November 23, 2024

+91 99390 80808

November 23, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૨૦ સામે ૭૯૯૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૮૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૦૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૩૮ સામે ૨૪૪૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૪૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

નબળા ત્રિમાસિક પરિણામો, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ સહિતના પરિબળોના કારણે ભારતીય શેરબજાર પર મંદીનું જોર વધ્યું છે. સેન્સેક્સ, નિફટીમાં ઘટાળા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓપરેટરો, ફંડો બાદ રિટેલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું પેનિક સેલિંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો. આમ બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૧૩.૭૦ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે.સેન્સેક્સ ૧૩૮ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૦૮૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૫ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૪૮૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૨ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૩૫૨ પોઈન્ટના સ્તરે બંધ થયો.

વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહેતાં બજારમાં  ગભરાટ વધ્યો હતો. એક તરફ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત થઈ રહેલી વેચવાલીનો ઓકટોબર મહિનામાં અત્યાર સુધીમાં આંક રૂ.૮૩૦૦૦ કરોડથી વધુ પહોંચ્યો છે, ત્યારે ફોરેન ફંડોના સેલિંગ બાદ હવે મ્યુચ્યુઅલ ફંડોના હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો(એચએનઆઈ) પણ મોટાપાયે રોકાણ પાછું ખેંચવા માંડયાના સંકેત અને એના પરિણામે મ્યુ. ફંડોમાં રિડમ્પશન પ્રેશર શરૂ થયાના એંધાણે આજે શેરોમાં પેનિક સેલિંગ વધ્યું હતું.શેરોમાં છેલ્લા કલાકમાં વેચવાલી વધતાં અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,એસીસી,ઈન્ફોસીસ,ટેક મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,વોલ્ટાસ,મહાનગર ગેસ,મુથૂટ ફાઈનાન્સ,એચસીએલ ટેકનોલોજી,એચડીએફસી બેન્ક,ભારત ફોર્જ,જીન્દાલ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં રિલાયન્સ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,ગ્રાસીમ,લ્યુપીન,સન ફાર્મા,ભારતી ઐરટેલ,એક્સીસ બેન્ક,જેએસડબ્લ્યુ સ્ટીલ,ટાટા મોટર્સ,અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,ડીએલએફ લીમીટેડ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૧ અને વધનારની સંખ્યા ૨૧૭૭ રહી હતી,  ૧૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,સરકાર દ્વારા જંગી ખર્ચ તથા ઉત્પાદન ક્ષેત્રમાં મોટા ઈન્વેસ્ટમેન્ટસને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૭થી ૭.૨૦% આસપાસ રહેવા ધારણાં છે. જો કે નબળા વૈશ્વિક વિકાસને જોતા આગામી નાણાં વર્ષમાં આઉટલુક પર અસર જોવા મળશે.વિકસી રહેલા ઉત્પાદન ક્ષેત્ર, ઓઈલના ભાવમાં સ્થિરતા તથા ચૂંટણી બાદ અમેરિકામાં નાણાં નીતિ વધુ ઉદાર બનવાની શકયતાથી દેશમાં મૂડી પ્રવાહમાં વધારો જોવા મળશે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે એટલું જ નહીં લાંબા ગાળાના ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થશે અને રોજગારમાં વૃદ્ધિ જોવાશે.વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર ૬.૭૦% જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસતા દેશોમાં ભારત પણ સ્થાન ધરાવે છે.વર્તમાન નાણાં વર્ષ માટે ૭થી ૭.૨૦% અને આગામી નાણાં વર્ષમાં ૬.૫૦% થી ૬.૮૦% જીડીપી વૃદ્ધિ દર અંદાજને ડેલોઈટે જાળવી રાખ્યો છે. દરમિયાન એસએન્ડપી ગ્લોબલ માર્કટ ઈન્ટેલિજન્સે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ ૬.૮૦ ટકા અને આગામી નાણાં વર્ષ માટે ૬.૬૦% મૂકયો છે. 

સેન્સેક્સ અને નિફ્ટી ૨૭ સપ્ટેમ્બરના રોજ તેની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા. જ્યાંથી માર્કેટમાં હાઇ વોલેટિલિટી વચ્ચે આજના બંધ સામે ૬% થી વધુ તૂટ્યા છે. રોકાણકારોને પણ ૩૨ લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. સેન્સેક્સ ઑક્ટોબરમાં ૪% અને નિફ્ટી ૫% તૂટ્યો છે. સ્થાનિક શેરબજારમાં ઊંચી વોલેટિલિટીના પગલે મંદીનું જોર વધ્યું છે. સ્મોલ કેપ અને મીડકેપ શેર્સમાં મોટાપાયે વેચવાલી નોંધાઈ છે. ઓટો અને રિયાલ્ટી શેર્સ પણ તૂટ્યા છે.યુએસ બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ, ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતાઓ વચ્ચે માર્કેટમાં મંદી જોવા મળી છે. ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો પણ અપેક્ષા કરતાં નબળા રહેતાં તેમજ આરબીઆઇ દ્વારા બીજા ત્રિમાસિકમાં સ્લોડાઉન રહેવાનો સંકેત સહિત વિવિધ પરિબળો માર્કેટને અસર કરી શકે છે. જેથી રોકાણકારોને થોભો અને માર્કેટ સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવાની સલાહ.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

RELIANCE

HDFC BANK

HAVELLS

SBI

Nifty Trend : 25 November 2024

error: Content is protected !!