October 23, 2024

+91 99390 80808

October 23, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૫૧ સામે ૮૧૧૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૧૪૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૯૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૨૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૮૮ સામે ૨૪૭૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૦૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૫૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં મંદી જોવા મળી.વિદેશી રોકાણકારોની વેચવાલી અને પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી પણ તેની મહત્ત્વની સાયકોલોજિકલ સપાટી તોડી ૨૪૫૦૦ થયો હતો.ઓવર વેલ્યુએશન સાથે વિદેશી ફંડોની ભારતીય શેર બજારોમાંથી સતત એક્ઝિટ લઈ થઈ રહેલી જંગી વેચવાલી ઓકટોબરમાં અત્યાર સુધીમાં રૂ.૮૦૦૦૦ કરોડથી વધુ થઈ જતાં મ્યુચ્યુઅલ ફંડોના રોકાણકારોમાં પણ ફફડાટ  ફેલાવાતા લાગતાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો-એચએનઆઈઝ મ્યુચ્યુઅલ ફંડોમાંથી રોકાણ પાછું ખેંચવા લાગ્યાના સંકેતે ફંડોનું સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું હેમરિંગ થયું હતું. અલબત રિટેલ રોકાણકારોને અંધારામાં રાખીને સેન્સેક્સ, નિફટીને એકંદર ટકાવી રાખી સાઈડ માર્કેટમાં મોટું ઓફલોડિંગ કરાયું હતું.

સેન્સેક્સ ૯૩૦ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૨૨૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૬૩ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૫૨૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૪૫ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૩૯૪ પોઈન્ટના સ્તરે બંધ થયો.

વિક્રમ સંવત ૨૦૮૦ પૂર્ણ થવાના આરે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વર્ષની શરૂઆતથી આકર્ષક રિટર્ન આપનારા ભારતીય શેરબજાર છેલ્લા બે સપ્તાહથી કરેક્શન નોંધાવી રહ્યા છે. આ સપ્તાહમાં રોકાણકારોએ અત્યારસુધીમાં રૂ. ૮.૫૧ લાખ કરોડની મૂડી ગુમાવી છે. જ્યારે ઓક્ટોબર માસમાં અત્યારસુધીમાં માર્કેટમાં ૨૫.૨૨ લાખ કરોડનું ગાબડું થયું છે. દિવાળી પહેલાં રોકાણકારો પોતાનો જૂનો માલ વેચી નવા વર્ષે નવી ખરીદી કરવાના વલણ સાથે પ્રોફિટ બુક કરતાં પણ જોવા મળ્યું હતું.દેશનો ટોચનો રૂ.૨૭૮૭૦ કરોડનો હ્યુન્ડાઈનો આઈપીઓએ ૧.૩૨ ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. ઈશ્યૂ પ્રાઈઝ રૂ. ૧૯૬૦ સામે રૂ. ૧૯૩૪ માં લિસ્ટિંગ કરાવ્યું છે. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં નેસ્ટલે ઇન્ડિયા,ઈન્ફોસીસ,આઈસીઆઈસીઆઈ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ડીવીસ લેબ,ગ્રાસીમ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,વોલ્ટાસ,અદાણી એન્ટર.,રિલાયન્સ,ટીવીએસ મોટર્સ,ગોદરેજ પ્રોપર્ટી,ટીસીએસ,એસીસી,ટોરેન્ટ ફાર્મા,ભારતી ઐરટેલ,સન ફાર્મા,બાટા ઇન્ડિયા,એક્સીસ બેન્ક,ટાટા કેમિકલ્સ,ટેક મહિન્દ્રા,સિપ્લા,હવેલ્લ્સ, કોટક મહિન્દ્રા બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૪૨૪ અને વધનારની સંખ્યા ૫૬૧ રહી હતી,  ૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૫૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,મંદ માગને પરિણામે  વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીઓની આવક વૃદ્ધિ તથા નેટ પ્રોફિટમાં વૃદ્ધિ પણ ધીમી પડી હોવાનું બીજા ત્રિમાસિક ગાળાના આવી રહેલા પરિણામો પરથી સંકેત મળી રહ્યા છે.૧૬૭ કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામોની કરાયેલી એનાલિસિસમાં આ કંપનીઓના સંયુકત નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે પાંચ ટકા જ વધારો જોવા મળ્યો છે, જ્યારે પ્રથમ ત્રિમાસિકની સરખામણીએ નેટ પ્રોફિટ સ્થિર રહ્યો છે.નાણાં વર્ષ ૨૦૨૪ના બીજા ત્રિમાસિક ગાળામાં આ કંપનીઓના નેટ પ્રોફિટમાં ૧૬% જેટલી મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી.ગયા નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં ૧૬૭ કંપનીઓના નેટ પ્રોફિટનો આંક રૂપિયા ૮૬૩૮૮ કરોડ રહ્યો હતો જે વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં પાંચ ટકા વધી રૂપિયા ૯૦૬૮૫ કરોડ જોવા મળ્યો છે. પ્રથમ ત્રિમાસિકમાં આ આંક રૂપિયા ૮૭૫૬૯ કરોડ રહ્યો હતો. કંપનીઓના નેટ વેચાણમાં (નાણાંકીય કંપનીઓના કિસ્સામાં ગ્રોસ ઈન્ટરેસ્ટ ઈન્કમ) વાર્ષિક ધોરણે સાત ટકા સાધારણ વૃદ્ધિ જોવા મળી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. એકંદર રેવેન્યુ રૂપિયા ૭.૪૦ ટ્રિલિયન રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૪ના બીજા ત્રિમાસિકમાં રૂપિયા ૬.૯૨ ટ્રિલિયન રહી હતી. આઈટી સેવા ક્ષેત્રની કંપનીઓને બાદ કરતા અન્ય ક્ષેત્રની કંપનીઓના પરિણામો નબળા જોવા મળી રહ્યા છે. બેન્કિંગ ક્ષેત્રમાં પરિણામો મિશ્ર રહ્યા છે. બેન્કોની ધિરાણ વૃદ્ધિ ધીમી પડી છે અને માર્જિન દબાણ હેઠળ આવી ગયા છે. એફએમસીજી, સિમેન્ટ, રિટેલ તથા ઓટો ક્ષેત્રમાં માગ નબળી રહી છે. 

કંપનીઓના પરિણામો એકંદર મિશ્ર ટ્રેન્ડ બતાવી રહ્યા હોઈ બજારમાં  સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવાઈ છે. જીઓપોલિટીકલ ડેવલપમેન્ટ, ચાઈનાના સંભવિત પેકેજ અને ક્રુડ ઓઈલના ફરી તૂટતાં ભાવો, કોર્પોરેટ પરિણામો પર નજરે આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફટી ફ્યુચરમાં અફડા – તફડી જોવાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!