રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૯૮૦૨ સામે ૭૯૭૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૩૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૨૪૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૩૦૪ સામે ૨૪૩૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૬૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૪૨૮ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે.માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. સેન્સેક્સ ૪૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૨૪૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૪૨૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૯૫ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ, નિફટીમાં આજે ઉછાળો આવ્યા સાથે ફંડો, રિટેલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ વધુ પોઝિટીવ બની હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી ચાલુ રાખી હતી. કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી ચાલુ રહી હતી. ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ અને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી.
દેશનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ અને માઇનિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શન અને નબળી માંગને કારણે ઘટીને ૫.૪% થઇ ગયો છે જે છેલ્લા બે વર્ષનું નિમ્ન સ્તર છે.આ સમયે અર્થતંત્ર બે વર્ષ માટે તળિયે વિકાસ પામ્યું હોવાના આંકડા આવતા હવે રિઝર્વ બેંક ઉપર વ્યાજનો દર ઘટાડવા દબાણ વધશે.ઉલ્લેખનીય છે કે ૨૦૨૩-૨૪માં જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં જીડીપી ૮.૧% રહ્યો છે. જ્યારે ૨૦૨૪-૨૫માં એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી ૬.૭% રહ્યો હતો.આ દરમિયાન સરકારે જારી કરેલા આંકડા અનુસાર કેન્દ્રની નાણાકીય ખાધ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં સમગ્ર વર્ષના કુલ લક્ષ્યાંકના ૪૬.૫ ટકા થઇ ગઇ છે. ઓક્ટોબર, ૨૦૨૪માં આઠ કોર સેક્ટરનો વિકાસ ઘટીને ૩.૧ ટકા થઇ ગયો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ આઠ કોર સેક્ટરનો વિકાસ ૧૨.૭ ટકા હતો.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,એસીસી,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,લ્યુપીન,ઓબેરોઈ રીયાલીટી,મુથૂટ ફાઈનાન્સ,એચડીએફસી બેન્ક,ટાટા કોમ્યુનિકેશન,ગ્લેનમાર્ક ફાર્મા,ટેક મહિન્દ્રા,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,સન ફાર્મા,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,અદાણી પોર્ટસ,ટાટા કેમિકલ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન,હિન્દુસ્તાન યુનીલીવર,કોટક મહિન્દ્રા બેન્ક,ઇપ્કા લેબ,સિપ્લા,ઓરબિંદો ફાર્મા,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૦ અને વધનારની સંખ્યા ૨૫૦૮ રહી હતી, ૧૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક મોરચે ઈઝરાયેલ-લેબનોન વચ્ચે યુદ્વ વિરામ બાદ હિઝબુલ્લાહ યુદ્વ વિરામનો ભંગ કરી રહ્યાના અને ફરી યુદ્વની શકયતાના સંકેત સાથે યુક્રેન પર રશીયાના મહા મિસાઈલ હુમલાના પરિણામે જીઓપોલિટીકલ ટેન્શન વધવાનું જોખમ ઊભું થયું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે થઈ રહેલા આ વૈશ્વિક ડેવલપમેન્ટ કેવો વળાંક લેશે એ કળવું હાલ મુશ્કેલ હોવાથી સાવચેત તેજીના મોટા વેપારમાં સાવચેત રહેવું આવશ્યક છે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) દ્વારા ભારતીય શેર બજારોમાં વેચવાલમાંથી ખરીદદાર બન્યા સાથે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં નિફટી બેઝડ મચાવેલા તોફાન બાદ સપ્તાહના અંતે શેરોમાં સાર્વત્રિક તેજીના મંડાણ થતાં જોવાયા છે. અલબત એફપીઆઈઝ સપ્તાહના અંતે કેશ સેગ્મેન્ટમાં ફરી વેચવાલ બન્યા સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ખરીદી કરીને સ્મોલ, મિડ કેપ શેરોમાં નવા પ્રાણ પૂર્યા છે. પરંતુ અત્યારે બજાર પૂર્ણપણે ફરી તેજીની પટરી પર આવી ગયું હોવાનો વિશ્વાસ મૂકવો વહેલો ગણાશે. જીડીપી વૃદ્વિના આંક બે વર્ષના તળીયે આવતાં અને હજુ જીઓપોલિટીકલ ટેન્શન પૂર્ણપણે હળવું નહીં થયું હોવાથી નિફટી બેઝડ વંટોળ હજુ ડિસેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી ચાલુ રહેવાની સંભાવનાને જોતાં બજાર હજુ વોલેટાઈલ રહેવાની શકયતા છે. સપ્તાહના અંતે જોવાયેલી તેજીને અત્યારે તો પુલબેક રેલી જ ગણી શકાય. અત્યારે પુલ બેક રેલી સાથે શેરોમાં ડિફેન્સિવ રહી સિલેક્ટિવ રહેવું. નવેમ્બરમાં કડાકા બાદ હવે ડિસેમ્બરનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.