November 22, 2024

+91 99390 80808

November 22, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૧૧.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૭૨૪ સામે ૭૯૭૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૨૩૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૪૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૪૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૭૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૮૩ સામે ૨૪૩૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૯૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૧૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સોમવારે ભારતીય શેરબજારમાં દિવાળીના મુહૂર્ત બાદ પ્રથમ ટ્રેડિંગ સેશન હતું,પરંતુ ભારતીય બજારમાં સેન્સેક્સ ૧૫૦૦અંક તૂટ્યો હતો.સ્થાનિક શેરબજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ હતી પરંતુ બજાર ખુલ્યાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં તીવ્ર ઘટાડા પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને નવેમ્બર સિરીઝની શરૂઆત સાથે આઈટી શેરમાં આવેલા જબરદસ્ત ઘટાડાને કારણે આજે વધુ નબળું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.સેન્સેક્સ ૯૪૧ પોઈન્ટના ઘટાળા સાથે ૭૮૭૮૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૮૩ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૧૦૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૯૨ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૫૩૫ પોઈન્ટના સ્તરે બંધ થયો.

ફંડોએ આજે આરંભથી જ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં મોટું ઓફલોડિંગ કરતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. જો કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું આકર્ષણ યથાવત રહ્યું હતું. ચાઈનાની સેન્ટ્રલ બેંકે નવા લિક્વિડિટી ટુલ થકી સિસ્ટમમાં ૭૦  અબજ ડોલર ઠાલવતાં અને આ સ્ટીમ્યુલસ પગલાંએ ફરી ફોરેન ફંડોનું પલાયન વધતાં આઈટી શેરો પાછળ કડાકો બોલાઈ ગયો હતો. નબળા ત્રિમાસિક પરિણામો પણ બજારમાં ઘટાળાનું એક કારણ છે. ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં હિઝબુલ્લાહને નબળું પાડયા બાદ યુદ્વ વિરામના સંકેત છતાં વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈ પાછળ શેરોમાં સાવચેતીમાં સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર ફરી ઘટી આવ્યું હતું. 

વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ચીનમાં નીચા ભાવે રોકાણની નીતિ અપનાવી રહેલા વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી મોટાપાયે વેચવાલી નોંધાવી છે. ચીને રાહત પેકેજ જારી કરતાં વિદેશી રોકાણકારો ભારતના બદલે ચીનના બજારોમાં રોકાણ કરવા આકર્ષિત થયા છે.કારણકે,ભારતીય શેરબજારમાં વોલ્યૂમ ખૂબ ઊંચા છે, જ્યારે ચીનમાં નીચા ભાવે ખરીદી કરવાની તક છે.વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે વિદેશી રોકાણકારો મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,સિપ્લા,વોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા,ડો. રેડ્ડી,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,એયુ બેન્ક,એસબીઆઈ કાર્ડ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ટોરેન્ટ ફાર્મા,હવેલ્લ્સ,કોટક બેન્ક,એસીસી,મુથૂટ ફાઈનાન્સ,રિલાયન્સ,લાર્સેન,અદાણી પોર્ટસ,સન ફાર્મા,ઈન્ડીગો જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૧૪ અને વધનારની સંખ્યા ૧૩૫૪ રહી હતી,  ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૪૨૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, સંવત ૨૦૮૦ની શેરોમાં ઐતિહાસિક તેજી બાદ છેલ્લા એક મહિનામાં મોટા કરેકશન સાથે વિદાય થઈ રહી છે.વિદેશી ફંડોની વેચવાલી સામે લોકલ ફંડોની ખરીદી પર્યાપ્ત નહીં રહી બજારની પડતીને અટકાવી શકી નથી. ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા વળતાં પ્રહારે મિડલ ઈસ્ટમાં ફરી ટેન્શન અને કોર્પોરેટ પરિણામો ફ્રન્ટલાઈન કંપનીઓના નબળા આવી રહ્યા હોવા સાથે બેંકોમાં એસેટ ગુણવતા મામલે ચિંતાને લઈ સપ્તાહના અંતે આવેલા કડાકામાં શેરોના ભાવોમાં ઘટાડાએ દિવાળી ટાંકણે રોકાણકારોના ચોપડે વળતરમાં ઘટાડાની નિરાશાજનક સ્થિતિ સજી છે. શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે.

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં ભારતની રાજકોષીય ખાધ ૪.૭૫ લાખ કરોડ રૂપિયા રહી છે. આ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના લક્ષ્યાંકના ૨૯.૪ છે. ગયા નાણાકીય વર્ષમાં આ આંકડો ૭.૦૨ લાખ કરોડ રૂપિયા હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો(FII) દ્વારા ગયા સપ્તાહમાં આશરે રૂ.૧૪,૦૦૦ કરોડનું વેચાણ થયું હતું. ઓક્ટોબરમાં FIIએ કુલ રૂ.૧.૨ લાખ કરોડનું વેચાણ કર્યું હતું.છેલ્લા મહિના દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો(DII)એ શેરબજારમાં રૂ.૧.૦૭ લાખ કરોડનું રોકાણ કર્યું હતું.

શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે. આગામી દિવસોમાં ભારતીય શેરબજાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામો, ફેડરલ બેંક ઓફ અમેરિકા દ્વારા વ્યાજદર અંગેના નિર્ણય, પીએમઆઈ, એફઆઈઆઈના ડેટા અને ક્રૂડ ઓઈલની વધઘટ પર નિર્ભર રહેશે.ગયા સપ્તાહે શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

POWER FIN. CORP

GICRE

BANK OF BARODA

SPARC

HCL TECH

error: Content is protected !!