November 15, 2024

+91 99390 80808

November 15, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૧.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૮૬ સામે ૭૯૨૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૦૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૯૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૨૧૯ સામે ૨૪૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૦૯૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૨૬ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સોમવારે ભારતીય શેરબજાર છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી મંદ રહ્યા બાદ હવે ઉછળ્યા છે.આજે પણ માર્કેટની શરૂઆત ફ્લેટ રહી હતી.પરંતુ બાદમાં આઈટી-ટેક્નોલોજી શેર્સમાં ખરીદી વધતાં સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યા હતા. સેન્સેક્સ ૫૦૦ પોઈન્ટનો ઉછળો,જ્યારે નિફ્ટી ૧૫૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળીયો હતો.શેરબજારમાં હજી મંદીના વાદળો હટ્યા નથી. સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આ સિવાય એનર્જી, હેલ્થકેર, મેટલ, ઓઈલ એન્ડ ગેસ શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.

સેન્સેક્સ ૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૯૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૨૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૦૬૦ પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેક્સ, નિફટી બેઝડ આજે બજારે યુ-ટર્ન  લીધા સાથે સ્મોલ કેપ શેરોમાં આજે ખેલંદાઓ, ફંડોએ ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે ડોલર ઈન્ડેક્સમાં આકર્ષક તેજી નોંધાતા આઈટી અને ટેક્નોલોજી શેર્સ ઉછળ્યા છે. વૈશ્વિક પડકારો અને નિરાશાજનક કમાણીના પગલે શેરબજારમાં મંદીનુ જોર વધ્યું છે. એફઆઈઆઈ પણ સતત વેચવાલી નોંધાવી રહ્યું છે. એશિયન પેઈન્ટે અપેક્ષા કરતાં અત્યંત નબળા પરિણામ જાહેર કરતાં જ આજે શેર ૯% તૂટ્યો હતો. નિફ્ટી ખાતે લિસ્ટેડ ૫૦% થી વધુ કંપનીઓએ અપેક્ષા કરતાં નબળો અને ઓછો નફો નોંધાવ્યો હોવાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. શેરબજારમાં આજે ઉછાળા પાછળનું કારણ ચીનના નબળા આર્થિક ડેટા છે. ચીને જીડીપીના રિકવરી માટે આર્થિક પેકેજ જાહેર કર્યુ હોવા છતાં ગ્રોથ નબળો જોવા મળ્યો છે. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,એચસીએલ ટેકનોલોજી,ડો રેડ્ડી,ઈન્ફોસીસ,ટેક મહિન્દ્રા,વિપ્રો,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ડીગો,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ગ્રાસીમ,લ્યુપીન,ટીવીએસ મોટર્સ,સન ફાર્મા,રિલાયન્સ,અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,લાર્સેન,સિપ્લા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૬૮ અને વધનારની સંખ્યા ૧૫૩૦ રહી હતી,  ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,સંવત ૨૦૮૧ની શરૂઆત મૂહુર્ત ટ્રેડીંગમાં મજબૂતીએ થયા બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની એકધારી રોજ વેચવાલીના પરિણામે શેરોમાં ધોવાણ વધતું જોવાયું છે.અમેરિકામાં નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય જાહેર થવાના દિવસે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં તેજીના ફૂંફાળા જોવાયા હતા. પરંતુ તુરંત બીજા દિવસે તેજીનો આ ઉન્માદ શમતો જોવાઈ ટ્રમ્પ સરકારની અણધારી ટેરિફમાં વધારા સહિતની અપેક્ષિત નીતિઓ અને ચાઈના ફેકટરે બજારમાં વેચવાલી વધતી જોવાઈ છે.સેન્સેક્સ, નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવીને ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોએ ઓફલોડિંગ કરીને દરેક ઉછાળે નફો ઘરભેગો કરવાનું ચાલુ રાખ્યું છે.શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે. વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે, આ પરિસ્થિતિમાં નવેમ્બર મહિનો અફડા – તફડી નીવડી શકે છે એટલે જે શેરોમાં માતબર નફો મળતો હોય એ બુક કરવો સલાહભર્યું છે. આગામી દિવસોમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી પણ ધીમી પડતી જોવાઈ શકે છે.જેથી હજુ આગામી દિવસોમાં નવી ખરીદી કે એવરેજ કરવાથી દૂર રહેવું સલાહભર્યું છે. શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!