November 22, 2024

+91 99390 80808

November 22, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૧.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૬૯૦ સામે ૭૭૬૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૪૨૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૫૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૫૮ સામે ૨૩૬૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૫૬૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૨૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા બાદ સરકારના મહત્ત્વના પદ માટે થઈ રહેલી અટકળો તેમજ ચીન સાથે ટ્રેડ-વૉર ઉદ્ભવવાના સંકેતો સાથે આ મુવમેન્ટની વૈશ્વિક નાણાંકીય બજાર પર પ્રતિકૂળ અસર થવાની ગણતરી પાછળ વિશ્વના અન્ય બજારો સહિત ભારતીય શેરબજારમાં ધોવાણ થયું હતું. અમેરિકાના પ્રતિકૂળ અહેવાલોની બીજી તરફ જીયો-પોલિટિકલ ટેન્શનના અહેવાલો સહિતના અન્ય પરિબળો પાછળ વિદેશી રોકાણકારોની વેચવાલીએ બજારનું માનસ ખરડાતા ભારતીય શેરબજારમાં આજે વેચવાલી જોવા મળી હતી.

એફપીઆઈઝની ભારતમાંથી સતત શેરો વેચીને થઈ રહેલી એક્ઝિટના પરિણામે અમેરિકી ડોલર સામે વૈશ્વિક ચલણો સાથે ભારતીય રૂપિયો પણ તૂટતો જઈ નવા તળીયે આવી જવાના પરિણામે અને ફુગાવો – મોંઘવારીનો આંક વધીને ૧૪ મહિનાની ઊંચી સપાટીએ આવતાં બજારમાં ઉછાળે સાવચેતી જોવા મળી હતી. સેન્સેક્સ ૯૮૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૬૯૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૯૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૮૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૪૯૨ પોઈન્ટના સ્તરે બંધ થયો.

ઓવર વેલ્યુએશનનો ભય હકીકત બની અનેક શેરોના ભાવોમાં મોટા ગાબડાં પડતાં જોવાઈ રહ્યા છે. જાણે કે રિટેલ ઈન્વેસ્ટરો અટવાઈ પડયા હોય એમ શેરોના ભાવો ઓછા વોલ્યુમે તૂટતાં જોવાઈ રહ્યા હતા. ઓકટોબર મહિનામાં એસપીઆઈ થકી રોકાણનો પ્રવાહ વધતો જોવાયા છતાં જાણકારોમાં આ પ્રવાહ હવે મંદ પડવા લાગ્યો હોવાનું અને રિટેલ ઈન્વેસ્ટરોના મ્યુચ્યુઅલ ફંડોમાં સંભવિત રિડમ્પશનના ધસારાના સંજોગોમાં બજારમાં પરિસ્થિતિ અંકુશ બહાર જવાનું જોખમ સર્જાવાની ચણભણ થવા લાગી છે.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં અદાણી એન્ટર., કોટક મહિન્દ્રા બેન્ક, રિલાયન્સ, ઓબેરોઈ રીયાલીટી, વોલ્ટાસ, બાટા ઇન્ડિયા, ટાટા કેમિકલ્સ, રામકો સિમેન્ટ, જીન્દાલ સ્ટીલ, સન ટીવી લાઈફ જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ, લાર્સેન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોરેન્ટ ફાર્મા, લ્યુપીન, ઓરબિંદો ફાર્મા, એક્સીસ બેન્ક, સન ફાર્મા, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, અદાણી પોર્ટસ, વિપ્રો, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૩ અને વધનારની સંખ્યા ૨૧૪૫ રહી હતી, ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે. કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે ૨૩ તથા ૨૪ ડિસેમ્બરે યોજાનાર છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનોને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના જણાવ્યું હતું. જીએસટી પરના પ્રધાનોના જૂથે આરોગ્ય તથા જીવન વીમા પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપવા ભલામણ કરી છે. જીવન વીમા પ્રીમિયમ્સ પરના જીએસટી દરમાં સૂચિત રાહતથી સરકારને આવકમાં રૂ.૨૦૦ કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે, જે અન્ય ચીજવસ્તુ પરના દર વધારી ભરપાઈ કરવા દરખાસ્ત હોવાનું જણાવ્યું હતું.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ તરીકેના વિજયથી ભારતમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ પર અસર પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. જો કે ભારતમાં એફડીઆઈ માટે નવા ક્ષેત્રો ઊભરી રહ્યા છે જે અમેરિકાની પીછેહઠના કિસ્સામાં એફડીઆઈ પ્રવાહને ટકાવી રાખશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. પોતાની અગાઉની મુદતમાં ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકામાં ઈન્વેસ્ટમેન્ટસ આકર્ષવા અનેક નિયમનકારી ફેરબદલો કર્યા હતા જેને પરિણામે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં એફડીઆઈ ઈન્ફલોસ પર અસર પડી હતી.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

POWER FIN. CORP

GICRE

BANK OF BARODA

SPARC

HCL TECH

error: Content is protected !!