January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૦૮૧ સામે ૮૦૦૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૮૧૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૦૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૮૨ સામે ૨૪૪૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૮૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૫૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગુરુવારે શેરોમાં સેન્સેક્સ, નિફટી, સ્મોલ, મિડ કેપ શેરોમાં  વ્યાપક ઘટાળા બાદ ઘટાડે ફંડોની પસંદગીના શેરોમાં  ખરીદી નીકળતાં માર્કેટબ્રેડથ ફરી સાધારણ પોઝિટીવ બની  હતી.ફોરેન ફંડોએ આજે સતત ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, પાવર શેરોમાં ઓફલોડિંગ કર્યા સાથે હેલ્થકેર-ફાર્મા શેરોમાં તેજીનો વેપાર વધુ હળવો થયો હતો. અલબત આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ઘટાડે મહારથીઓ, લોકલ ફંડો લેવાલ બનતાં સેન્સેક્સ, નિફટી બેઝડ મોટું ધોવાણ અટક્યું હતું.સેન્સેક્સ ૧૭ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૦૬૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૦ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૪૫૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૬૦૫ પોઈન્ટના સ્તરે બંધ થયો.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત જંગી વેચવાલી કરીને એક્ઝિટ સાથે મ્યુચ્યુઅલ ફંડોમાંથી પણ હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો એક્ઝિટ થઈ રહ્યાના સંકેતે છેલ્લા કેટલાક દિવસોથી શેરોમાં થઈ રહેલું ધોવાણ બાદ પરિવર્તિત થયા બાદ પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં રિકવરી સિવાય એકંદર સેન્ટીમેન્ટ સાવચેતીનું રહ્યું હતું.કેપિટલ ગુડઝ,પાવર શેરોમાં ફંડો,મહારથીઓએ સતત તેજીનો વેપાર હળવો કરતાં રહેતાં ધોવાણ ચાલુ રહ્યું હતુંઓટોમોબાઈલ ઉદ્યોગ માટે હાલ પડકારરૂપ સમય હોવાનું અને કંપનીઓ માલભરાવાની સ્થિતિનો સામનો કરી રહી હોવા સાથે તહેવારોમાં વાહનોની ખરીદીમાં અપેક્ષિત પ્રતિસાદ નહીં સાંપડયાના અહેવાલોએ ફંડોની ઓટો શેરોમાં વેચવાલી વધી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ મ્યુચ્યુઅલ ફંડોએ મોટી વેચવાલી શરૂ કર્યાની ચર્ચા વચ્ચે ધોવાણ થયું હતું. તૂટતાં બજારમાં હંમેશ સપોર્ટ માટે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજી કરનારા મહારથી, ફંડોએ આજે ફરી પસંદગીના શેરોમાં મોટી ખરીદી કરી હતી.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,રિલાયન્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,ઓબેરોઈ રીયાલીટી,મુથૂટ ફાઈનાન્સ,એસીસી,ડીવીસ લેબ,સિપ્લા,લ્યુપીન,સન ફાર્મા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,લાર્સેન,અદાણી એન્ટર.,કોલ્પાલ,વોલ્ટાસ,હવેલ્લ્સ,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,એયુ બેન્ક,કોટક મહિન્દ્રા બેન્ક,ડીએલએફ,સન ટીવી,ઈન્ફોસીસ,ગ્લેનમાર્ક ફાર્મા,મહાનગર ગેસ, ટાટા કેમિકલ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૪૯ અને વધનારની સંખ્યા ૧૫૮૪ રહી હતી,  ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૩૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જળવાઈ રહ્યું છે એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) જણાવ્યું હતું અને ભારતના બૃહદ્ આર્થિક ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાનું નિરીક્ષણ કર્યું હતું. વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જણાય છે. સાનુકૂળ લણણીને કારણે ગ્રામ્ય માગમાં રિકવરીના ટેકા સાથે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં  ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકા રહેવા અમારો અંદાજ છે. ખાધાખોરાકીના ભાવમાં સામાન્યતા સાથે વર્તમાન નાણાં વર્ષમાં ફુગાવો ઘટી ૪.૪૦ ટકા રહેવા અપેક્ષા હોવાનું આઈએમએફ એશિયા પેસિફિક જણાવ્યું હતું. ચૂંટણીઓ છતાં, રાજકોષિય શિસ્તતા તેના પંથે છે. રિઝર્વનું સ્તર સારુ છે. ભારત માટે મેક્રો ફન્ડામેન્ટલ્સ સારા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. ચૂંટણી બાદ ભારતમાં સુધારા અગ્રતાઓ ત્રણ ક્ષેત્રોમાં હોવી જરૂરી છે. ભારતમાં રોજગાર નિર્માણ એક મુદ્દો રહેલો છે. આ સંદર્ભમાં મને લાગે છે કે, શ્રમ કાયદાનો અમલ થવો જરૂરી છે, કારણ કે તેનાથી લેબર માર્કેટમાં લવચિકતા જોવા મળશે એમ તેમણે જણાવ્યું હતું.

ભારતમાં રોકાણનું આકર્ષણ હજુ અકબંધ છે, પરંતુ આર્થિક વૃદ્ધિ અને કોર્પોરેટ નફો ઘટી રહ્યો છે. તેથી  રેટિંગ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘા વેલ્યુએશનના કારણે આગામી દિવસોમાં શેરબજારમાં હજુ થોડા દિવસો સુધી ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ જબરદસ્ત સ્થાનિક રોકાણને કારણે બજારમાં મોટા ઘટાડાની કોઈ શક્યતા જોવા મળી નથી.વિશ્વની જાણીતી બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાસે ભારતનું રેટિંગ ઘટાડી શેરબજારના રોકાણકારો માટે ટેન્શન વધાર્યું છે. ગોલ્ડમેન સાસે ભારતીય મૂડી બજાર અંગે નવી રિસર્ચ નોટ બહાર પાડી ભારતૂનું રેટિંગ ઓવરવેઈટથી ઘટાડી ન્યુટ્રલ કર્યું છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!