December 12, 2024

+91 99390 80808

December 12, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૧૨.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૬૫ સામે ૮૧૮૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૫૦૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૭૦૯ પોઈન્ટ બંધ થયેલ...!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૭૬૪ સામે ૨૪૭૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૮૩ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શુક્રવારે શેરબજાર મંદી સાથે બંધ થયું હતું.ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ મંદીમાં બંધ થયો. સપ્ટેમ્બર ત્રિમાસિક માટે કંપનીઓના નબળા પરિણામો તથા અપેક્ષા કરતા નોંધપાત્ર નીચા આર્થિક વિકાસ દર છતાં ગુરુવાર સુધી સતત પાંચમાં સત્રમાં દેશના શેરબજારમાં રેલી જળવાઈ રહી હતી. છેલ્લા પાંચમાંથી  ત્રણ  સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ભારતીય ઈક્વિટીસમાં નેટ ખરીદી જોવા મળી છે. વિદેશી ફન્ડોએ વધુ રૃપિયા ૮૫૩૯ કરોડની  ઈક્વિટીની નેટ ખરીદી કરી હતી. ઓકટોબર તથા નવેમ્બરમાં સતત વેચવાલ રહ્યા બાદ એફઆઈઆઈ વર્ષના અંતિમ મહિનામાં સક્રિય બન્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ભારતીય શેરબજારના ઐતિહાસિક ડેટા જોઈએ તો ડિસેમ્બર મહિનો બજાર માટે મોટાભાગે તેજીનો મહિનો જ રહ્યો છે. 

સેન્સેક્સ ૫૬ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૭૦૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૮૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૭૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો.

આરબીઆઈનો રેપો રેટ ૬.૫૦% પર યથાવત્ હતો. જેમાં હવે કોઈ ફેરફાર ન કરતાં ૪:૨ ના બહુમતથી રેપો રેટને ફરી એકવાર ૬.૫૦% પર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો.જેનાથી એવું કહેવાય છે કે હોમ લોનના ઈએમઆઈ પર કોઈ ફેર નહીં પડે. કોઈ રાહત પણ નહીં મળે. મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ માં મજબૂત જીડીપી ગ્રોથ જાળવી રાખવાના ઉદ્દેશ સાથે કેશ રિઝર્વ રેશિયોમાં ૫૦ બેઝિસ પોઈન્ટ (૦.૫૦%)નો ઘટાડો કર્યો છે. કેશ રિઝર્વ રેશિયો ઘટાડી ૪% કરવામાં આવતાં દેશની નાણાકીય સિસ્ટમાં રૂ. ૧.૦૬ લાખ કરોડની લિક્વિડિટી ઉેમરાવાનો આશાવાદ માર્કેટને આપ્યો છે.જે પ્રોજેક્ટ ફંડિંગ અને ગ્રોથને વેગ આપશે.મોટાભાગની બેન્કોના ટ્રેઝરી બોન્ડ પોર્ટફોલિયોનો નફો વધશે. તેમજ વપરાશમાં વધારો થતાં અર્થતંત્રને ટેકો મળશે.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,એચડીએફસી એએમસી,લાર્સેન,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,મુથૂટ ફાઈનાન્સ,વોલ્ટાસ,ટેક મહિન્દ્રા,એસબીઆઈ લાઈફ,બાટા ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,ટોરેન્ટ ફાર્મા,એસીસી,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,એચડીએફસી બેન્ક,સન ફાર્મા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૯૦ અને વધનારની સંખ્યા ૨૩૯૯ રહી હતી, ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ ૬.૫૦% પર યથાવત્ હતો.આરબીઆઈએ વર્તમાન ફુગાવા અને જીડીપીના આંકડાને ધ્યાનમાં લેતા નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે જીડીપી ગ્રોથ અંદાજ ૭.૨% થી ઘટાડી ૬.૬% કર્યો છે. ફુગાવાનો અંદાજ પણ ૪.૫% થી ઘટાટડી ૪.૮% રહેવાનો અંદાજ આપ્યો છે.ડિસેમ્બર,૨૦૨૪ માં સીપીઆઈ ફુગાવો ૫% ના દરમાં કે તેનાથી ઓછો નોંધાય તો ફેબ્રુઆરી,૨૦૨૫ માં રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. આરબીઆઈ ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વૈશ્વિક સ્તરે માગ નબળી પડી છે, દેશનો જીડીપી ગ્રોથ પણ ઘટ્યો છે. જે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.

શેરબજારમાં કરેક્શનનો માહોલ પૂર્ણ થયો છે.માર્કેટ બાઉન્સ બેક થયું છે.હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફરી બેક ટુ ઈન્ડિયા થવા લાગી શેરોમાં વિદેશી ફંડોની મોટી ખરીદી થતાં સાર્વત્રિક તેજી રહી હતી. હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે.પરંતુ અત્યારે બજાર પૂર્ણપણે ફરી તેજીની પટરી પર આવી ગયું હોવાનો વિશ્વાસ મૂકવો વહેલો ગણાશે. જીડીપી વૃદ્વિના આંક બે વર્ષના તળીયે આવતાં અને હજુ જીઓપોલિટીકલ ટેન્શન પૂર્ણપણે હળવું નહીં થયું હોવાથી નિફટી બેઝડ વંટોળ હજુ ડિસેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી ચાલુ રહેવાની સંભાવનાને જોતાં બજાર હજુ વોલેટાઈલ રહેવાની શકયતા છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

CIPLA

ADANI PORTS

TATA CONSUMER

HDFC LIFE

error: Content is protected !!