January 6, 2025

+91 99390 80808

January 6, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૨.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૧૦ સામે ૮૧૫૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૩૮૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૫૨૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૬૮૨ સામે ૨૪૬૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૬૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૩૪ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

બુધવારે શેરબજાર ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ તેજી બંધ થયો હતો.સીરિયા મામલે ફરી જીઓપોલિટીકલ ટેન્શનના પરિણામે સર્જાયેલી અનિશ્ચિતતાએ વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં ઉછાળે વેચવાલી જોવાઈ હતી.ફંડો નવી મોટી ખરીદીથી દૂર રહેવા સાથે નફાની તારવણી કરતાં ઉછાળે આંચકા આવ્યા હતા. કેપિટલ ગુડઝ કંપનીઓના શેરોમાં વેચવાલી સામે ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ મેટલ-માઈનીંગ, રિયાલ્ટી શેરોમાં ખરીદી કરી હતી. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટ્વિક આખર્ષણ જળવાયું હતું. સેન્સેક્સ બે-તરફી અથડાતી ચાલ જોવા મળી હતી.

સેન્સેક્સ ૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૫૨૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૫૫૮ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ, નિફટી બેઝડ બે-તરફી વધઘટના અંતે સ્થિરતા સામે આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના પસંદગીના શેરોમાં ખરીદીનું આકર્ષણ રહ્યું હતું. અલબત ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી.

ઓકટોબરમાં રૂપિયા ૪૧૮૮૭  કરોડની  સરખામણીએ નવેમ્બરમાં  ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ ઈન્ફલોસ ૧૪.૨૦% ઘટી રૂપિયા ૩૫૯૪૩.૪૯ કરોડ રહ્યો હતો.લાર્જ-કેપ તથા થીમેટિક-સેકટરલ ફન્ડસમાં ઈન્વેસ્ટમેન્ટ ધીમુ પડતા એકંદર ઈન્ફલોસ ધીમો પડયો છે,ફન્ડ ઉદ્યોગમાં ઈન્ફલોસમાં એકંદર ૭૫% ગાબડુ પડયું છે. ઓપન એન્ડેડ ઈક્વિટી ફન્ડસમાં સતત ૪૫માં મહિને ઈન્ફલોસ પોઝિટિવ રહ્યો છે. ગયા મહિને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) મારફત મન્થલી ઈન્વેસ્ટમેન્ટસ રૂપિયા ૨૫૩૨૦ કરોડ રહ્યું હતું.ગયા મહિને શેરબજારની કામગીરી નબળી રહેતા ઈક્વિટી ફન્ડ ઈન્ફલોસમાં ઘટાડો જોવા મળ્યો.મ્યુચ્યુઅલ ફન્ડસ ઉદ્યોગમાં એકંદર ઈન્ફલોસ નવેમ્બરમાં રૂપિયા ૬૦૨૯૫ કરોડ રહ્યો હતો.નવેમ્બરના અંતે દેશના મ્યુચ્યુઅલ ફન્ડોની એકંદર એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂપિયા ૬૮.૦૮ લાખ કરોડ રહી હતી, જે ઓકટોબરમાં રૂપિયા ૬૭.૨૫ કરોડ રહી હતી. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં એચડીએફસી એએમસી,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,હિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લાર્સેન, લ્યુપીન,એસીસી,મુથૂટ ફાઈનાન્સ,ટાટા કોમ્યુનિકેશન,વોલ્ટાસ,હવેલ્લ્સ,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,ભારત ફોર્જ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ટીસીએસ,અદાણી એન્ટર.,હિન્દુસ્તાન યુનીલીવર,કોટક મહિન્દ્રા બેન્ક,ટેક મહિન્દ્રા,સિપ્લા,રિલાયન્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૩૪ અને વધનારની સંખ્યા ૨૧૪૯ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,શેરબજારમાં તાજેતરના ઘટાડા છતાં,ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન અને જીડીપી રેશિયો ઉચ્ચ સ્તરે છે. તાજેતરમાં આ ગુણોત્તર ૧૪૭.૫% હતો, જે ૯૪% ના દસ વર્ષના સરેરાશ ગુણોત્તર કરતાં ૫૬ % વધુ છે.વર્તમાન માર્કેટ કેપિટલાઇઝેશન અને જીડીપી રેશિયો આ વર્ષના સપ્ટેમ્બરના અંતમાં ૧૫૪%ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચવાથી નજીક છે.વર્તમાન ભાવે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી), જેને નોમિનલ જીડીપી તરીકે પણ ઓળખવામાં આવે છે, વાર્ષિક ધોરણે ૯.૫% વધ્યું છે.બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૪૭૪.૪ બિલિયન પર પહોંચી ગયું હતું.એપ્રિલ-જૂન ૨૦૨૩ ક્વાર્ટરથી સતત સાત ક્વાર્ટરમાં ભારતના માર્કેટ કેપિટલાઇઝેશનમાં દેશના જીડીપી કરતાં ઝડપી દરે વૃદ્ધિ થઈ છે.૨૦૦૫-૨૦૦૭ના સમયગાળા પછી માર્કેટ કેપિટલાઇઝેશન ટુ જીડીપી રેશિયો માટે આ બીજી સૌથી લાંબી જીતનો દોર છે. ત્યારપછી સતત ૧૩ ક્વાર્ટરમાં બજાર મૂડી દેશના જીડીપી કરતાં વધુ ઝડપથી વધી હતી.ભારતનું માર્કેટ કેપ અને જીડીપી રેશિયો મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ છે. ભારતમાં આ ગુણોત્તર ચીન, મેક્સિકો અને બ્રાઝિલ જેવા ઉભરતા અર્થતંત્રો કરતાં ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપના વિકસિત બજારોની નજીક છે.

અમેરિકાના આકરાં વલણથી એડવાન્ટેજ ભારત બનવાની અને ઉદ્યોગોમાં નવું વિદેશી રોકાણ ઠલવાશે એવી અપેક્ષાએ વૃદ્વિને વેગ મળતો જોવાઈ શકે છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ અપેક્ષા મુજબ જાળવી રાખ્યા છતાં લિક્વિડિટી વધારવા પગલાં લીધા છે. આગામી દિવસોમાં શેરોમાં તેજીનો દોર આગળ વધવાની પૂરી શકયતા છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

HIND PETRO

RITES LTD

IRCON INTER.

INOX WIND

BAJAJ FINSERV

error: Content is protected !!