January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડદરેક ઉછાળે વિદેશી સંસ્થાઓની નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે...!!!

દરેક ઉછાળે વિદેશી સંસ્થાઓની નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૧૧.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૬૭૫ સામે ૭૮૪૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૫૩૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૮૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૬૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૯૫૯ સામે ૨૩૮૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૬૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

બુધવારે શેરબજારમાં સળંગ પાંચમા દિવસે મંદીનુ જોર રહ્યું છે. સેન્સેક્સ આજે નેગેટિવ ઝોનમાં ખૂલ્યા બાદ બપોરના ટ્રેડિંગ સેશનાં ૧૧૦૦ પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.જ્યારે નિફ્ટીમાં પણ ૩૦૦ પોઈન્ટનો ઘટાડો.સાર્વત્રિક ધોરણે મોટાપાયે કરેક્શનના પગલે સેન્સેક્સ અને નિફ્ટી કડડભૂસ થયા છે. રિયાલ્ટી સેગમેન્ટમાં નબળા ત્રિમાસિક પરિણામો, તેમજ મોંઘવારીમાં વૃદ્ધિ નોંધાતા માર્કેટ નેગેટિવ રહેવાની શક્યતાઓ સાથે શેર્સ કડડભૂસ થયા હતા.રિયાલ્ટી સેગમેન્ટની લગભગ તમામ સ્ક્રિપ્સ ૪%થી વધુ તૂટી હતી.આ સિવાય ઓઈલ એન્ડ ગેસ,પાવર,પીએસયુ શેર્સમાં પણ ગાબડું નોંધાયું છે.

સેન્સેક્સ ૯૮૪ પોઈન્ટના ઘટાળા સાથે ૭૭૬૯૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૬૩ પોઈન્ટના ઘટાળા સાથે ૨૩૬૯૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૮૧ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૪૯૨ પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેકસ, નિફટીમાં ભારે વોલેટીલિટી બાદ સ્થિરતા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધૂમ વેચવાલી સાથે ફંડો, ઓપરેટરો ભાવો તોડીને વેચવા લાગ્યાના સંકેત વચ્ચે ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશ ઘટાળો થયો હતો. રોકાણકારોના આજે વધુ  ૫.૦૦ લાખ કરોડ ડૂબ્યા છે.

ઓક્ટોબરમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો વધીને ૬.૨૧% નોંધવામાં આવ્યો  છે. જે છેલ્લા ૧૪ મહિનામાં સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, ૨૦૨૩થી રીટેલ ફુગાવો ૬ ટકાથી ઓછો રહ્યો હતો. ઓક્ટોબરમાં ખાદ્ય ફુગાવો વધીને ૯.૬૯% થઇ ગયો છે. શહેરી મોંઘવારી ગયા મહિનાની ૫.૦૫% થી વધીને ૫.૬૨% થઇ ગઇ છે. ખાદ્ય ફુગાવો ગ્રામીણ વિસ્તારોમાં ૧૦.૬૯% અને શહેરી વિસ્તારોમાં ૧૧.૦૯%રહ્યો છે. સપ્ટેમ્બરમાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) આધારિત ઔૈદ્યોગિક ઉત્પાદન વધીને ૩.૧% રહ્યું છે.ઓગસ્ટ, ૨૦૨૩માં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ માઇનસ ૦.૧% રહી હતી.સપ્ટેમ્બરમાં માઇનિંગ, મેન્યુફેકચરિંગ અને પાવર જનરેશન જેવા ક્ષેત્રોના સારા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં માઇનિંગ સેક્ટરમાં ૦.૨%, મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ૩.૯% અને વીજળી સેક્ટરમાં ૦.૫%ની વૃદ્ધિ જોવા મળી છે. ફેબુ્રઆરી ૨૦૨૫થી આરબીઆઇ વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. રીટેલ ફુગાવો વધીને આવતા હાલમાં વ્યાજ દરોમાં ઘટાડાની કોઇ શક્યતા નથી. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં હિન્દુસ્તાન યુનીલીવર,ઈન્ફોસીસ,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ,ટાટા મોટર્સ,ઝાઈડસ લાઈફ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,લાર્સેન,ટીસીએસ,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,લ્યુપીન,સન ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,કોટક બેન્ક,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,રિલાયન્સ,સિપ્લા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક,જીન્દાલ સ્ટીલ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૨૯૯ અને વધનારની સંખ્યા ૬૭૦ રહી હતી,  ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે.જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે,આ પરિસ્થિતિમાં નવેમ્બર મહિનો અફડા – તફડી નીવડી શકે છે એટલે જે શેરોમાં માતબર નફો મળતો હોય એ બુક કરવો સલાહભર્યું છે.આગામી દિવસોમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી પણ ધીમી પડતી જોવાઈ શકે છે.જેથી હજુ આગામી દિવસોમાં નવી ખરીદી કે એવરેજ કરવાથી દૂર રહેવું સલાહભર્યું છે. શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે. વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં ભારે વોલેટીલિટી જોવાઈ હતી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ આ વખતે ટેરિફ વોર છેડશે કે નહીં એની અનિશ્ચિતતામાં અમુક વર્ગ ટ્રમ્પ પહેલા કરતાં વૈશ્વિક વેપારમાં પોઝિટીવ બનશે એવા અનુમાન મૂકવા લાગતાં અમેરિકા, યુરોપના બજારોમાં રિકવરી જોવાઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત ધૂમ વેચવાલી અને ખાસ વધ્યામથાળે સતત ઓફલોડિંગ કરતાં હોઈ ઉછાળા ટકી શક્યા નહોતા.લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની ખરીદી મર્યાદિત થઈ રહી હોઈ ઘટાડાને અટકાવી શકવા અસમર્થ રહ્યા છે. ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી ભાવો તોડીને શેરો વેચવાલ લાગતાં સતત મોટા ગાબડાં પડતાં જોવાયા હતા.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!