January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૧૧.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૭૮૨ સામે ૭૮૫૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૮૨૯૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૭૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૧૧૪ સામે ૨૪૦૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૯૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૯૩  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં મંગળવારે તેજી જોવા મળી હતી.સેન્સેક્સ, નિફટીમાં ઉછાળે આંચકા છતાં આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધારો થયો હતો.સેન્સેક્સ ૬૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૭૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૯૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૩૩ પોઈન્ટના સ્તરે બંધ થયો.

લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં અવિરત ખરીદી કરતાં અને ખાસ સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ થકી રિટેલ રોકાણકારોની હિસ્સેદારી મ્યુચ્યુઅલ ફંડોમાં વધતાં આ ફંડોના શેરોમાં મોટાપાયે રોકાણના પરિણામે તેજી જોવા મળી હતી. જે ઘટયામથાળે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી ખરીદી કરતાં અને કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ શેરોમાં પસંદગીની ખરીદીએ બજારે આજે યુ-ટર્ન લીધો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ આક્રમક તેજી કરી હતી. ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે આક્રમક ખરીદી રહી હતી. કેપિટલ ગુડઝ, પાવર શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ થયું હતું.

ભારતીય શેરબજાર માર્કેટ વિક્રમ સંવત ૨૦૮૦ શાનદાર રહ્યું હતુ. જોકે વર્ષનો છેલ્લો મહિનો ખૂબ જ ભારે અને ખરાબ રહ્યો હતો. ઉંચા વેલ્યુએશનના ભારણ પર વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ અને મોંઘવારીના જોરે ભારતીય શેરબજારને નીચે ધકેલ્યા હતા.ઓક્ટોબર વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીનો સામનો સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ કર્યો છે.ડીઆઈઆઈ એટલેકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સંવત ૨૦૮૦ દરમિયાન ભારતીય ઇક્વિટીમાં વિક્રમી રૂ. ૪.૬ લાખ કરોડનું રોકાણ કર્યું છે.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં એચડીએફસી એએમસી,ટીસીએસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,એચસીએલ ટેકનોલોજી,સન ફાર્મા,ટાટા કોમ્યુનિકેશન,લાર્સેન,મુથૂટ ફાઈનાન્સ,એચડીએફસી બેન્ક,ઓબેરોઈ રીયાલીટી,કોટક મહિન્દ્રા બેન્ક,અદાણી એન્ટર.,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,વોલ્ટાસ,ભારત ફોર્જ, કોલ્પાલ,લ્યુપીન,એસીસી,ગ્લેનમાર્ક ફાર્મા,એસબીઆઈ લાઈફ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૧ અને વધનારની સંખ્યા ૨૪૭૮ રહી હતી,  ૧૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૧૯૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, સંવત ૨૦૮૦ની શેરોમાં ઐતિહાસિક તેજી બાદ છેલ્લા એક મહિનામાં મોટા કરેકશન સાથે વિદાય થઈ રહી છે.ઘણા શેરોમાં રોકાણકારોને રેકોર્ડ વળતર છૂટયા બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ઓકટોબર મહિનામાં અત્યાર સુધીમાં રૂ.૧,૦૦,૨૫૬ કરોડ જેટલી જંગી ચોખ્ખી વેચવાલીના પરિણામે આવેલા કરેકશને મોટું ધોવાણ નોતર્યું છે.રોકાણકારોની સંપતિમાં ૨૫ દિવસમાં જ રૂ.૩૪.૩૭ લાખ કરોડનું ધોવાણ થયું છે. વિદેશી ફંડોની વેચવાલી સામે લોકલ ફંડોની ખરીદી પર્યાપ્ત નહીં રહી બજારની પડતીને અટકાવી શકી નથી. ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા વળતાં પ્રહારે મિડલ ઈસ્ટમાં ફરી ટેન્શન અને કોર્પોરેટ પરિણામો ફ્રન્ટલાઈન કંપનીઓના નબળા આવી રહ્યા હોવા સાથે બેંકોમાં એસેટ ગુણવતા મામલે ચિંતાને લઈ સપ્તાહના અંતે આવેલા કડાકામાં શેરોના ભાવોમાં ઘટાડાએ દિવાળી ટાંકણે રોકાણકારોના ચોપડે વળતરમાં ઘટાડાની નિરાશાજનક સ્થિતિ સજી છે. શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે. વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે.

શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે. આગામી દિવસોમાં ભારતીય શેરબજાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામો, ફેડરલ બેંક ઓફ અમેરિકા દ્વારા વ્યાજદર અંગેના નિર્ણય, પીએમઆઈ, એફઆઈઆઈના ડેટા અને ક્રૂડ ઓઈલની વધઘટ પર નિર્ભર રહેશે.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!