January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૧૧.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૩૭૮ સામે ૮૦૫૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૪૧૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૧૧૪૪.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૬.૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૫૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૮૭ સામે ૨૪૫૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૮૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૨૮૭.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦૬.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૨૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયાના અહેવાલ આવતા જ ભારતીય શેરબજારમાં બુધવારે જોરદાર તેજી આવી હતી અને હવે તેના એક દિવસ બાદ એટલે કે ગુરુવારે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો, ઉપરાંત સ્થાનિક સ્તરે કોચિન શિપયાર્ડ, બજાજ ઈલેક્ટ્રિકલ્સ, ઇર્કોન ઇન્ટરનેશનલ, લ્યૂપિન, એમએન્ડએમ અને અન્ય કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવવાના હોવાથી અસ્થિરતા જોવા મળી હતી.

હવે સૌની નજર ફેડરલ રિઝર્વની પોલિસી પર છે. જેના પર આજે નિર્ણય લેવાઈ શકે છે. ફેડ બેન્ચમાર્ક વ્યાજદરમાં અંદાજીત ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. જ્યારે બીજી બાજુ મિશ્ર વૈશ્વિક સંકેત અને એફ એન્ડ ઓમાં એક્સપાયરીને કારણે પણ ભારતીય શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી હતી. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ .૪૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, યુટિલિટીઝ, કોમોડિટીઝ, રિયલ્ટી, પાવર, ઓટો, ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૩૪ અને વધનારની સંખ્યા ૧૮૨૧ રહી હતી, ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૫૩% અને ટીસીએસ લી..૨૬% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ ૨.૩૬%, ટેક મહિન્દ્રા ૨.૨૧%, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૯૯%, સન ફાર્માસ્યુટિકલ ૧.૯૬%, એશિયન પેઈન્ટ ૧.૮૬%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૮૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૮૨%, ટાઈટન કંપની લી..૮૧%, ટાટા સ્ટીલ ૧.૭૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૭૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૭૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૫૦%, ભારતી એરટેલ ૧.૪૪ અને બજાજ ફાઈનાન્સ ૧.૩૪% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકન પ્રમુખ દ્વારા લેવાતા નિર્ણયોની તેમજ યુએસ ફેડરકલ રિઝર્વની ધિરાણ નીતિની વિશ્વભરના શેરબજારો પર અસર થાય છે. ફેડરલ એક સ્વતંત્ર સરકારી સંસ્થા છે જેનું મિશન નાણાંકીય નીતિ નક્કી કરવાનું છે. જે આર્થિક વૃદ્ધિ, નીચો ફુગાવો, નીચા બેરોજગારીને સુનિશ્ચિત કરે છે. તેના નાણાંકીય નીતિના પગલે શેરબજારને અસર કરી શકે છે, જો કે ફેડરલ સામાન્ય રીતે શેરબજારના પ્રદર્શનને ધ્યાનમાં લેતું નથી. તેના નિર્ણયોને પ્રભાવિત કરવા માટે અલગ અલગ પરિબળ કાર્યરત હોય છે. વળતરની બાબતે જોઈએ તો છેલ્લા પાંચ અમેરિકન પ્રમુખના કાર્યકાળમાં ૨૦૦૯ થી ૨૦૧૩ દરમિયાન બરાક ઓબામા પ્રમુખ હતા ત્યારે ભારતીય શેરબજારે સૌથી વધુ ૧૨૦% વળતર આપ્યું હતું. સૌથી ઓછું વળતર પણ બરાક ઓબામાની બીજી ટર્મમાં મળ્યું હતું.

વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૭ દરમિયાન ઓબામાની બીજી ટર્મમાં માત્ર ૩૪% વળતર મળ્યું હતું. વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૯ દરમિયાન જ્યોર્જ બુશ અમેરિકાના પ્રમુખ હતા ત્યારે ભારતીય શેરબજારે ૪૭% વળતર આપ્યું હતું. જ્યારે હાલના પ્રમુખ જો બિડેનના કાર્યકાળમાં અત્યાર સુધી ભારતીય શેરબજારે ૫૯% વળતર આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકન પ્રમુખપદની પ્રથમ ટર્મમાં ભારતીય શેરબજારે ૮૪% જેટલું ઉંચુ વળતર આપ્યું હતું. હવે તેમની બીજી ટર્મમાં કેટલું વળતર મળે છે તે તો આગામી સમયમાં જાણવા મળશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!