January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૦૦૬ સામે ૮૦૭૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૪૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૨૨૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૮૪૩ સામે ૨૪૭૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૪૯  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શુક્રવારે શેરબજારમાં વોલેટિલિટી જોવા મળી હતી.શરુવાતે ઘટાળા બાદ તેજી જોવા મળી હતી.વૈશ્વિક બજારોમાં ચાઈનાની અનિશ્ચિતતા વચ્ચે આજે નરમાઈ રહી હતી.શેરબજારમાં આ સપ્તાહે વેચવાલીનું પ્રેશર વધુ જોવા મળતાં સળંગ પાંચમા દિવસે કડાકો નોંધાયો છે.સેન્સેક્સે વધુ ૬૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૦૦૦નું લેવલ પણ ગુમાવ્યું છે.રોકાણકારોએ સળંગ પાંચ દિવસના કરેક્શનમાં રૂ.૬.૯૯લાખ કરોડની મૂડી ગુમાવી છે.ત્યારબાદ અંતે તેજી જોવા મળી હતી.

સેન્સેક્સ ૨૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૨૨૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૪૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૧૦ પોઈન્ટના સ્તરે બંધ થયો.કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ ,મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ઓઈલ-ગેસ ફ્રન્ટલાઈન શેરોમાં ખરીદી થઈ હતી.એફએમસીજી કંપનીઓના શેરોમાં  આજે નેસ્લે ઈન્ડિયા સહિતના પરિણામો પાછળ નફારૂપી વેચવાલી થઈ હતી.બેંકિંગ શેરોમાં આજે એકંદર તેજી રહી હતી. એક્સિસ બેંકનો ત્રિમાસિક નફો ૧૮% વધ્યા છતાં શેરમાં વેચવાલી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક શેર દીઠ એક શેર બોનસ માટે ૨૮,ઓકટોબર રેકોર્ડ તારીખ જાહેર કરતાં શેરમાં તેજી જોવા મળી.

ભારતની બીજી સૌથી મોટી પેસેન્જર કાર મેન્યુફેકચરર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ઐતિહાસિક રૂ.૨૭,૮૭૦ કરોડના આઈપીઓને ભરણાંના અંતિમ દિવસે એક કલાકમાં જ બમણો ૧૦૦% થી વધુ પ્રતિસાદ મળી ભરણું ૨.૩૭ ગણું છલકાઈ જતાં સેકન્ડરી માર્કેટમાંથી લિક્વિડિટી ખેંચાઈ જતાં અને બીજી તરફ ચાઈનામાં વધુ સ્ટીમ્યુલસની અનિશ્ચિતતાએ એશીયાના બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહેતાં અને કોર્પોરેટ પરિણામોની અસરે સેન્સેક્સ, નિફટી બેઝડ સતત ધોવાણ થયું હતું. ખાસ હ્યુન્ડાઈના આઈપીઓમાં એલોકેશન માટે ફંડોએ ઓટો શેરો બજાજ ઓટો સહિતમાં મોટું ઓફલોડિંગ કર્યાની ચર્ચા વચ્ચે ઓટો શેરોમાં ગાબડાં પડયા હતા.હ્યુન્ડાઈના આઈપીઓમાં નાણા ખેંચાઈ જતાં અને આ આઈપીઓ માટે ફંડોએ જોગવાઈ કરવા અન્ય ઓટો શેરોમાં ઓફલોડિંગ કરતાં કડાકો બોલાઈ ગયો હતો.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,જેકે સિમેન્ટ્સ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,એક્સીસ બેન્ક,વિપ્રો,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,રિલાયન્સ,એસીસી,લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,સન ફાર્મા,વોલ્ટાસ,બાટા ઇન્ડિયા,અદાણી પોર્ટસ,કોટક મહિન્દ્રા બેન્ક,ટેક મહિન્દ્રા,હેવેલ્લ્સ,ગ્લેનમાર્ક ફાર્મા,ભારતી ઐરટેલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,અદાણી એન્ટર.,ડીવીસ લેબ,હિન્દુસ્તાન યુનીલીવર,ઈન્ફોસીસ,સિપ્લા,એચસીએલ ટેકનોલોજી, સન ટીવી નેટવર્ક,મહાનગર ગેસ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૧૪ અને વધનારની સંખ્યા ૧૯૨૩ રહી હતી,  ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક પ્રવાહો,જીઓપોલિટીકલ ટેન્શન અને કંપનીઓના કોર્પોરેટ પરિણામો તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.

દેશની ઈક્વિટી બજારમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો વર્તમાન વર્ષનો રોકાણ આંક કેશમાં રૂપિયા ચાર લાખ કરોડને વટાવી ગયો છે. કોઈ એક કેલેન્ડર વર્ષમાં  ડીઆઈઆઈના ઈન્વેસ્ટમેન્ટનો આ આંક અત્યારસુધીનો સૌથી ઊંચો છે.આની સામે વિદેશી રોકાણકારોની કેશમાં રૂપિયા ૨,૦૧,૫૪૬  કરોડની નેટ વેચવાલી રહી છે.વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) એક તરફ જંગી વેચાણ કરી રહ્યા છે જ્યારે ડીઆઈઆઈની સતત લેવાલીથી દેશના ઈક્વિટી બજારને ટેકો મળી રહ્યો છે.ઓકટોબરમાં સતત પંદરમાં મહિને નેટ ઈન્ફલોસ જોવા મળી રહ્યો છે.મ્યુચ્યુઅલ ફન્ડોમાં રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારાને પરિણામે ડીઆઈઆઈની ઈક્વિટીસમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે. વર્તમાન વર્ષમાં સેન્સેકસમાં ૧૩% જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસમાં ૧૫% વળતર જોવા મળી રહ્યું છે.આગામી દિવસોમાં લાર્જકેપ્સની સાથોસાથ સ્મોલ તથા મિડકેપ્સમાં પણ આકર્ષણ જોવા મળી શકે છે.

અર્થતંત્રને બેઠું કરવા ચીન દ્વારા જાહેર કરાઈ રહેલા સ્ટીમ્યુલ્સને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડ મેનેજરો ભારતના ભોગે ચીનમાં પોતાની ફાળવણી વધારી રહ્યા હોવાથી ભારતીય બજારમાંથી તેમના દ્વારા ઈન્ફલોસ જોવાઈ રહ્યો છે, વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી અંદાજે આઠ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચી લીધું છે.ચીન તરફ તેમની ફરીથી ફાળવણી ભારતીય ઈક્વિટીસના ભોગે થઈ રહી હોવાનું પણ સર્વેમાં જણાયું છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!