January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૧૧ સામે ૮૧૪૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૩૦૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૩૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૩૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૧૭ સામે ૨૫૧૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૦૪૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં શુક્રવારે મંદી જોવા મળી હતી. ઈરાન પર ઈઝરાયેલના વળતાં પ્રહારની તૈયારી વચ્ચે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. ઈઝરાયેલ દ્વારા તેના પર ઈરાનના તાજેતરના મિસાઈલ હુમલાનો સમય પર જવાબ આપવાની એ સમયે પ્રતિક્રિયા બાદ હવે ઈઝરાયેલ દ્વારા આજે આ હુમલા પર નિર્ણય લેવાના અહેવાલ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ચાઈનામાં નવા મેગા સ્ટીમ્યુલસની માંગ વચ્ચે વોલેટીલિટી રહી હતી.જ્યારે ભારતીય શેર બજારોમાં ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ શેરોની વેચવાલીએ સેન્સેક્સ, નિફટી બેઝડ બજારમાં ફરી નેગેટીવ ઝોનમાં લાવ્યું હતું.સ્મોલ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યા સામે મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું.

સેન્સેક્સ ૨૩૦ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૩૮૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૮ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૦૪૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૯૪ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૩૮૬ પોઈન્ટના સ્તરે બંધ થયો.મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. જેથી માર્કેટબ્રેડ્થ સાધારણ નેગેટીવ રહી હતી. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ટીસીએસના પરિણામ પૂર્વે ફંડોની નફારૂપી વેચવાલી રહી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસ લેબ,એચડીએફસી એએમસી,કોટક મહિન્દ્રા બેન્ક,કોલ્પાલ,ટીસીએસ મોટર્સ,ટોરેન્ટ ફાર્મા,ટીવીએસ મોટર્સ,ભારતી ઐરટેલ,ટેક મહિન્દ્રા,સ્ટેટ બેન્ક,અપોલો ટાયર ,વિપ્રો,ગ્રાસીમ,ઓબરોઈ રીયાલીટી,બાટા ઇન્ડિયા,લ્યુપીન,સન ફાર્મા,લાર્સેન,એચસીએલ ટેકનોલોજી જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ગોદરેજ પ્રોપટી,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,હેવેલ્લ્સ,મુથૂટ ફાઈનાન્સ,રિલાયન્સ,સિપ્લા,ભારત ફોર્જ,એક્સીસ બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૧ અને વધનારની સંખ્યા ૨૧૪૩ રહી હતી,  ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,વૈશ્વિક પ્રવાહો અને જીઓપોલિટીકલ ટેન્શન સાથે સાથે જમ્મુ કાશ્મીર તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.કૃષિ ઉત્પાદન અને ખાનગી ઉપભોગમાં વધારાને ધ્યાનમાં રાખી વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષના ભારત માટેના પોતાના આર્થિક વિકાસ દરના અંદાજને વધારી ૭% કર્યો છે. ભારતમાં ઉપભોગતાઓનો શ્રેષ્ઠ વર્ગ ઊભરી રહ્યો છે જે અર્થતંત્રને આગળ લઈ જઈ રહ્યો છે.વર્તમાન નાણાં વર્ષ માટેની ફુગાવાની ધારણાંને પણ રિઝર્વ બેન્કે ૪.૫૦% યથાવત રાખી છે.૨૦૨૪ માટે દક્ષિણ એશિયા માટેના અંદાજને ૬% પરથી વધારી વર્લ્ડ બેન્કે ૬.૪૦% કર્યો છે.ભારતમાં મજબૂત માગ અને શ્રીલંકા તથા પાકિસ્તાનમાં ઝડપી રિકવરીને ધ્યાનમાં રાખી અંદાજમાં વધારો આવી પડયો છે. આગામી બે વર્ષમાં પણ દક્ષિણ એશિયામાં આર્થિક વિકાસ દર ૬.૨૦% જેટલો મજબૂત જોવા મળશે એમ વર્લ્ડ બેન્ક દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.આર્થિક વિકાસ દરને જાળવી રાખવા દક્ષિણ એશિયાના દેશોએ આર્થિક સુધારા કાર્યક્રમોને વળગી રહેવું પડશે.

મધ્ય-પૂર્વમાં જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે ક્રૂડના ભાવો આસમાને પહોંચતાં રૂપિયો નબળો પડ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓક્ટોબરના પ્રથમ ૧૦દિવસમાં જ ૧૦%થી વધુ ઉછળ્યું હતું. વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારમાંથી સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. ઓક્ટોબરમાં અત્યારસુધીમાં એફઆઈઆઈએ રૂ.૫૪૨૩૧૧.૯૦ કરોડની વેચવાલી નોંધાવી છે. જેની અસર પણ રૂપિયા પર થઈ છે.જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે ફેડ વ્યાજના દરોમાં ઘટાડો કરવાનું હાલપૂરતુ સ્થગિત કરે તેવી અટકળો વચ્ચે વિદેશી રોકાણકારો ફંડ પાછું ખેંચી રહ્યા છે. આરબીઆઈના ડેટા અનુસાર,૨૭ સપ્ટેમ્બર સુધી દેશની ફોરેક્સ રિઝર્વ વધી ૭૦૪.૦૯ અબજ ડોલરની રેકોર્ડ ટોચે પહોંચી હતી. રૂપિયાને વધુ નબળો પડતો અટકાવવા માટે આરબીઆઈએ અનૌપચારિક રીતે બેન્કોને રૂપિયા સામે મોટો દાવ ન રમવા સૂચના આપી હતી. આરબીઆઈ દ્વારા રૂપિયાનું સ્તર જાળવી રાખવા સતત પ્રયાસો થઈ રહ્યા છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!