January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડભારતીય શેરબજારમાં કોર્પોરેટ પરિણામો પાછળ નફારૂપી વેચવાલી યથાવત્...!!

ભારતીય શેરબજારમાં કોર્પોરેટ પરિણામો પાછળ નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૦૧ સામે ૮૧૭૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૯૦૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૮૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૦૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૪૮ સામે ૨૫૦૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૪૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં ગુરુવારે વેચવાલી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત વેચવાલી  સામે લોકલ ફંડોની અવિરત ખરીદી છતાં ઈન્ડેક્સ બેઝડ ફોરેન ફંડોએ આજે તેજીનો વેપાર હળવો કરી પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ચાઈનામાં અર્થતંત્રને ઉગારવા માટે મેગા સ્ટીમ્યુલસ પેકેજની માંગ વચ્ચે સરકારે આપેલા આશ્વાસનથી ઉદ્યોગો, બજારો સંતુષ્ટ નહીં હોવાના સંકેતે એશીયાના બજારોમાં ધોવાણ સાથે ઓપેક દ્વારા વૈશ્વિક ક્રુડ ઓઈલના વર્ષ ૨૦૨૪માં માંગનો અંદાજ ઘટાડીને મૂકાતાં અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના ઓઈલ ભંડારો પર હુમલો નહીં કરવાના અહેવાલની પોઝિટીવ અસરે ક્રુડના ભાવ તૂટતાં અને ઘર આંગણે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના મેગા આઈપીઓને લઈ લિક્વિડિટી મર્યાદિત બનતાં સેન્સેક્સ, નિફટી બેઝડ સતત બીજા દિવસે નરમાઈ રહી હતી. 

સેન્સેક્સ ૪૯૪ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૦૦૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૦૫ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૮૪૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૫૦ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૪૯૧ પોઈન્ટના સ્તરે બંધ થયો. વૈશ્વિક બજારોમાં ચાઈનાની અનિશ્ચિતતા વચ્ચે આજે નરમાઈ રહી હતી.સેન્સેક્સ, નિફટીમાં સાવચેતીમાં તેજીનો વેપાર હળવો થયા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. 

ચાઈનાના સ્ટીમ્યુલસ પેકેજની અનિશ્ચિતતા સાથે આર્થિક રિકવરી મામલે અવિશ્વાસે વૈશ્વિક બજારોમાં સતત નરમાઈ રહી હતી.ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ સતત ચાલુ રહ્યું હતું. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના મેગા આઈપીઓ માટે ફંડની જોગવાઈ કરવારૂપી અન્ય ઓટો શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરો સતત વેચવાલ રહ્યા હતા. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ આજે ફંડોએ ઘણા શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. બેંકિંગ શેરોમાં પણ ફંડો આજે તેજીના નવા વેપારમાં સાવચેત રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા આજેસાધારણ રિકવરી જોવા મળી.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,લાર્સેન,રિલાયન્સ,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,ટેક મહિન્દ્રા,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટોરેન્ટ ફાર્મા,ઈન્ડીગો,ડીવીસ લેબ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,ગ્રાસીમ,હિન્દુસ્તાન યુનીલીવર,મુથૂટ ફાઈનાન્સ,હવેલ્લ્સ,કોટક મહિન્દ્રા બેન્ક,ભારતી ઐરટેલ,અદાણી પોર્ટસ,બાટા ઇન્ડિયા,ટાટા કેમિકલ્સ,જીન્દાલ સ્ટીલ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૮૮ અને વધનારની સંખ્યા ૧૨૭૨ રહી હતી,  ૧૦૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૨૩૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, અર્થતંત્રને બેઠું કરવા ચીન દ્વારા જાહેર કરાઈ રહેલા સ્ટીમ્યુલ્સને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડ મેનેજરો ભારતના ભોગે ચીનમાં પોતાની ફાળવણી વધારી રહ્યાનું બોફા સિક્યુરિટીસના સર્વેમાં જણાયું છે. હાલમાં ચીનમા નીચા મૂલ્યાંકને રોકાણ કરવામાં સારુ વળતર મળી રહેવા ફન્ડો આશા રાખી રહ્યા છે. મંદ પડેલા અર્થતંત્રને બેઠું કરવા ચીન દ્વારા જાહેર કરાઈ રહેલા સ્ટીમ્યુલ્સને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડ મેનેજરો ભારતના ભોગે ચીનમાં પોતાની ફાળવણી વધારી રહ્યાનું બોફા સિક્યુરિટીસના સર્વેમાં જણાયું છે. હાલમાં ચીનમા નીચા મૂલ્યાંકને રોકાણ કરવામાં સારુ વળતર મળી રહેવા ફન્ડો આશા રાખી રહ્યા છે. મંદ પડેલા આર્થિક વિકાસને ગતિ આપવાના પ્રયાસમાં સરકાર ઋણ સાધનો જારી કરવામાં નોંધપાત્ર વધારો કરશે એમ ચીનની સરકારે  ગયા સપ્તાહમાં જાહેર કર્યું હતું, આ અગાઉ સપ્ટેમ્બરમાં નાણાંકીય ટેકાની પણ જાહેરાત કરાઈ હતી જે કોરોના બાદ સૌથી મોટા નાણાંકીય પગલાં હતા.

મુખ્ય ઉભરતા બજારોમાં, ભારત આગામી ત્રણ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે અને ૨૦૩૦ સુધીમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે, ગુરુવારે એક વૈશ્વિક અહેવાલ દર્શાવે છે.એસ એન્ડ પી ગ્લોબલના એક અહેવાલ મુજબ,ઉભરતા બજારો આગામી દાયકામાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે,જે ૨૦૩૫ સુધીમાં સરેરાશ ૪.૦૬% GDP વૃદ્ધિ કરશે,જેની સરખામણીમાં અદ્યતન અર્થતંત્રો માટે ૧.૫૯% છે.૨૦૩૫ સુધીમાં, ઊભરતાં બજારો વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં લગભગ ૬૫% યોગદાન આપશે. આ વૃદ્ધિ મુખ્યત્વે ચીન, ભારત, વિયેતનામ અને ફિલિપાઈન્સ સહિત એશિયા-પેસિફિકમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓ દ્વારા ચલાવવામાં આવશે.૨૦૪૭માં ‘વિકસીત ભારત’માં સ્થપાયેલ ભારતનું લક્ષ્ય ૨૦૪૭સુધીમાં વર્તમાન $૩.૬ ટ્રિલિયનથી $૩૦ ટ્રિલિયનનું અર્થતંત્ર બનવાનું છે.ભારત,ઇન્ડોનેશિયા અને બ્રાઝિલે તેમના સાથીદારોની તુલનામાં સુધારા કર્યા છે અને આગામી દાયકામાં તેઓને આગળ વધવાની વેગ છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!