November 26, 2024

+91 99390 80808

November 26, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૧૧.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૧૦૯ સામે ૮૦૪૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૬૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૦૦૪ પોઈન્ટ બંધ થયેલ...!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૨૭૩ સામે ૨૪૩૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૧૩૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૨૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૨૧૭ પોઈન્ટ બંધ થયેલ...!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં મંગળવારે ખુલતાંની સાથે જ તેજી જોવા મળી હતી. ત્યારબાદ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૦૦૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૬ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૨૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૨૧૮ પોઈન્ટના સ્તરે બંધ થયો.સ્મોલ,મિડ કેપ,રોકડાના શેરોમાં બજારમાં ગભરાટ વધતાં ફરી રિટેલ ઈન્વેસ્ટરોની  વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે ઘટાડે શોર્ટ કવરિંગ કર્યું હતું. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી થઈ હતી. એફએમસીજી શેરોમાં આજે ફ્રન્ટલાઈન શેરોમાં પસંદગીની ખરીદી સામે અન્ય અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. 

વર્તમાન વર્ષમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો  (એફઆઈઆઈ)એ ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્ર તથા નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીઓમાંથી જંગી રોકાણ પાછુ ખેંચી લીધું હોવાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓકટોબરના ગાળામાં વિદેશી રોકાણકારોએ ફાઈનાન્સિઅલ સેવા ક્ષેત્રની કંપનીઓમાંથી રૂપિયા ૬૩૮૭૧ કરોડ   અને   ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રની કંપનીઓમાંથી એકંદરે રૂપિયા ૩૨૦૦૦ કરોડનું રોકાણ પાછુ ખંચી લીધું છે. વર્તમાન નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં વિદેશી રોકાણકારોએ કુલ ૧૩ ક્ષેત્રોમાં રૂપિયા ૩૦૭૭૪ કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે જેમાં રૂપિયા ૭૨૧૪ કરોડ સાથે સૌથી વધુ રોકાણ ઓઈલ એન્ડ ગેસ કંપનીઓમાંથી પાછું ખેંચાયું હોવાનું એનએસડીએલના ડેટા પરથી કહી શકાય છે. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,હિન્દુસ્તાન યુનીલીવર,ઓબેરોઈ રીયાલીટી,મુથૂટ ફાઈનાન્સ,એચસીએલ ટેકનોલોજી,એચડીએફસી બેન્ક,ટેક મહિન્દ્રા,હવેલ્લ્સ,વોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા,બાટા ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,લ્યુપીન,કોટક મહિન્દ્રા બેન્ક,સન ફાર્મા,ભારતી ઐરટેલ,ભારત ફોર્જ,સિપ્લા,એક્સીસ બેન્ક,અદાણી પોર્ટસ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૦ અને વધનારની સંખ્યા ૨૨૮૧ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે.કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે ૨૩ તથા ૨૪ ડિસેમ્બરે યોજાનાર છે.નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનોને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના જણાવ્યું હતું.કાઉન્સિલની બેઠકમાં વરિષ્ઠ નાગરિકોને તેમના આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે તેવી શકયતા ચર્ચાઈ રહી છે.

શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.ભારતીય શેર બજારો માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડયું છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશીયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશીયાની ન્યુક્લિયર યુદ્વની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ યોજાઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની તરફેણમાં જનાદેશને લઈ રાજ્યમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના સંકેતની પોઝિટીવ અસર આગામી દિવસોમાં બજારમાં જોવાશે.ગત સપ્તાહના અંતે શુક્રવારે શેર બજારોમાં આવેલી મોટી તેજી  અને ફોરેન ફંડોની વેચવાલી હવે અટકવાના સંભવિત પોઝિટીવ ડેવલપમેન્ટે હાલ તુરત બજારે યુ-ટર્ન લેશે. અનિવાર્ય કરેકશનનો દોર હાલ તુરત પૂરો થયો ગણી શકાય.હવે કોઈપણ અનિચ્છનીય જીઓપોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાળા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે. સિલેક્ટિવ શેરોમાં તેજી જોવાશે, છતાં ફંડામેન્ટલ અને ઓવર વેલ્યુએશનના ફેકટરને ધ્યાનમાં રાખીને મન ફાવે એ નબળા શેરોમાં ખરીદીથી દૂર રહેવું. જેથી રોકાણકારોને થોભો અને માર્કેટ સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવાની સલાહ.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!