January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૧૧.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૦૦૪ સામે ૮૦૧૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૮૪૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૨૩૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૨૧૭ સામે ૨૪૨૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૫૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૯૯ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં બુધવારે ખુલતાંની સાથે જ મંદી જોવા મળી હતી.ત્યારબાદ તેજી જોવા મળી હતી.અમેરિકી નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળે એ પૂર્વે ફરી આકરાં ટેરિફની વિશ્વને ચેતવણી આપતાં આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવા મળી હતી.સ્મોલ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાયું હતું.સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૦૦૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૬ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૨૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૨૧૮ પોઈન્ટના સ્તરે બંધ થયો.કરન્સી બજાર આજે રૂપિયા સામે ડોલરના ભાવ ટોચ પરથી ઝડપી તૂટતાં રૂપિયો સ્પ્રિંગની જેમ ઉછળ્યો હતો. શેરબજાર ઉછળતાં કરન્સી બજારમાં રૂપિયા પર પોઝીટીવ અસર દેખાઈ હતી. સેન્સેક્સ, નિફટી બેઝડ અંતે નરમાઈ સામે સ્મોલ કેપ શેરોમાં આજે ઘણા શેરોમાં પસંદગીની ખરીદી જળવાતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. 

વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે આગામી બે નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે. તેનું મુખ્ય કારણ ઊંચા વ્યાજ દરોને કારણે શહેરી માંગમાં ઘટાડો થયો છે. યુએસ ચૂંટણી પરિણામો પછી એશિયા-પેસિફિક અર્થતંત્રો માટે તેના આર્થિક અનુમાનને અપડેટ કરતા, રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬)માં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ ૬.૭% અને નાણાકીય વર્ષ ૨૦૨૬-માં ૬.૮% રહેવાનો અંદાજ મૂક્યો હતો. એસએન્ડપીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં GDP વૃદ્ધિ દર ૬.૮% રહેવાનો અંદાજ મૂક્યો છે. રેટિંગ એજન્સીને નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮માં જીડીપી વૃદ્ધિ દર ૫% રહેવાની અપેક્ષા છે.વધતા જોખમો ૨૦૨૫ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એશિયા-પેસિફિક માટે આર્થિક દ્રષ્ટિકોણને નબળો પાડી રહ્યા છે.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,અદાણી એન્ટર.,એસીસી,ટેક મહિન્દ્રા,કોટક મહિન્દ્રા બેન્ક,એચડીએફસી બેન્ક,હવેલ્લ્સ,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,ભારત ફોર્જ,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,લાર્સેન,ડીવીસ લેબ,એચસીએલ ટેકનોલોજી,ટોરેન્ટ ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,સન ફાર્મા, વોલ્ટાસ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૬ અને વધનારની સંખ્યા ૨૫૯૨ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,અમેરિકાનો વિકાસદર ધાર્યા કરતાં વધુ ઝડપી રહ્યો છે, પરંતુ યુરોપની માળખાકીય નિર્બળતા અને ચીનનાં અર્થતંત્રમાં મંદ ગતિ આવી છે તો ત્રીજી તરફ યુક્રેન અને ગાઝા યુદ્ધે વૈશ્વિક પરિસ્થિતિ અશાંત કરી છે. આની વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે, જેના ભાગરૂપે ભારતીય અર્થતંત્ર ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે. આમ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિ સ્થાપક રહ્યું છે, અને ચોમાસા દરમિયાન તેના વિકાસદરમાં થયેલી પીછેહઠ હવે દૂર થઈ છે.ઓક્ટોબરથી તેમાં સ્થિર રૂપે પ્રગતિ થઈ રહી છે.ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (એફએમસીજી)નું વેચાણ શહેરોમાં તથા ગામડાંઓમાં પણ વધ્યુ છે. ટ્રેક્ટરનું વેચાણ વધ્યું છે તેમજ ટુ-વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું છે. આથી મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટર બંને ખુશ-ખુશાલ છે. પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ટ્રેન્ડઝ પણ પોઝિટિવ રહ્યા છે. બીજી તરફ તેલના ભાવ વૈશ્વિક સ્તરે પણ ઉંચા ગયા છે. તેથી આપણા અર્થતંત્ર ઉપર પણ દબાણ આવી રહ્યું છે. જોકે આગામી મહિનાઓમાં ખાદ્ય-પદાર્થોના ભાવ ઘટવાની આશા રાખવામાં આવે છે તેમ પણ વિત્ત મંત્રાલયનો રીપોર્ટ જણાવે છે. તે માટે તેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશભરમાં થયેલા સારા વરસાદને લીધે ખરીફ તો સારો ઉતર્યો જ છે પરંતુ રવિ પાક (શિયાળુ પાક) પણ સારો ઉતરવાની આશા છે.આમ છતાં આયાતમાં થતો વધારો અને તેને લીધે ઉભી થતી વ્યાપારી ખાદ્ય પ્રત્યે આ અહેવાલ ચેતવણી ઉચ્ચારે છે. ચીનમાં પ્રવર્તતી પરિસ્થિતિ પ્રત્યે પણ નિર્દેશ કરતાં અહેવાલ જણાવે છે કે ત્યાંથી એફડીઆઈ ભારત તરફ વળતાં ફોરેન રીઝર્વ્સમાં ૨૦૨૪માં ૬૪.૮ બિલિયન ડોલર્સનો વધારો થયો છે. આપણું અર્થતંત્ર મજબૂત તો છે જ છતાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!