રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૦૯ સામે ૮૧૬૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૪૧૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૩૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૫૦૮ પોઈન્ટ બંધ થયેલ...!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૮૩ સામે ૨૪૭૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૫૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૧૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૯૪ પોઈન્ટ બંધ થયેલ...!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સોમવારે શેરબજાર ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ મંદીમાં બંધ થયો હતો.સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૫૦૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૮ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૬૯૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૫૩૧ પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેકસ, નિફટીમાં ભારે વોલેટીલિટી બાદ સ્થિરતા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધૂમ વેચવાલી સાથે ફંડો, ઓપરેટરો ભાવો તોડીને વેચવા લાગ્યાના સંકેત વચ્ચે ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશ ઘટાળો થયો હતો.
ભારતીય અર્થતંત્રમાં વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે.ખાસ કરીને વર્ષ ૨૦૦૦ બાદથી વિદેશી રોકાણ માટે ભારત લોકપ્રિય સ્થળ બન્યું છે. તેમાં પણ કોવિડ ૧૯ મહામારી બાદ ઘણા ટોચના દેશો ભારતમાં રોકાણ કરવા ડાયવર્ટ થયા છે. ૨૦૨૪માં પ્રથમ છ માસમાં એફડીઆઈ ૨૯% વધ્યું છે. છેલ્લા ૨૪ વર્ષમાં એફડીઆઈ (ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ) ૦૧ લાખ કરોડ ડોલર નોંધાયું છે. ભારતમાં એપ્રિલ ૨૦૦૦થી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન આશરે ૮૫ લાખ કરોડ (૧ લાખ કરોડ ડોલર)નું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ નોંધાયું છે. જે વૈશ્વિક સ્તરે સુરક્ષિત અને અગ્રણી રોકાણ સ્થળ તરીકે દેશની લોકપ્રિયતા દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન એફડીઆઈની કુલ રકમ ૧૦૩૩.૪૦ અબજ ડોલર હતી, જેમાં ઈક્વિટી, રિઈન્વેસ્ટમેન્ટ, અને અન્ય રોકાણો સામેલ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર,૨૦૧૪ થી અત્યારસુધીમાં ભારતમાં કુલ ૬૬૭.૪ અબજ ડોલરનું એફડીઆઈ નોંધાયું છે. જે છેલ્લા એક દાયકાની તુલનાએ ૧૧૯ટકા વધુ છે. છેલ્લા એક દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં એફડીઆઈ રોકાણ ૬૯% વધી ૧૬૫.૧ અબજ ડોલર થયું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં એફડીઆઈ રોકાણ ૧૯% વધ્યું છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,કોટક મહિન્દ્રા બેન્ક,એચડીએફસી બેન્ક,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,ભારત ફોર્જ,રામકો સિમેન્ટ્સ,જેએસડબ્લ્યુ સ્ટીલ,જીન્દાલ સ્ટીલજેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગોદરેજ,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,લ્યુપીન,ગ્લેનમાર્ક ફાર્મા,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,ટાટા કેમિકલ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૭૨ અને વધનારની સંખ્યા ૨૨૯૯ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો,હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ આગામી દિવસોમાં જળવાઈ રહેશે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફરી બેક ટુ ઈન્ડિયા થવા લાગી શેરોમાં વિદેશી ફંડોની મોટી ખરીદી થતાં સાર્વત્રિક તેજી રહી હતી.ભારતીય શેર બજારોમા ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરરો (એફપીઆઈઝ) શેરોમાં નેટ ખરીદદાર બનવા લાગતાં ફુલગુલાબી તેજી દેખાવા લાગી છે. વિદેશી ફંડોની અગાઉ સતત વેચવાલી અને ઘણા શેરોમાં ઓવરવેલ્યુએશનના કારણે તેજીની અતિની ગતિને બ્રેક લાગી હતી.હવે શેરોમાં મોટું કરેકશન આવી ગયા બાદ ઘણા શેરોમાં વાસ્તવિક વેલ્યુએશન દેખાવા લાગ્યું છે.જેના પરિણામે ફંડોએ આકર્ષક વેલ્યુએશને મળતાં અને ઘટી ગયેલા શેરોમાં મોટી ખરીદી કરીને તેમના પોર્ટફોલિયોને મજબૂત બનાવવા લાગ્યો છે.
વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન, યુદ્વના વાદળો વિખેરાવા લાગ્યા બાદ હજુ ઈઝરાયેલ અને રશિયાના છમકલા છતાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સુકાન સંભાળતા પૂર્વે યુદ્વની સ્થિતિ વધુ હળવી થવાની અને વિશ્વનું ફોક્સ આર્થિક વિકાસ પર આવી જવાની અપેક્ષાએ તેજીનો સળવળાટ વધ્યો છે. જેમાં પણ ચાઈના માટે અમેરિકાના આકરાં વલણથી એડવાન્ટેજ ભારત બનવાની અને ઉદ્યોગોમાં નવું વિદેશી રોકાણ ઠલવાશે એવી અપેક્ષાએ વૃદ્વિને વેગ મળતો જોવાઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ અપેક્ષા મુજબ જાળવી રાખ્યા છતાં લિક્વિડિટી વધારવા પગલાં લીધા છે. આગામી દિવસોમાં શેરોમાં તેજીનો દોર આગળ વધવાની પૂરી શકયતા છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.