January 18, 2025

+91 99390 80808

January 18, 2025

+91 99390 80808

HomeUncategorizedનિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૧૧.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૯૬ સામે ૭૯૬૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૫૪૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૫૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૨૨૬ સામે ૨૪૨૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૯૨૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૯૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં મંગળવારે મંદી જોવા મળી હતી.સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.આજે શેરબજાર સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ સુધી તૂટી ગયો હતો.જ્યારે નિફ્ટીમાં પણ ૩૦૦ પોઈન્ટનો ઘટાડો નોંધાતા રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.આ સિવાય એનર્જી, હેલ્થકેર, મેટલ, ઓઈલ એન્ડ ગેસ શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે ટ્રેડ થયા હતા. સેન્સેકસ, નિફટીમાં ભારે વોલેટીલિટી બાદ સ્થિરતા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધૂમ વેચવાલી સાથે ફંડો, ઓપરેટરો ભાવો તોડીને વેચવા લાગ્યાના સંકેત વચ્ચે ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશ ઘટાળો થયો હતો.

સેન્સેક્સ ૮૨૦ પોઈન્ટના ઘટાળા સાથે ૭૮૬૭૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૯૫ પોઈન્ટના ઘટાળા સાથે ૨૩૯૩૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૪૭ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૩૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો.

ભારતમાં કોર્પોરેટ પરિણામો એશીયન પેઈન્ટસ સહિતનાનબળા આવતાં અને ઓવરવેલ્યુએશનના નેગેટીવ પરિબળે ફંડોએ ફ્રટન્ટલાઈન શેરોમાં ઓફલોડિંગ કરતાં જોવાયું.સેન્સેક્સ,નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવી ફરી ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડો,હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મળ્યા ભાવો ભાવો તોડીને વેચવાની હોડ લગાવતાં અનેક શેરોમાં ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ વધુ નબળી પડી હતી. વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં આજે ભારે વોલેટીલિટી જોવાઈ હતી.

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં ઓકટોબર ૨૦૨૪ મહિનામાં રોકાણ પ્રવાહ ૨૧% થી વધુ વધીને રેકોર્ડ રૂ.૪૧,૮૮૭ કરોડ નોંધાયો છે. લાર્જ કેપ ફંડોમાં રોકાણ સપ્ટેમ્બરના રૂ.૧૭૬૯ કરોડની તુલનાએ ઓકટોબરમાં વધીને રૂ.૩૪૫૨.૩ કરોડ થયું છે. જ્યારે મિડ કેપ ફંડોમાં રોકાણ રૂ.૩૧૩૦ કરોડની તુલનાએ વધીને રૂ.૪૬૮૩ કરોડ અને સ્મોલ કેપ ફંડોમાં રોકાણ રૂ.૩૦૭૧ કરોડની તુલનાએ વધીને રૂ.૩૭૭૨ કરોડ થયું છે. હાઈબ્રિડ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૪૯૦૧ કરોડની તુલનાએ વધીને રૂ.૧૬,૮૬૩.૩ કરોડ નોંધાયો છે.એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (સેબી)ના આંકડા મુજબ રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણનો ઉત્સાહ વધતો જોવાઈ રહ્યો છે. શેર બજારોમાં તીવ્ર ઘટાડો-કરેકશન થતાં ઓકટોબરમાં રોકાણ પ્રવાહ નોંધાયો છે.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,ગ્રાસીમ,લ્યુપીન,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,એયુ બેન્ક,સન ફાર્મા,રિલાયન્સ,રામકો સિમેન્ટ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,લાર્સેન,મુથૂટ ફાઈનાન્સ,કોટક મહિન્દ્રા બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,ભારતી ઐરટેલ,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,વોલ્ટાસ,ટેક મહિન્દ્રા,ટાટા કેમિકલ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૬૮ અને વધનારની સંખ્યા ૧૫૩૦ રહી હતી,  ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની એકધારી રોજ વેચવાલીના પરિણામે શેરોમાં ધોવાણ વધતું જોવાયું છે.અમેરિકામાં નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય જાહેર થવાના દિવસે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં તેજીના ફૂંફાળા જોવાયા હતા. પરંતુ તુરંત બીજા દિવસે તેજીનો આ ઉન્માદ શમતો જોવાઈ ટ્રમ્પ સરકારની અણધારી ટેરિફમાં વધારા સહિતની અપેક્ષિત નીતિઓ અને ચાઈના ફેકટરે બજારમાં વેચવાલી વધતી જોવાઈ છે.સેન્સેક્સ, નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવીને ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોએ ઓફલોડિંગ કરીને દરેક ઉછાળે નફો ઘરભેગો કરવાનું ચાલુ રાખ્યું છે.શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે.વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે,આ પરિસ્થિતિમાં નવેમ્બર મહિનો અફડા – તફડી નીવડી શકે છે એટલે જે શેરોમાં માતબર નફો મળતો હોય એ બુક કરવો સલાહભર્યું છે.આગામી દિવસોમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી પણ ધીમી પડતી જોવાઈ શકે છે.જેથી હજુ આગામી દિવસોમાં નવી ખરીદી કે એવરેજ કરવાથી દૂર રહેવું સલાહભર્યું છે. શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!