November 22, 2024

+91 99390 80808

November 22, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૫૭૫ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૫૭૫ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૧૦.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૩૬૯ સામે ૮૦૨૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૮૨૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૧૩.૬૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૬.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૯૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૭૭ સામે ૨૪૪૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૧૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૫.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૬.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૩૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ધનતેરસના રોજ ભારતીય શેરબજારમાં ધનવર્ષા થઈ હતી, જો કે આજે બુધવારે ભારતીય શેરબજારમાં ગઈકાલે જોવા મળેલો સુધારો આજે ધોવાઈ ગયો હતો. ફોરેન પોર્ટ ફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની શેરોમાં સતત એકધારી વેચવાલી ચાલુ રહેતાં અને સંવત ૨૦૮૦ પૂરૂ થઈ રહ્યું હોઈ શેરોમાં આવેલા મોટા કરેકશનમાં રિટેલ ઈન્વેસ્ટરો પણ સાવચેત થઈને આ ઘટાડાના દોરમાં ૨૫ થી ૩૦% પોર્ટફોલિયો વેલ્યુ ઘટી ગઈ હોઈ વેચવાલ બનતાં આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

જીઓપોલિટીકલ ટેન્શન બાદ ઘર આંગણે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં નબળો પરિણામો જાહેર થવાનો દોર શરૂ થતાં અને સંખ્યાબંધ બેંકોની એસેટ્સ ગુણવતા નબળી હોવા સંબંધિત સ્ટ્રેસ એસેટ્સના અહેવાલોએ આજે બેંકિંગ શેરોમાં ફંડોએ હેમરીંગ કરતા આજે સેન્સેક્સે ૮૦૦૦૦ પોઈન્ટની તેમજ નિફટી ફ્યુચરે ૨૪૪૦૦ પોઈન્ટની સપાટી ગુમાવી દીધી હતી. આ સાથે બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટીવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સર્વિસીસ, ઇન્ડસ્ટ્રીયલ, એફએમસીજી, કોમોડિટી, કેપિટલ ગુડ્સ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૪૦ અને વધનારની સંખ્યા ૨૮૯૨ રહી હતી, ૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતિ સુઝુકી ૧.૯૨%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૮૧%, અદાણી પોર્ટ ૧.૬૯%, લાર્સન લી. ૦.૭૭%, આઈટીસી લી. ૦.૭૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૧%, ટાઈટન કંપની લી. ૦.૪૦%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૩૭%, નેસ્લે ઇન્ડિયા ૦.૩૭%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૨૩% અને ટીસીએસ લી. ૦.૨૧% વધ્યા હતા, જ્યારે ઇન્ફોસિસ લી. ૨.૦૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૨%, કોટક મહિન્દ્રા બેન્ક ૧.૩૨%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૨૮%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૨૩%, એચસીએલ ટેકનોલોજી ૧.૨૦%, એકસિસ બેન્ક ૧.૧૩%, એનટીપીસી લી. ૦.૯૫%, એચડીએફસી બેન્ક ૦.૭૧%, બજાજ ફિનસર્વ ૦.૮૯%, ટાટા સ્ટીલ ૦.૭૩% અને બજાજ ફાઈનાન્સ ૦.૭૧% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૨૧ લાખ કરોડ વધીને ૪૩૬.૦૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૧ કંપનીઓ વધી અને ૧૯ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વળતરની દ્રષ્ટિએ બીએસઈ સેન્સેકસ અને એનએસઈ નિફટીએ સંવત ૨૦૮૦માં ભલે ૨૩%થી વધુ વળતર પૂરા પાડયા હોય પરંતુ સમાપ્ત થઈ રહેલા ૨૦૮૦ના અંતિમ ભાગમાં એટલે કે ઓકટોબરમાં વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય તણાવ તથા ભારતીય ઈક્વિટીસમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જંગી વેચવાલીએ રોકાણકારોનું માનસ બગાડયું છે. સંવત ૨૦૮૦નો પ્રારંભ ૧૨ નવેમ્બર, ૨૦૨૩થી થયો હતો. નવેમ્બર, ૨૦૨૩થી ૨૮ ઓકટોબર, ૨૦૨૪ના ગાળા સુધીમાં એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસ કેશમાં નેટ રૂ.૧,૯૪,૪૨૩.૪૧ કરોડની વેચવાલી કરી છે. રૂ.૧ લાખ કરોડથી વધુની વેચવાલીતો વર્તમાન મહિનામાં જ જોવા મળી છે. ભારતમાંથી એફઆઈઆઈના જંગી આઉટફલોસ માટે ચીનમાં જોવા મળી રહેલી આર્થિક રિકવરી મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. ચીન સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સ્ટીમ્યુલ્સથી જો તેના અર્થતંત્રમાં સુધારો જોવા મળશે તો સંવત ૨૦૮૧માં વિદેશી રોકાણકારોનો આઉટફલોસ વધુ ઊંચો જોવા મળી શકે છે.

વર્ષ ૨૦૨૪ના અત્યારસુધીના ગાળામાં ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈની કેશમાં રૂ.૧ લાખ કરોડથી વધુની વેચવાલીના ઓછાયા હેઠળ હવે આપણે સંવત ૨૦૮૧માં પ્રવેશી રહ્યા છે ત્યારે દેશના શેરબજારો સામે એફઆઈઆઈના આઉટફલોસ, ભૌગોલિક રાજકીય તણાવ, કોર્પોરેટ આવકમાં નરમાઈ, ફુગાવો તથા બેન્કો, આઈટીને બાદ કરતા અન્ય ક્ષેત્રની કંપનીઓના નાણાં વર્ષ ૨૦૨૫ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ નબળા જોવા મળી રહ્યા છે જેની અસર આવનારા સમયમાં જોવા મળી શકે છે તેમજ ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેનો સંઘર્ષ જો ઘેરો બનશે તો તેની પણ સંવત ૨૦૮૧માં ભારતીય ઈક્વિટીસ પર પ્રતિકૂળ અસર જોવા મળશે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investments in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

RELIANCE

HDFC BANK

HAVELLS

SBI

Nifty Trend : 25 November 2024

error: Content is protected !!