January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૧૧.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૩૩૯ સામે ૭૭૫૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૪૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૫૭૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૫૧૩ સામે ૨૩૬૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૪૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૨૪ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

મંગળવારે શેરબજારમાં ગેપ ઓપનિંગ જોવા મળ્યું હતું.શેરબજારમાં એશિયન શેરબજારોના સથવારે સ્થાનિક શેરબજારમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. શેરબજારમાં છેલ્લા સળંગ સાત દિવસના કડાકા બાદ આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૨૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૫૭૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ  ૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૪૯૯ પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેક્સ, નિફટીમાં ઉછાળે આંચકા છતાં આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધારો થયો હતો.

સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓવરઓલ માહોલ સુધારા તરફી જોવા મળ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહથી મંદીનો સામનો કરી રહેલા સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આજે સુધારો જોવા મળ્યો છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૧૦૦ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૨૫૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો છે.રિયાલ્ટી, પીએસયુ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, પાવર, કેપિટલ ગુડ્સ, આઈટી ઈન્ડેક્સ ૧.૫૦% થી વધુ ઉછાળો જોવા મળીયો હતો.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,ટીવીએસ મોટર્સ,ઈન્ફોસીસ,લ્યુપીન,સિપ્લા,એસબીઆઈ કાર્ડ્સ,ડીએલએફ,હવેલ્લ્સ,મુથૂટ ફાઈનાન્સ,ગ્લેનમાર્ક ફાર્મા,ઓરબિંદો ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,ટાટા મોટર્સ,એક્સીસ બેન્ક,ટેક મહિન્દ્રા,અદાણી પોર્ટસ,વિપ્રો જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન,ભારતી ઐરટેલ,ગ્રાસીમ,એસીસી,મહાનગર ગેસ,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,વોલ્ટાસ,જીન્દાલ સ્ટીલ,એચસીએલ ટેકનોલોજી જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૭ અને વધનારની સંખ્યા ૨૩૨૬ રહી હતી,  ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૩૨૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી ટૂંકા ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી સાથે કરેક્શનનો માહોલ જળવાઈ રહેશે. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર હજી પૂર્ણ થયો નથી. ટ્રમ્પ સત્તાની કમાન સંભાળે અને નવી નીતિઓ અંગે સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી બજારમાં અસ્થિરતા રહેશે.વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ થઈ રહેલા ડેવલપમેન્ટ અને બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન ઘટવાની અપેક્ષા સામે ચાઈના સાથે અમેરિકાનું ટેરિફ યુદ્વ શરૂ થવાની ગણાઈ રહેલી ઘડીએ વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ મચતી જોવાઈ છે.અગાઉ ચાઈનાના સ્ટીમ્યુલસ મેગા પેકેજના પરિણામે વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાંથી ઉચાળા ભરીને ચાઈના તરફ વળી રહ્યાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટીમાં મોટા કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પડેલા મોટા ગાબડાંએ સંકટના એંધાણ આપી દીધા હતા.

એફપીઆઈઝની એક્ઝિટ ઈન્ડિયા અટકવાની અને ફરી ભારતીય બજારોમાં વેલ્યુબાઈંગ શરૂ થવાની શકયતા ચર્ચાવા લાગી છે. અલબત પોઝિટીવ ડેવલપમેન્ટ છતાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી-પરિણામો નબળા હોવાથી અને આ પરિણામોની સ્થિતિ સુધરતાં ૬થી ૯ મહિના લાગી જવાની શકયતા બતાવી રહ્યા હોઈ શેરોમાં આગામી દિવસોમાં તેજીના સંભવિત ઉછાળા લલચાઈ ન જવાય એની પણ સાવચેતી રાખવી જરૂરી છે. શેરોમાં મોટી ખરીદીને બદલે આકર્ષક વેલ્યુએશને મળતાં શેરોમાં રોકાણની પસંદગી કરવી.હજુ ઓવર વેલ્યુએશન ધરાવતા શેરોમાં ઉછાળે શેરો ઓફલોડ થવાની પૂરી શકયતા છે.કાલરોજ ૨૦, નવેમ્બર ૨૦૨૪ના બુધવારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી પર શેર બજારની નજર રહેશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!