ઘણું હતું, જ્યારે ઘરની કિંમતો હજુ પણ ઘટી રહી હતી,જોકે ધીમી ગતિએ.ટોચના ઉપભોક્તા ચીનનું છૂટક વેચાણ નવેમ્બરમાં અપેક્ષા કરતાં નબળું હતું સાથે સાથે બીજા ટ્રમ્પ વહીવટ હેઠળ વધુ યુએસ ટ્રેડ ટેરિફ માટે કૌંસ ધરાવે છે.યુક્રેન પર રશીયાએ  મિસાઈલ હુમલા કરતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાના અંદાજે અને ચાઈનાની સીઈડબલ્યુસી દ્વારા સ્ટીમ્યુલસ મામલે ખાસ કોઈ આશ્ચર્ય નહીં આપતાં ચાઈનાના બજારોમાં કડાકા પાછળ સેન્સેક્સ, નિફટી બેઝડ વેચવાલી જોવા મળી હતી.યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય,જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. ચીન અને યુરોપના આર્થિક ડેટા અને બોન્ડની વધતી જતી ઉપજને કારણે ઈક્વિટી વેલ્યુએશનને પડકાર્યા બાદ વૈશ્વિક શેરો નીચા ગયા હતા.

હેવીવેઇટ શેરમાં ઘટાડાનું મુખ્ય કારણ ત્રિમાસિક પરિણામો છે. જોકે, ટૂંક સમયમાં આ ઘટાડા પર બ્રેક લાગી શકે છે. તેમજ, સારા વૈશ્વિક સંકેતો અને ફેડરલ રિઝર્વના નિર્ણય પછી, ભારતીય શેરબજાર પણ વધી શકે છે. અત્યારે રોકાણકારોએ ધીરજ રાખવાની જરૂર છે. હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!